શક્તિપૂજાના ખાસ દિવસ:13મીએ દુર્ગાષ્ટમી અને મહાનોમ 14 ઓક્ટોબરે, આ તિથિઓમાં દેવીની ખાસ આરાધના અને કન્યા પૂજા કરવાની પરંપરા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 થી 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતી કન્યાઓની પૂજા કરવાની પરંપરા, કન્યા પૂજાથી સુખ-સમૃદ્ધિ વધે છે

મહાષ્ટમી અને નોમના દિવસે દેવીનું સ્વરૂપ માનીને કન્યાઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે કન્યાઓની પૂજા સાથે ભોજન કરાવવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે. તેનાથી ભક્તોને સુખ-સમૃદ્ધિનું વરદાન મળે છે. નવ કન્યાઓને નવ દેવીઓનું સ્વરૂપ માનીને પૂજા કર્યા પછી જ નવરાત્રિ વ્રત પૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિની આઠમ અને નોમના દિવસે હવન અને દેવીની મહાપૂજા કરવાની પરંપરા છે.

ધર્મગ્રંથો પ્રમાણે કન્યા પૂજન માટે દુર્ગાષ્ટમી અને નોમનો દિવસ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. આ દિવસે એવી કન્યાઓની પૂજા કરવી જોઈએ. જેમની ઉંમર 2 થી 10 વર્ષ સુધની હોય. આ કન્યાઓની સંખ્યા ઓછામાં ઓછી 9 તો હોવી જ જોઈએ અને એક બાળક પણ હોવું જોઈએ જેને હનુમાનજી કે ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે.

2 થી 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતી કન્યાઓની પૂજા કરવાની પરંપરા, કન્યા પૂજાથી સુખ-સમૃદ્ધિ વધે છે
2 થી 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતી કન્યાઓની પૂજા કરવાની પરંપરા, કન્યા પૂજાથી સુખ-સમૃદ્ધિ વધે છે

કન્યા પૂજનના નિયમ-
મહાષ્ટમી અને નોમના દિવસે કન્યા પૂજનના થોડા નિયમ શ્રીમદ્ દેવીભાગવતમાં જણાવવામાં આવ્યાં છે. જેના પ્રમાણે એક વર્ષની કન્યાને બોલાવવામાં આવતી નથી, કેમ કે તે કન્યા ગંધ ભોગ વગેરેના સ્વાદથી બિલકુલ અજાણ રહે છે એટલે 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવામાં આવે છે.

કન્યા પૂજાથી સુખ-સમૃદ્ધિ વધે છે-
કન્યાઓને બોલાવ્યાં પછી તેમની પૂજા કરવી જોઈએ. પછી બધાને ખીર કે હલવો-પુરી સાથે અન્ય વસ્તુઓ ખવડાવવી જોઈએ. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવવા અને તેમના પગના અંગૂઠાની પૂજા કરો. આ પૂજામાં કંકુ, ચંદન, ફૂલ અને ચોખાનો ઉપયોગ કરો. પછી કન્યાઓની આરતી કરો અને શ્રદ્ધા પ્રમાણે તેમને દક્ષિણા, ફળ અને વસ્ત્ર દાન કરો. તે પછી કન્યાઓને પ્રણામ કરીને વિદાય આપો. કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ધન અને ઉંમર વધે છે. ત્યાં જ, વિદ્યા અને સુખ-સમૃદ્ધિ પણ મળે છે.

કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે
કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે

કઈ ઉંમરની કન્યાઓને કઈ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે-
બે વર્ષની કન્યાઓને કુમારિકા કહેવામાં આવે છે અને તેમની પૂજાથી આયુષ્ય અને બળ વધે છે. ત્રણ વર્ષની કન્યાઓને ત્રિમૂર્તિ કહેવાય છે, તેમની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. ચાર વર્ષની કન્યાઓને કલ્યાણી કહેવામાં આવે છે. તેમની પૂજાથી લાભ મળે છે. પાંચ વર્ષની કન્યાઓ રોહિણી હોય છે તેમની પૂજાથી શારીરિક સુખ મળે છે.

6 વર્ષની કન્યાઓની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. તેમને કાલિકાનું સ્વરૂપ માનવામાં આવે છે. સાત વર્ષની કન્યાને ચંડિકા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સંપન્નતા અને ઐશ્વર્ય મળે છે. આઠ વર્ષની કન્યા દેવી શાંભવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની પૂજાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. નવ વર્ષની કન્યા દુર્ગા હોય છે. તેમની પૂજા કરવાથી દરેક કામમાં સફળતા મળે છે. ત્યાં જ, 10 વર્ષની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

અન્ય સમાચારો પણ છે...