તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શીતળા માતા સ્વરૂપ:દેવીના હાથમાં કળશ, સાવરણી અને સૂપડી રહે છે, તેઓ લીમડાના પાનની માળા પહેરે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શીતળા સાતમના દિવસે ઠંડું ભોજન કરવાની પરંપરા

29 ઓગસ્ટ, રવિવારના રોજ શીતળા સાતમ ઊજવવામાં આવશે. આ દિવસે ઠંડું ભોજન કરવાની પરંપરા છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે જાણો શીતળા માતા સાથે જોડાયેલી ખાસ વાતો.

શીતળા માતાનું વાહન ગધેડું છે-
પં. શર્મા પ્રમાણે શીતળા માતા ગધેડાની સવારી કરે છે, તેમના હાથમાં કળશ, સાવરણી, સૂપડી રહે છે. તેઓ લીમડાના પાનની માળા ધારણ કરે છે. શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવવો જોઇએ.

આ દિવસોમાં ઠંડું ભોજન કરવાથી શું લાભ થાય છે?
આ દિવસે શીતળા માતા માટે વ્રત રાખવામાં આવે છે. આ વ્રતનું પાલન કરતાં લોકો આ દિવસોમાં વાસી એટલે ઠંડું ભોજન ખાય છે. સાતમના દિવસે ઠંડું ભોજન કરવાથી કફ સંબંધી બીમારીઓ થવાની સંભાવનાઓ ઓછી રહે છે.

વર્ષમાં એક દિવસ ઠંડું ભોજન કરવાથી પેટ અને પાચન તંત્રને પણ લાભ મળે છે. અનેક લોકોને તાવ, ફોડલા, આંખ સંબંધિત પરેશાની વગેરે થયા કરે છે. આ લોકોએ દર વર્ષે શીતળા સાતમના દિવસે વાસી ભોજન કરવું જોઇએ. શીતળા માતાની પૂજા કરતાં લોકો આ તિથિએ ગરમ ભોજન કરવાથી બચવું જોઇએ.