તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ekadashi 2021 | Apara Ekadashi Puja Vrat Vidhi Katha 2021 | Bhagwan Vishnu Lakshmi Puja Vidhi, Achala Ekadashi (Mahatva) Importance, Unknown Facts Significance Do's And Don'ts

તહેવાર:રવિવારે અચલા એકાદશીઃ આ વ્રત રાખવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, જાણ્યે-અજાણ્યે કરેલાં પાપ નષ્ટ થાય છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અચલા એકાદશી વ્રત રાખવાથી લક્ષ્મીજી અચલ રહે છે, એટલે ક્યારેય ધનની ખોડ પડતી નથી

વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીએ વ્રત સાથે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકને અપાર ધન સાથે સંપન્ન બનાવે છે. એટલે જ, તેને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 11 જૂનના રોજ કરવામાં આવશે.

ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવતાં એકાદશી વ્રત વિશે પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવે છે. પદ્મપુરાણ પ્રમાણે અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યોને પ્રેત યોનિમાં કષ્ટ ભોગવવો પડતો નથી. અપરા એકાદશીને અચલા એકાદશી, ભદ્રકાળી એકાદશી અને જળક્રીડા એકાદશી પણ કહેવામાં આવે છે.

કોઇની અવગણના કરવી જોઇએ નહીં-
આ વ્રત કરવાથી જાણ્યા-અજાણ્યા કરેલાં પાપમાંથી મુક્તિ મળી જાય છે, જેના કારણે પ્રેત યોનિમાં જવું પડે છે. પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ એકાદશીના વ્રતથી આર્થિક પરેશાનીઓ દૂર થઇ શકે છે. શાસ્ત્રો પ્રમાણે, અન્ય લોકોની અવગણના, અસત્ય, ઠગવું, છળ એવા પાપ છે, જેના કારણે કોઇ વ્યક્તિને બીજો જન્મ મળે તે પહેલાં આ દરેક બાબતનું ફળ ભોગવવું પડે છે. આ એકાદશીના વ્રતથી આ પાપના પ્રભાવમાં ઘટાડો થાય છે.

પદ્મપુરાણ પ્રમાણે અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યોને પ્રેત યોનિમાં કષ્ટ ભોગવવો પડતો નથી
પદ્મપુરાણ પ્રમાણે અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યોને પ્રેત યોનિમાં કષ્ટ ભોગવવો પડતો નથી

એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજામાં તુલસીના પાન, ચંદન, ગંગાજળ તથા સિઝનલ ફળનો પ્રસાદ ચઢાવવો જોઇએ. આ દિવસે સંકલ્પ લેવો જોઇએ કે, અન્ય લોકોની અવગણના, અસત્ય અને છળ-કપટથી દૂર રહેવું. જે લોકો કોઇ કારણે વ્રત કરી શકતાં નથી, તેમણે એકાદશીએ ચોખા અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવી જોઇએ નહીં.