વટ સાવિત્રી વ્રત:પતિ અને ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિની કામના સાથે 12 થી 15 જૂન સુધી મહિલાઓ કરશે વટ સાવિત્રી વ્રત

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેઠ મહિનાના સુદ પક્ષની તેરસથી પૂનમ સુધી વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આ વર્ષ આ વર્ષે 12 જૂન એટલે આજથી શરૂ થશે અને 14 જૂનના રોજ પૂર્ણ થશે. વટ સાવિત્રી વ્રત અંગે વિવિધ માન્યતાઓ છે. થોડી જગ્યાએ આ વ્રત વૈશાખ મહિનાની અમાસ તિથિએ કરવામાં આવે છે. જેઠ પૂનમને વટ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ વખતે આ વ્રતની તારીખને લઈને પંચાંગ ભેદ પણ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જેઠ મહિનાના આ વ્રતને કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે. મહિલાઓ પતિની લાંબી ઉંમર, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. વડના ઝાડને દેવ વૃક્ષ કહેવામાં આવે છે. માન્યતા છે કે વડના ઝાડના મૂળ ભાગમાં બ્રહ્માજી, મધ્ય ભાગમાં વિષ્ણુજી અને અગ્રભાગ એટલે આગળના ભાગમાં શિવજીનો વાસ હોય છે. સાવિત્રી દેવનો પણ વાસ વડના ઝાડમાં માનવામાં આવે છે. વડના ઝાડ નીચે બેસીને કરવામાં આવતા પૂજા-પાઠ અક્ષય પુણ્ય પ્રદાન કરે છે અને ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

મહિલાઓ પતિની લાંબી ઉંમર, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. વડના ઝાડને દેવ વૃક્ષ કહેવામાં આવે છે.
મહિલાઓ પતિની લાંબી ઉંમર, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. વડના ઝાડને દેવ વૃક્ષ કહેવામાં આવે છે.

વટ સાવિત્રી વ્રતની ખાસ વાતો

  • જેઠ મહિનાના બધા વ્રત-પર્વોમાં વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ સૌથી વધારે માનવામાં આવે છે. આ મહિનાની સુદ પક્ષની તેરસ તિથિથી જ વ્રત શરૂ થઈ જાય છે.
  • તેરસ તિથિથી વ્રત કરનારી મહિલાઓ નિરાહાર રહે છે અથવા એક સમયે ભોજન કરે છે. ચૌદશ તિથિ અને પૂર્ણિમાએ આખો દિવસ વ્રત કરવામાં આવે છે.
  • જો કોઈ મહિલા ઇચ્છે તો આ વ્રત માત્ર પૂર્ણિમાએ પણ કરી શકાય છે. આ વ્રતમાં વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. ઝાડની ચારેય બાજુ કાચો સૂતરનો દોરો લપેટવામાં આવે છે.
  • એક વાસણમાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે.
  • વ્રત કરનારી મહિલાઓ કોઈ યોગ્ય બ્રાહ્મણોને સિંદૂર, બંગડી, કાજલ, ચાંદલો, વસ્ત્ર, કંકુ, ઘરેણા વગેરે વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ.
  • આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા કે વાંચવાની પરંપરા છે. આ કથા પ્રમાણે સાવિત્રી યમરાજ પાસેથી પોતના અલ્પાયુ પતિના પ્રાણ પાછા લઇને આવી હતી. સાવિત્રીના તપથી જ સત્યવાન ફરીથી જીવિત થયા અને તેમના ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવી હતી.
  • વટ સાવિત્રી વ્રતના પ્રભાવથી સંતાનને પણ પોઝિટિવિ ફળ મળી શકે છે. આ દિવસે સત્યવાન-સાવિત્રી સાથે જ યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે.