તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ekadashi 2021 | Varuthini Ekadashi Puja Vrat Vidhi Katha 2021 | Bhagwan Vishnu Puja Vidhi, Mohini Ekadashi (Mahatva) Importance, Unknown Facts Sign's Do's And Don'ts

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રત-ઉપવાસ:7 મે ચૈત્ર મહિનાની એકાદશીનું વ્રત રહેશે, આ વ્રત કરવાથી અનેક વર્ષોની તપસ્યા જેટલું ફળ મળી શકે છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ એકાદશીનું નામ વરૂથિની એકાદશી છે અને મહાભારતમાં આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશી 7 મેના રોજ રહેશે. જેને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. આ એકાદશી અંગે ભગવાન શ્રીકૃષ્ણજીએ અર્જુનને જણાવ્યું હતું. આ વ્રત કરવાથી સૌભાગ્ય અને આરોગ્ય પણ મળે છે.

અનેક વર્ષોની તપસ્યા કરવા જેટલું ફળ મળી શકે છેઃ-
વરૂથિની એકાદશી વ્રતનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ એકાદશી ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આવે છે. આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુજી જ છે. એટલે આ તિથિ વધારે ખાસ છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અનેક વર્ષો સુધી તપસ્યા કરવા જેટલું ફળ મળી શકે છે.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે

વરૂથિની એકાદશી વ્રત 2021 તિથિ અને મુહૂર્તઃ-

વરૂથિની એકાદશી- વ્રત 7 મે 2021, શુક્રવાર

એકાદશી તિથિ શરૂ- 06 મે 2021 ના રોજ બપોરે 02.20 મિનિટથી શરૂ

એકાદશી તિથિ પૂર્ણ- 07 મે 2021 ના રોજ સાંજે 03.35 મિનિટે પૂર્ણ

એકાદશી વ્રત પારણા મુહૂર્ત- 8 મે સવારે 5.35 થી સવારે 08.16 સુધી

આ દિવસે દાન પુણ્ય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
આ દિવસે દાન પુણ્ય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે

વરૂથિની એકાદશી વ્રતનું મહત્ત્વઃ-
વરૂથિની એકાદશીનું પોતાનું એક વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે વ્યક્તિ ભગવાન વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે. પૂજા પૂર્ણ થયા પછી પોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે દાન પુણ્ય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ દ્વારા કરવામા આવેલ બધા પાપનો ઝડપથી અંત આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો