બે ઋતુઓ વચ્ચે નવરાત્રિનો પર્વ ઉજવાય છે:ઋતુમાં પરિવર્તનનાં કારણે જો આ સમયે ઉપવાસ કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, અને ધ્યાન કરવાથી મન શાંત થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચૈત્ર નવરાત્રી 22 માર્ચ એટલે કે બુધવારથી શરૂ થઈ રહી છે. આ માં દુર્ગાની આરાધનાનો પર્વ છે, આ દિવસોમાં કરવામાં આવતા ઉપવાસથી ધર્મની સાથે સ્વાસ્થ્ય ,માટે પણ લાભદાયી છે . નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. આ પર્વ ભક્તિની સાથે સાથે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ સાથે સંબંધિત છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, બે નવરાત્રિ ગુપ્ત છે અને બે સામાન્ય છે. ગુપ્ત નવરાત્રિમાં ભક્તો દસ મહાવિદ્યાઓ માટે વિશેષ આચરણ કરે છે. તે ખૂબ જ અઘરી હોય છે, અને તેમના નિયમો ઘણા બધા છે. તે મહા અને અષાઢ મહિનામાં આવે છે. બીજી બે નવરાત્રીઓ આસો અને ચૈત્ર મહિનામાં આવે છે. આ બે નવરાત્રીઓમાં ભક્તો ઉપવાસ કરે છે, માતાની પૂજા કરે છે. સામાન્ય નવરાત્રિ દરમિયાન પણ માતાની પૂજા સરળ રીતે કરી શકાય છે.

માતાજીની પૂજાનો આ તહેવાર ધર્મની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખાસ છે

હવે શિયાળાની ઋતુ પૂરી થઈ રહી છે અને ઉનાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે. બે ઋતુના સંગમ દરમિયાન શરદી અને ફ્લૂ, તાવ, પેટ અને ત્વચા સંબંધિત રોગો જેવા ઋતુજન્ય રોગો થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આ સમય દરમિયાન, ખોરાક અને જીવનશૈલીમાં કરવામાં આવેલા સકારાત્મક ફેરફારોને કારણે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આપણે ઋતુજન્ય રોગોથી બચી જઈએ છીએ.

ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે

આયુર્વેદમાં રોગને ઠીક કરવાની એક વિદ્યા લંઘન છે, જેમાં નિરાહાર રહેવાની સલાહ આપવામાં આવે છે. નવરાત્રિમાં નિરાહાર રહેવું પડે છે એટલે આ દિવસોમાં વ્રત કરવામાં આવે છે, અનાજનો ત્યાગ કરવામાં આવે છે અને ફળનું સેવન કરવામાં આવે છે. આ કારણે પાંચન તંત્રને આરામ મળે છે અને પેટને લગતી અનેક સમસ્યાઓ અટકે છે

ધ્યાન કરવાથી મન શાંત થાય છે

નવરાત્રિમાં નવે-નવ દિવસ સુધી પૂજા-પાઠ કરવાની પરંપરા છે. ઘણાં લોકો નવરાત્રિમાં મંત્રજાપ અને ધ્યાન કરે છે. જો આપણે અનાજનું સેવન કરીએ છીએ તો આળસ વધે છે અને પૂજા-પાઠમાં મન લાગતું નથી. એકાગ્રતા રહેતી નથી. આ કારણે નવરાત્રિના દિવસોમાં અનાજનો ત્યાગ કરવામાં આવે છે અને શરીરને ઊર્જા મળે છે, માટે ફળ અને દૂધનું સેવન સીમિત માત્રામાં કરવામાં આવે છે. આવું કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળતી રહે છે અને ભક્ત સંપૂર્ણ એકાગ્રતા સાથે પૂજા-પાઠ કરી શકે છે.