ઉત્તરાખંડની શક્તિપીઠ:સુરકંડા દેવી મંદિરમાં પ્રસાદ સ્વરૂપે ઔષધિ મળે છે, અહીં દેવી સતીનું માથું પડ્યું હતું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 51 શક્તિપીઠમાં એક આ દેવી મંદિર સુરકુટ પર્વત ઉપર છે, લગભગ 10,000 ફૂટની ઊંચાઈએ આ તીર્થ છે

ઉત્તરાખંડના ટિહરી જનપદ સ્થિત જૌનપુરના સુરકુટ પર્વત ઉપર સુરકંડા દેવીનું મંદિર છે. આ તીર્થ લગભગ 10,000 ફૂટની ઊંચાઈએ કનતાલથી લગભગ 8 કિમી દૂર છે. સમુદ્રતળથી તેની ઊંચાઈ લગભગ ત્રણ હજાર મીટર માનવામાં આવે છે. સુરકંડા દેવીના મંદિરનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ મળે છે. આ મંદિર 51 શક્તિપીઠમાંથી એક છે. આ મંદિરમાં દેવી કાળીની પ્રતિમા સ્થાપિત છે. નવરાત્રિમાં અહીં દર્શનનું વિશેષ મહત્ત્વ છે. સ્થાનિક લોકોના જણાવ્યાં પ્રમાણે નવરાત્રિમાં દેવી કાળીની પૂજા અને દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

51 શક્તિપીઠમાંથી આ એક તીર્થ-
સુરકંડા દેવી એક પ્રાચીન મંદિર છે. આ મંદિર દેવી દુર્ગાને સમર્પિત છે જે નવ દેવીના સ્વરૂપોમાંથી એક છે. આ મંદિર 51 શક્તિપીઠમાંથી એક છે. આ મંદિરમાં દેવી કાળીની પ્રતિમા સ્થાપિત છે. મંદિર પરિસર સામે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી એટલે ચારેય ધામના પહાડો જોવા મળી શકે છે. આ એક એવું દૃશ્ય છે જે દુર્લભ કહી શકાય છે. આ જ પરિસરમાં ભગવાન શિવ અને હનુમાનજીને સમર્પિત મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે, નવરાત્રિ અને ગંગા દશેરાના અવસરે આ મંદિરમાં દેવીના દર્શનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

51 શક્તિપીઠમાં એક આ દેવી મંદિર સુરકુટ પર્વત ઉપર છે, લગભગ 10,000 ફૂટની ઊંચાઈએ આ તીર્થ છે
51 શક્તિપીઠમાં એક આ દેવી મંદિર સુરકુટ પર્વત ઉપર છે, લગભગ 10,000 ફૂટની ઊંચાઈએ આ તીર્થ છે

અહીં દેવી સતીનું માથું પડ્યું હતું-
પૌરાણિક કથાઓ પ્રમાણે, દેવી સતીએ તેમના પિતા દક્ષેસ્વર દ્વારા કરેલાં યજ્ઞ કુંડમાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, ત્યારે ભગવાન શંકરે દેવી સતીના મૃત શરીરને લઇને આખા બ્રહ્માંડના ચક્કર લગાવી રહ્યા હતાં. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને 51 ભાગમાં વિભાજિત કરી દીધા, જેમાં સતીનું માથું આ જગ્યાએ પડ્યું હતું. એટલે આ તીર્થને શ્રી સુરકંડા દેવી મંદિર કહેવામાં આવે છે. સતીના શરીરના ભાગ જે-જે સ્થાને પડ્યાં હતાં તે સ્થાનોને શક્તિપીઠ કહેવામાં આવે છે.

ઔષધિ પાનનો પ્રસાદ-
સુરકંડા દેવી મંદિરની એક ખાસ વિશેષતા એ પણ છે કે, ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતી રૌંસલી(પારિજાત)ના પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ પાનથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ક્ષેત્રમાં તેને દેવવૃક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે આ વૃક્ષના લાકડાને ઘર બનાવવામાં કે અન્ય વ્યવસાયિક ઉપયોગમાં લેવામાં આવતાં નથી.