પર્વ:મંગળવારે દત્ત પૂર્ણિમાઃ બુધવારથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થશે, આ દિવસે નદીમાં સ્નાન અને દાન કરવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થશે, આ સમયગાળામાં સૂર્ય પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે

આ વર્ષે માગશર મહિનાની પૂનમ બે દિવસ રહેશે. મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ દત્ત પૂર્ણિમા અને બુધવાર, 30 ડિેસેમ્બરના રોજ સ્નાન-દાનની પૂર્ણિમા રહેશે. પ્રાચીન સમયમાં આ પૂર્ણિમાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સંયુક્ત અવતાર દત્ત ભગવાન પ્રકટ થયાં હતા. અનસૂઇયા તેમની માતા અને અત્રિ ઋષિ તેમના પિતા હતાં. આ પૂર્ણિમાએ ભગવાન દત્તાત્રેયની વિશેષ પૂજા કરવી જોઇએ. તે પછી 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે.

પૂર્ણિમાએ કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઇએ. સ્નાન પછી સૂર્યને જળ અર્પણ કરો અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની શક્તિ પ્રમાણે ધન અને અનાજનું દાન કરો.

દર મહિનાની પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પણ પરંપરા છે. ભગવાનની કથા કરો. કેળા અને હલવાનો ભોગ ધરાવો. સાથે જ, ખોટું બોલશો નહીં તેવો સંકલ્પ લો. ક્યારેય ભગવાનના પ્રસાદનો અનાદર ન કરો.

આ તિથિએ શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીલીપાન અને ધતૂરો ચઢાવો. મીઠાઈનો ભોગ ધરાવો.

31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ રહ્યો છે. આ દિવસોમાં સૂર્ય ભગવાનની પૂજા વિશેષ રૂપથી કરવી જોઇએ. રોજ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.

હાલ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે. આ કારણે આ દિવસોમાં ભોજનની ગરમ વસ્તુઓનું સેવન કરો. તલ-ગોળ ખાવા અને રોજ સવારે થોડીવાર સૂર્યના પ્રકાશમાં બેસવું. તેલ માલિશ કરો. આ વાતનું ધ્યાન રાખવાથી સિઝનલ બીમારીઓથી બચી શકાય છે.