તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Eating Rock Salt Is Good For Blood Pressure And Metabolism, It Is Also Considered Sattvic In The Scriptures, It Is Used During Fasting.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવું કેમ:સિંધાલૂણ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર અને મેટાબોલિઝમ યોગ્ય રહે છે, ગ્રંથોમાં પણ તેને સાત્વિક માનવામાં આવે છે, વ્રત દરમિયાન તેનો ઉપયોગ થાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદ પ્રમાણે સિંધાલૂણ મીઠું રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદગાર સાબિત થાય છે, તેના સેવનથી કેન્સરનો ખતરો પણ ઓછો રહે છે

ધર્મ ગ્રંથોમાં સિંધાલૂણ મીઠાને સાત્વિક માનવામાં આવે છે. ઋષિ વાગ્ભટ્ટે પણ પોતાના ગ્રંથમાં કહ્યું છે કે, વ્રત અથવા ફળાહારમાં સિંધાલૂણ મીઠુંનો ઉપયોગ કરી શકાય છે. ત્યાં જ, આયુર્વેદમાં તેને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. વારણસીના આયુર્વેદિક હોસ્પિટલના અધિકારી વૈદ્ય પ્રશાંત મિશ્રાના જણાવ્યાં પ્રમાણે રોજ ભોજનમાં સિંધાલૂણ મીઠુંનો ઉપોગ કરવામાં આવે તો વાત, પિત્ત અને કફને લગતાં દોષ થતાં નથી. જેથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધવા લાગે છે અને કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે.

વૈદ્ય મિશ્રા જણાવે છે કે, સિંધાલૂણ મીઠુંનો સ્વાદ ખારો હોય છે પરંતુ ભોજન કર્યા બાદ તે શરીરમાં મધુર રસમાં બદલાઇ જાય છે. તેના આ ગુણના કારણે આ મીઠું અન્ય મીઠાથી સારું માનવામાં આવે છે. તેમાં તીખાસ અન્ય મીઠાથી ઓછી હોય છે. જેનાથી ભૂખ વધે છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે. આ મીઠાના ઉપયોગથી બ્લજ પ્રેશર અને પેટને લગતી પરેશાની થતી નથી. આ મીઠું હ્રદય રોગમાં રાહત આપનાર માનવામાં આવે છે.

ડાઇઝેશનમાં સુધારઃ-
તેના સેવનથી મેટાબોલિઝમનું લેવલ યોગ્ય જળવાયેલું રહે છે. તે શરીરમાં પાણીની યોગ્ય માત્રાને પણ જાળવી રાખે છે. તેનાથી બોડી હાઇડ્રેટ રહે છે, સાથે જ ડાઇઝેશન પણ યોગ્ય રહે છે. ભોજનમાં તેને સામેલ કરવાથી બ્લડ સર્કુલેશન પણ યોગ્ય રહે છે.

પોષક તત્વોથી ભરપૂરઃ-
આ મીઠામાં લગભગ 84 પોષત તત્વ હોય છે. તેમાં મેગ્નીશિયમ, કેલ્શિયમ વધારે માત્રામાં મળી આવે છે. તે તમારા હાડકા સાથે-સાથે શરીરના અનેક અંગો માટે પણ લાભદાયક રહે છે. શરીરના પોષક તત્વોની જરૂરિયાત હોય તો આ મીઠાનું સેવન કરવું જોઇએ.

તણાવ દૂર કરવામાં મદદગારઃ-
આ બોડી અને દિમાગને રિલેક્સ કરે છે. જેથી તણાવ, ચિંતા જેવી સમસ્યાઓ દૂર રહે છે. તેની એક ચૂટકી માત્રાથી ડાઇઝેશન યોગ્ય રહે છે. લોહીને લગતાં રોગ જેમાં મીઠું ખાવાની મનાઇ હોય છે તેમાં પણ સિંધાલૂણ મીઠુંનો ઉપયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો