તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • During Teej Festival Gupta Navratri, The Day Of Bath Donation And Ancestor Worship, Will Be On July 16, The Festival Of Karka Sankranti

તિથિ-તહેવાર:ગુપ્ત નોરતા દરમિયાન સ્નાન-દાન અને પિતૃ પૂજાનો દિવસ, 16 જુલાઈએ કર્ક સંક્રાંતિ પર્વ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી દેવી પૂજા અને અન્ય શુભ કાર્યોનું વિશેષ ફળ મળશે

11 જુલાઈ, રવિવાર એટલે આજે અષાઢ નોરતા શરૂ થઈ ગયા છે. જે 18 તારીખ સુધી રહેશે. આ વખતે સાતમ તિથિનો ક્ષય થઈ રહ્યો છે. પંચાંગ ભેદ થવાથી થોડા વિદ્વાન છઠ્ઠ તિથિનો ક્ષય માની રહ્યા છે. આ કારણે ગુપ્ત નોરતા 8 દિવસ જ રહેશે. આ દિવસોમાં દસ મહાવિદ્યાઓના સ્વરૂપમાં દેવી પૂજા કરવામાં આવશે. નોરતા દરમિયાન સૂર્ય કર્ક રાશિમાં આવી જવાથી દક્ષિણાયન પણ શરૂ થઈ જશે. પરંતુ આ દિવસોમાં પ્રોપર્ટી અને રિયલ અસ્ટેટમં રોકાણ સાથે જ દરેક પ્રકારની ખરીદદારી અને લેવડ-દેવડ કરવામાં આવી શકે છે. દક્ષિણાયનમાં માત્ર માંગલિક કાર્યોની મનાઈ હોય છે.

સાતમ તિથિએ સૂર્ય સંક્રાંતિઃ-
આ નોરતા દરમિયાન 16 જુલાઈએ સાતમ તિથિમાં સૂર્ય રાશિ બદલીને કર્કમાં પ્રવેશ કરશે. આ દિવસે કર્ક સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. આ સૂર્ય પર્વમા તીર્થ સ્નાન અને દાન સાથે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાની પણ પરંપરા છે. આવું કરવાથી ક્યારેય પૂર્ણ ન થતું અનેક ગણું પુણ્ય મળે છે. આ દિવસથી દક્ષિણાયન શરૂ થઈ જશે. ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં આવે છે ત્યારથી દક્ષિણાયન એટલે દેવતાઓની રાતનો સમય શરૂ થાય છે. આ દરમિયાન માંગલિક કામ કરવામાં આવતા નથી.

હાલ અષાઢ મહિનાના નોરતા શરૂ થઈ ગયા છે. 17 જુલાઈએ મહાઅષ્ટમી રહેશે. નવ દિવસોમાં દેવી મંદિર અને ઘરમાં શ્રદ્ધાળુઓ માતા દુર્ગા કાળીના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરશે.
હાલ અષાઢ મહિનાના નોરતા શરૂ થઈ ગયા છે. 17 જુલાઈએ મહાઅષ્ટમી રહેશે. નવ દિવસોમાં દેવી મંદિર અને ઘરમાં શ્રદ્ધાળુઓ માતા દુર્ગા કાળીના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરશે.

આસો-ચૈત્રમા પ્રકટ અને અષાઢ-
મહામાં ગુપ્ત નોરતાઃ-પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 11 જુલાઈથી એટલે આજથી ગુપ્ત નોરતા શરૂ થઈ ગયા છે. વર્ષમાં ચાર નોરતા આવે છે. તેમાં 2 પ્રકટ અને બે ગુપ્ત નોરતા હોય છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે આસો અને ચૈત્ર મહિનામાં પ્રકટ, અષાઢ અને મહા મહિનામાં ગુપ્ત નોરતા હોય છે. હાલ અષાઢ મહિનાના નોરતા શરૂ થઈ ગયા છે. 17 જુલાઈએ મહાઅષ્ટમી રહેશે. નવ દિવસોમાં દેવી મંદિર અને ઘરમાં શ્રદ્ધાળુઓ માતા દુર્ગા કાળીના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરશે. દુર્ગા સપ્તશતીના પાઠ અને અન્ય ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવી શકે છે.

દસ મહાવિદ્યાઓની પૂજાઃ-
અષાઢ નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓ સ્વરૂપમાં દેવીની પૂજા થશે. તેમના નામ માતા કાળી, તારા, માતંગી, ધૂમાવતી, ત્રિપુર સુંદરી, ભૈરવી, છિન્નમસ્તા, કમલા અને ભુવનેશ્વરી છે. ગુપ્ત નોરતામાં તેમના બીજ મંત્રનો જાપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. તે પછી 18 જુલાઈ, રવિવારે ભડલી નોમના દિવસે નવરાત્રિનો છેલ્લો દિવસ રહેશે.