નવરાત્રિ:સતી માતા પિતા દક્ષના યજ્ઞમાં જવા ઇચ્છતા હતાં, શિવજીએ ના પાડી તો દેવીને ગુસ્સો આવ્યો અને દસ મહાવિદ્યાઓ પ્રગટ થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શારદીય નવરાત્રિની છેલ્લી તિથિ મહાનોમ 14 ઓક્ટોબરના રોજ છે. નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ખાસ પૂજા કરવામાં આવે છે. આ સિવાય દેવી માતાના થોડાં ભક્ત દસ મહાવિદ્યાઓ માટે સાધના કરે છે. મહાવિદ્યાઓ દેવી સતીના ગુસ્સાથી પ્રગટ થઈ હતી. તેમની સાધનાઓ ખૂબ જ સાવધાની સાથે કરવી જોઈએ, જો નાની ભૂલ પણ થઈ જાય તો સાધનાની ઊંધી અસર પણ ભક્તો ઉપર થઈ શકે છે. એટલે યોગ્ય બ્રાહ્મણ અને જાણકાર વ્યક્તિની મદદથી આ મહાવિદ્યાઓને લગતી સાધનાઓ કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દસ મહાવિદ્યાઓની ઉત્પત્તિ દેવી સતીના ગુસ્સાથી થઈ હતી. આ અંગે કથા પ્રચલિત છે કે દેવી સતીના પિતા પ્રજાપતિ દક્ષ એક યજ્ઞ કરી રહ્યા હતાં, આ યજ્ઞમાં શિવજી સિવાય બધા દેવી-દેવતા, ઋષિ મુનિ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. જ્યારે આ વાત દેવી સતીને જાણ થઈ ત્યારે તેઓ પણ યજ્ઞમાં જવા માટે તૈયાર થઈ ગયા અને શિવજી પાસે ત્યાં જવાની મંજૂરી માગી. શિવજીએ કહ્યું કે આમંત્રણ વિના તેમણે યજ્ઞમાં જવું જોઈએ નહીં.

સતીએ કહ્યું કે પિતાને જવા માટે કોઈ આમંત્રણની જરૂરિયાત નથી. શિવજીએ દેવીને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી કે આમંત્રણ વિના કોઈના ઘરે જવું યોગ્ય નથી, પરંતુ દેવી સતી માન્યા નહીં. શિવજી સતત ત્યાં જવાની ના પાડી રહ્યા હતાં, જેથી દેવી ગુસ્સે થઈ ગયા અને ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું.

શિવજી દેવીને ગુસ્સામાં જોઈને ત્યાંથી જવા લાગ્યાં ત્યારે દસેય દિશાઓમાંથી માતા સતીના દસ વિવિધ સ્વરૂપ પ્રગટ થઈ ગયાં. આ દસ સ્વરૂપોને જ દસ મહાવિદ્યા કહેવામાં આવે છે. તે પછી શિવજીએ ના પાડી હોવા છતાંય દેવી સતી પિતા દક્ષને ત્યાં યજ્ઞમાં સામેલ થવા માટે પહોંચી ગયાં.

યજ્ઞ સ્થળે પ્રજાપતિ દક્ષે પુત્રી સતી સામે શિવજીનું અપમાન કર્યું ત્યારે દેવી સતીથી તે સહન થયું નહીં અને યજ્ઞ કુંડમાં કૂદીને દેહ ત્યાગ કર્યો. તે પછી દેવી માતાએ પર્વત રાજ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપમાં જન્મ લીધો. દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું અને તપથી પ્રસન્ન થઈને શિવજીએ દેવી પાર્વતી સાથે લગ્ન કર્યાં.

દસ મહાવિદ્યાઓ-

  • કાળી, તારા, ત્રિપુરાસુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરાભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા
  • આ દસ મહાવિદ્યાઓના ત્રણ સમૂહ છે. પહેલાં સમૂહમાં સોમ્ય પ્રકૃતિની દેવીઓ છે- ત્રિપુરાસુંદરી, ભુવનેશ્વરી, માતંગી, કમલા
  • બીજા સમૂહમાં ઉગ્ર પ્રકૃતિની દેવીઓ છે- કાળી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી
  • ત્રીજા સમૂહમાં સૌમ્ય-ઉગ્ર પ્રકૃતિની દેવીઓ છે- તારા અને ત્રિપુરાભૈરવી
અન્ય સમાચારો પણ છે...