• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ekadashi Of Pitrupaksha On September 21: By Doing Vishnu Worship And Shradh On This Day, The Dead Souls Get Salvation, The Ancestors Are Also Satisfied.

પિતૃપક્ષની એકાદશી:21 સપ્ટેમ્બરે વિષ્ણુ પૂજા અને શ્રાદ્ધ કરવાથી મૃતાત્માઓને મોક્ષ મળે છે, પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

21 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી છે. જેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. શ્રાદ્ધમાં આવતી આ એકાદશી ખૂબ જ ખાસ હોય છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે. ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને પુણ્ય મળે છે. ત્યાં જ, આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત રાખવાનું વિધાન છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે એકાદશીએ આંબળા, તુલસી, અશોક, ચંદન કે પીપળાનું ઝાડ વાવવાથી ભગવાન વિષ્ણુ સાથે જ પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. ત્યાં જ, ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃ સંતુષ્ટ થાય છે. કોઈ પૂર્વજ જાણ્યે-અજાણ્યે કરેલાં પોતાના કોઈ પાપના કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો વિધિ-વિધાનથી ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને તેમને મુક્તિ મળી શકે છે.

ઇન્દિરા એકાદશીના દિવસે વૃક્ષારોપણ કરવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે
ઇન્દિરા એકાદશીના દિવસે વૃક્ષારોપણ કરવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે

આ રીતે કરો એકાદશી વ્રત
આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવીને વ્રત કરવું. આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું. તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું. આ દિવસે ફળાહાર કરવો. અન્ન લેવું નહિં. દિવસભર પ્રભુ સ્મરણ કરવું. પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા.

જો આમ ન થઈ શકે તો કોઈને સીધુ આપવું. શક્ય હોય તો દિવસ દરમિયાન મોન રહી જાપ કરવા અને રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. જે આ રીતે ઈન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે. વૈકુંઠમાં વાસ થાય છે. જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવરિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.

ઉપનિષદો પ્રમાણે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે
ઉપનિષદો પ્રમાણે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે

ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્ત્વ
શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે. તેથી તેમને શાંતિ મળે છે. તેથી પરિવારને આશીર્વાદ મળે છે. સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું વર્ત જો વિધિવિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે. મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...