- Gujarati News
- Dharm darshan
- Dharm
- Ekadashi 2021 | Mohini Ekadashi Puja Vrat Vidhi Katha 2021 | Bhagwan Vishnu Puja Vidhi, Mohini Ekadashi (Mahatva) Importance, Unknown Facts Sign's Do's And Don'ts
મોહિની એકાદશી:આ તિથિએ સમુદ્ર મંથનમાંથી અમૃત કાઢવામાં આવ્યું હતું, આ દિવસે વ્રત-પૂજા અને દાન કરવાથી અનેક યજ્ઞનું પુણ્ય મળે છે
- વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી હોવાથી ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે આ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે
આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિ બે દિવસ માનવામાં આવી રહી છે. એટલે 22 અને 23 મે, બંને દિવસે એકાદશી વ્રત કરવામાં આવશે. તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આ તિથિ હોવાના કારણે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે નિયમ-સંયમથી રહીને કરવામાં આવેલ પૂજા-પાઠ અને દાનનું ફળ અનેક યજ્ઞ જેટલું મળે છે.
સ્કંદ પુરાણના વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથનથી અમૃત પ્રકટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલાં એટલે દશમ તિથિની રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઇએ. આ વ્રતમાં માત્ર ફળાહાર જ કરવામાં આવે છે.
પૂજા અને વ્રતની વિધિઃ-
- એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી નિત્ય ક્રિયા પૂર્ણ કરીને સ્નાન કરવું. પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરશો તો સારું રહેશે. ત્યાર બાદ સાફ વસ્ત્ર ધારણ કરી વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ.
- ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવવો તથા વ્રતનો સંકલ્પ લેવો. એક કળશ ઉપર લાલ વસ્ત્ર બાંધીને કળશની પૂજા કરો.
- ત્યાર બાદ તેના ઉપર વિષ્ણુની પ્રતિમા રાખો. પ્રતિમાને સ્નાન કરાવીને નવા વસ્ત્ર પહેરાવો.
- પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પંચામૃત અને તુલસીના પાન ચઢાવવા જોઇએ.
- પીળા ફૂલ સાથે અન્ય સુગંધિત ફૂલોથી વિષ્ણુ ભગવાનનો શ્રૃંગાર કરો. ધૂપ, દીપથી આરતી કરો અને મિઠાઈ તથા ફળનો ભોગ ધરાવો. રાતે ભગવાનનું ભજન કીર્તન કરો.
થોડાં ગ્રંથો પ્રમાણે, આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે
મોહિની એકાદશીનું મહત્ત્વઃ-
માન્યતા પ્રમાણે, વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી મન અને શરીર બંને જ સંતુલિત રહે છે. ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઇ જાય છે. એટલે જ, તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. થોડાં ગ્રંથો પ્રમાણે, આ એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત બધા જ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના આકર્ષણમાં વૃદ્ધિ કરે છે. આ વ્રત કરનાર વ્યક્તિની ખ્યાતિ ચારેય તરફ ફેલાયેલી રહે છે.
એકાદશીએ શું કરવું-
- આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને પછી તુલસીના છોડમાં જળ ચઢાવવું
- ભગવાન વિષ્ણુ સામે વ્રત અને દાનનો સંકલ્પ લેવો જોઇએ.
- આખો દિવસ કંઇ જ ખાવું જોઇએ નહીં. આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળાહાર કરી શકો છો.
- માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઇએ.
- કોઇ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઇએ.
- સવાર-સાંજ તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ અને તુલસીની પરિક્રમા કરવી જોઇએ.
- સાંજે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ.
એકાદશીએ શું ન કરવું-
- આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે મોડે સુધી સૂવું જોઇએ નહીં.
- ગુસ્સો કરવો નહીં. ઘરમાં કોઇપણ પ્રકારનો વાદ-વિવાદ કે ક્લેશ કરવાથી બચવું જોઇએ.
- લસણ-ડુંગળી અને અન્ય પ્રકારની તામસિક વસ્તુઓથી બચવું જોઇએ.
- કોઇપણ પ્રકારનો નશો કરવો નહીં અને બ્રહ્મચર્યનું પાલન કરો.
- પ્રામાણિકતાથી કામ કરવું જોઇએ અને ખોટાં કાર્યોથી બચવું જોઇએ.