તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:દરેક ઉંમર અને શરીરની પોતાની ક્ષમતા હોય છે, સીમાથી વધારે કરવામાં આવતું પરાક્રમ શરીર માટે નુકસાનદાયી સાબિત થાય છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

રામાયણનો એક પ્રસંગ છે. સીતાની શોધમાં દક્ષિણ દિશા તરફ ગયેલાં વાનરોને સમુદ્ર કિનારે એક ગીધ મળ્યું. તેનું નામ સંપાતિ હતું. તે જટાયુનો મોટો ભાઈ હતો. સંપાતિએ વાનરોને કહ્યું કે હું સમુદ્રના આ કિનારાથી જણાવી શકું છુ કે પેલે પાર લંકામાં સીતાજી ક્યાં છે.

તમારામાંથી કોઇ એક વાનરે દરિયો પાર કરીને પેલે પાર જવું પડશે, સીતાજીના દર્શન તમને ત્યાં જ થશે. વાનરોની સેનાને સીતાજીની જાણ તો થઈ ગઇ પરંતુ મોટો સવાલ એ હતો કે 100 યોજનનું સમુદ્ર પાર કરશે કોણ? દ્વિવિદ, મયંદ, સુષૈણ જેવ અનેક બળશાળી વાનર આ સેનામાં હતાં. કોઇએ કહ્યું કે 80 યોજન સુધી જઈ શકે છે. કોઇએ કહ્યું, હું 90 યોજન સુધી જઈ શકું છું.

અગંદે કહ્યું, હું દરિયો પાર કરીને પેલે પાર જઇ શકું છું. પરંતુ મને શંકા છે કે હું પાછો ફરી શકીશ કે નહીં. વાનર સેનમાં સૌથી વૃદ્ધ જામવંતે કહ્યું, તમારે જવું જોઈએ નહીં કેમ કે તમે આ સેનાના નેતા છો. આ બધા વચ્ચે હનુમાનજી ચૂપચાપ બેઠા હતાં.

તે પછી જામવંતે કહ્યું, સતયુગમા જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇને રાજા વાલિ પાસેથી દાનનો સંકલ્પ કરાવ્યો હતો. તેમણે ત્રણ પગ ધરતી માગી લીધી અને પછી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. તે સમયે તેમના તે વિરાટ સ્વરૂપની મેં બે મિનિટમાં જ તેમની સાત પ્રદક્ષિણા કરી લીધી હતી. સમુદ્ર મંથન સમયે પણ મેં અનેક ઔષધીઓ લાવીને સમુદ્રમા ભેળવી હતી, પરંતુ હવે હું વૃદ્ધ થઇ ગયો છું. મારા શરીરમાં શક્તિની સીમા હવે સીમિત છે.

બોધપાઠ- જામવંતની કહેલી વાત બોધપાટ આપે છે કે આપણે આપણી ઉંમર અને શરીરને લઇને પ્રામાણિક રહેવું જોઈએ. યુવા રહેતા જે પરાક્રમ કર્યા છે, તે વૃદ્ધાવસ્થામા કરવા જોઈએ નહીં. તેનાથી શરીરને જ નુકસાન થાય છે.