તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બુધવાર, 30 ડિસેમ્બરે ભગવાન દત્તાત્રેયજીની જયંતી છે. અનુસૂઇયા અને અત્રિ ઋષિ દત્તાત્રેયના માતા-પિતા હતાં. દર વર્ષે માગશર મહિનાની પૂનમ તિથિએ ભગવાન દત્તાત્રેયની જયંતી ઊજવવામાં આવે છે. દત્તાત્રેયે પોતાના જીવનમાં 24 ગુરુ બનાવ્યાં હતાં. દત્તાત્રેયે આ ગુરુઓના માધ્યમથી આપણને સુખી જીવનના સૂત્ર જણાવ્યાં છે. જાણો આ ગુરુ કયા-ક્યા હતાં અને તેમની પાસેથી શું શીખવા મળી શકે છે....
➤ પૃથ્વી - સહનશીલતા અને પરોપકારની ભાવના પૃથ્વીથી શીખી શકીએ છીએ. પૃથ્વી પર લોકો અનેક પ્રકારના આઘાત કરે છે, અનેક પ્રકારના ઉત્પાત થતા હોય છે, અનેક પ્રકારના ખોદકામ કરવામાં આવે છે, પરંતુ પૃથ્વી દરેક આઘાતને પરોપકારની ભાવનાથી સહન કરે છે.
➤ પિંગલા વેશ્યા- પિંગલા નામની વેશ્યા પાસેથી દત્તાત્રેયજીએ શીખ લીધી હતી કે માત્ર પૈસા માટે જ જીવવું ન જોઈએ. પિંગલા માત્ર પૈસા પ્રાપ્ત કરવા માટે જ કોઈપણ પુરુષ તરફ એ દ્રષ્ટિએ જુએ છે કે તે ધની છે અને તેને ધન પ્રાપ્ત થશે. ધનની કામનામાં તે સૂઈ નથી શકતી. એક દિવસ પિંગલા વેશ્યાના મનમાં વૈરાગ્યનો ભાવ જાગ્યો ત્યારે તેને સમજાયું કે પૈસાથી જ નહીં પણ પરમાત્માનું ધ્યાન કરવામાં જ સાચું સુખ મળે છે, ત્યારે તેને શાંતિથી ઊંઘ આવી.
➤ કબૂતર- કબૂતરની જોડી જાળમાં ફસાયેલાં બચ્ચાઓને જોઈને પોતે પણ જાળમાં ફસાઈ જાય છે. તેનાથી એ શીખ લઈ શકાય છે કે કોઈની સાથે વધુ મોહ દુઃખનું કારણ બને છે.
➤ સૂર્ય- સૂર્ય પાસેથી દત્તાત્રેયજીએ શીખ લીધી હતી કે તે એક જ હોવા છતાં પણ સૂર્ય અલગ-અલગ માધ્યમોથી અલગ-અલગ દેખાય છે. આત્મા પણ એક જ છે, પરંતુ અનેક રૂપમાં તે જોવા મળે છે.
➤ વાયુ- જે પ્રકારે સારી કે ખરાબ જગ્યાએ ગયા પછી પણ વાયુ મૂળ રૂપ સ્વચ્છ જ રહે છે. એ જ રીતે સારા કે ખરાબ લોકોની સાથે રહેવા છતાં પણ આપણે પોતાની ઈચ્છાઈ(સારાપણું) છોડવી ન જોઈએ.
➤ હરણ - હરણ ઊછળ-કૂદ, મોજ-મસ્તીમાં એટલું ખોવાઈ જાય છે કે તેને પોતાની આસપાસ સિંહ કે બીજા કોઈ હિંસક જાનવર હોવાનો આભાસ જ નથી થઈ શકતો અને તે માર્યું જાય છે, તેનાથી એ શીખી શકાય છે કે આપણે ક્યારેય મોજ-મસ્તીમાં લાપરવાહ ન બનવું જોઈએ.
➤ સમુદ્ર - જીવનના ઊતાર-ચઢાવમાં પણ ખુશ અને ગતિશીલ રહેવું જોઈએ.
➤ પતંગિયું- જે રીતે પતંગિયું આગ તરફ આકર્ષિત થઈને બળી જાય છે. એ જ રીતે રૂપ-રંગથી આકર્ષિત અને જૂઠાં મોહમાં ગુંચવાવવું ન જોઈએ.
➤ હાથી - હાથી-હથનીના સંપર્કમાં આવતાની સાથે જ તેની પ્રત્યે આસક્ત થઈ જાય છે. હાથીથી એ શીખી શકાય છે કે સંન્યાસી અને તપસ્વી પુરુષે સ્ત્રીથી ખૂબ જ દૂર રહેવું જોઈએ.
➤ આકાશ- દત્તાત્રેયજીને આકાશથી એ શીખ લીધી કે દેશ, કાળ, પરિસ્થિતિઓ સાથેના લગાવથી દૂર રહેવું જોઈએ.
➤ જન્મ- દત્તાત્રેયજીએ પાણીથી એ શીખ લીધી કે આપણે પાણીની જેમ સદૈવ પવિત્ર રહેવું જોઈએ.
➤ મધપૂડામાંથી મધ કાઢનાર- મધુમાખીઓ મધ એકઠું કરે છે અને એક દિવસ મધપૂડામાં મધ કાઢનારા બધું મધ લઈ જાય છે. આ વાતથી એ શીખી શકાય છે કે જરૂરિયાતથી વધુ વસ્તુઓ એકઠી કરીને ન રાખવી જોઈએ.
