• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ekadashi Festival Of Aghan Month On Geeta Jayanti On 3 December, On This Day Shri Krishna Gave The Teachings Of Dharma And Karma To Arjuna

માગશર મહિનાની એકાદશી:3 ડિસેમ્બરે ગીતા જયંતી, આ દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મનો ઉપદેશ આપ્યો હતો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંદુ ધર્મ માટે સૌથી પવિત્ર દિવસ ગીતા જયંતી છે. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એટલે આ પર્વ 3 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવશે. મહાભારત યુદ્ધ સમયે અર્જુનની સામે તેના પરિવારના લોકો હતાં. એટલે તેમના વિરૂદ્ધ અર્જુન શસ્ત્ર ઉઠાવવા માટે તૈયાર હતા નહીં. જેથી શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મને સમજાવતા ઉપદેશ આપ્યો હતો. તે જ્ઞાનને જ ગીતા કહેવામાં આવે છે.

ગીતાનું બીજું નામ ગીતોપનિષદ
ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતાનું બીજું નામ ગીતોપનિષદ છે. ગીતા જંયતીના દિવસે ગીતાને વાંચવી કે સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગીતાના ઉપદેશોને આત્મસાત કરવાથી જીવનમાં સફળતાનો માર્ગ મળે છે અને બધી શંકાઓનો નાશ થાય છે. શ્રીમદભાગવત ગીતામાં બધી પરેશાનીઓનો ઉકેલ જણાવવામાં આવે છે. માત્ર અર્જુને જ નહીં, બર્બરીક, હનુમાનજી અને સંજયે પણ ભગવાન શ્રીકૃષ્ણ પાસથી ગીતાનો ઉપદેશ સાંભળ્યો હતો.

ગીતા કેમ જરૂરી છે

  • શ્રીમદભાગવત ગીતાનો પાઠ કરવાથી યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થાય છે.
  • કોઈપાસે આ પવિત્ર ગ્રંથ ન હોય તો ગીતા જયંતીના દિવસે શ્રીમદભાગવત ગીતાને ઘરે લાવવું શુભ મનાય છે.
  • આ દિવસથી ગીતાપાઠનું અનુષ્ઠાન પણ શરૂ કરવામાં આવે છે અને નિયમિત થોડાં શ્લોક અર્થ સહિત વાંચવાનો નિયમ બનાવવામાં આવે છે.
માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું.
માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું.

ગીતા જયંતીની પૂજા વિધિ

  1. સ્નાન કરીને પૂજાઘરને સાફ કરો. ભગવાન કૃષ્ણનું ચિત્ર બાજોટ ઉપર સ્થાપિત કરીને તેમના ચરણોમાં ભાગવત ગીતા રાખો.
  2. સાફ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રીહરિની પૂજા, પીળા ફળ, ફૂલ, ધૂપ-દીપ, દૂર્વા વગેરે વસ્તુઓ અર્પણ કરો. ૐ ગંગે મંત્રનો ઉચ્ચારણ કરી આચમન કરો.
  3. છેલ્લે પૂજા પૂર્ણ કરવા માટે આરતી કરો.

આ દિવસે શું કરવું

  • ગીતા જયંતીના દિવસે શંખનું પૂજન કરવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે ખાસ કરીને શંખ વગાડવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
  • ગીતા જયંતીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
  • આ દિવસે શ્રીમદભાગવત ગીતાના દર્શન કરવા માત્રથી સમસ્યાઓ અને નકારાત્મકતા દૂર થવાની માન્યતા છે.