➤ માછલી- આપણે સ્વાદનો લોભ ન રાખવો જોઈએ. માછલી કોઈ કાંટામાં ફસાયેલાં માંસના ટુકડાંને ખાવા માટે ચાલી આવે છે અને અંતે પ્રાણ ખોઈ બેસે છે. આપણે સ્વાદનો એટલો વધુ મોહ ન રાખવો જોઈએ, એવું જ ભોજન કરો જે સ્વાસ્થ્ય માટે સારું હોય.
➤ કુરર (ટિડોડી-ક્રોંચ)- કુરરથી શીખવું જોઈએ કે વસ્તુઓને પાસે રાખવાનું છોડવું જોઈએ. કુરર પક્ષી માંસનાં ટુકડાને ચાંચમાં દબાવીને રાખે છે, પરંતુ તેને ખાતું નથી. જ્યારે બીજા બળવાન પક્ષી તે માંસના ટુકડાંને જુએ છે તો કુરર પાસેથી છીનવી લે છે. માંસનો ટુકડો છો઼ડ્યાં પછી જ કુરરને શાંતિ મળે છે.
➤ બાળક- નાના બાળકથી શીખ મળે છે કે હંમેશાં ચિંતામુક્ત અને પ્રસન્ન રહેવું જોઈએ.➤ આગ- આગથી દત્તાત્રેયજીએ શીખ લીધી હતી કે ગમે તેવી સ્થિતિ હોય, આપણે એ સ્થિતિઓમાં ઢળી જવું જોઈએ. આગ અલગ-અલગ લાકડાઓની વચ્ચે રહેવાં છતાં પણ એક જ જેવી નજર આવે છે. આપણે પણ દરેક સ્થિતિમાં એક જેવા જ રહેવું જોઈએ.
➤ ચંદ્ર- આત્મા લાભ-હાનિથી પર હોય છે. એવી જ રીતે ઘટવા-વધવા છતાં પણ ચંદ્રની ચમક અને શીતળતા બદલાતી નથી, હંમેશાં એક-જેવી જ રહે છે. આત્મા પણ કોઈ પણ પ્રકારના લાભ-હાનિથી બદલાતી નથી.
➤ કુંવારી કન્યા- કુંવારી કન્યાથી એ શીખવું જોઈએ કે એકલાં રહીને પણ કામ કરતાં રહેવું જોઈએ અને આગળ વધતાં રહેવું જોઈએ. દત્તાત્રેયજીએ એક કુંવારી કન્યા જોઈ જે ધાન્ય કૂટી રહી હતી. ધાન કૂટતી વખતે તે કન્યા બંગડીઓનો અવાજ કરી રહી હતી. બહાર મહેમાન બેઠાં હતાં, જેમને બંગડીઓના અવાજથી પરેશાની થઈ રહી હતી. ત્યારે તે કન્યાએ બંગડીઓ જ તોડી નાખી અને હાથમાં બસ એક-એક બંગડી રહેવાં દીધી. ત્યારબાદ કન્યાએ અવાજ કર્યા વગર ધાન્ય કૂટ્યું. આપણે પણ બીજાને પરેશાન કર્યા વગર જ શાંત રહીને કામ કરતાં રહેવું જોઈએ.
➤ શરકૃત કે તીર બનાવનારો- અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશમાં રાખવું જોઈએ. દત્તાત્રેયજીને એક તીર બનાવનારો જોયો જે તીર બનાવવામાં એટલો મગ્ન હતો કે તેની પાસેથી રાજાની સવારી નિકળી ગઈ, પરંતુ તેનું ધ્યાન ભંગ થયું ન હતું.
➤ સાપ- દત્તાત્રેયજીએ સાપથી શીખ લીધી હતી કે કોઈપણ સંન્યાસીને એકલાં જ જીવન વ્યતીત કરવું જોઈએ. સાથે જ, ક્યારેય એક જગ્યાએ રોકાઈને ન રહેવું જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએથી જ્ઞાન એકત્ર કરવું જોઈએ અને જ્ઞાન વહેંચતાં રહેવું જોઈએ.
➤ કરોળિયો- કરોળિયા પાસેથી દત્તાત્રેયજીએ શીખ લીધી કે ભગવાન માયા જાળ રચે છે અને તેને સમાપ્ત પણ કરી દે છે. એ જ રીતે કરોળિયો પોતે જાળ બનાવે છે અને તેમાં જ વિચરણ કરે છે અને અંતે તે પોતે જ તેને ગળી જાય છે. એ જ પ્રકારે ભગવાનની માયાથી સૃષ્ટિની રચના કરે છે અને અંતે પોતે જ સમેટી લે છે.
➤ ભૃંગી કીડો(ભમરી)- આ કીડાથી દત્તાત્રેયજીએ શીખ લીધી કે સારા હોય કે ખરાબ, જ્યાં જેવા વિચારોથી મન લગાવશો, મન એવું જ થઈ જાય છે.
➤ ભમરો કે મધમાખી- ભમરાથી દત્તાત્રેયજીને એ શીખ લીધી કે જ્યાં પણ સાર્થક વાત શીખવા મળે તેને ગ્રહણ કરી લેવી જોઈએ. જે પ્રકારે ભમરો કે મધમાખી અલગ-અલગ ફૂલોથી પરાગ લઈ લે છે.
➤ અજગર- અજગર પાસેથી દત્તાત્રેયજીએ શીખ હતી કે આપણે જીવનમાં સંતોષી બનવું જોઈએ. જે મળી જાય, તેનો ખુશી-ખુશી સ્વીકાર કરવો જોઈએ.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.