દુર્વાસાએ દેવરાજ ઈન્દ્રને આપ્યો શ્રાપ:સાધુ-સંતોનું અપમાન ન કરો, અહંકારથી બચજો નહીંતર જીવન બરબાદ થઈ શકે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવરાજ ઈન્દ્રના ઘમંડને લીધે દુર્વાસા ઋષિએ ઈન્દ્રને શ્રાપ આપ્યો હતો. દુર્વાસાના શ્રાપને કારણે જ ઈન્દ્ર અસુરો સાથેનું યુદ્ધ હારી ગયા અને અસુરોએ સ્વર્ગ પર અધિકાર કરી લીધો હતો. ઘમંડ એક એવી બુરાઈ છે, જેના કારણે કોઈપણ વ્યક્તિનું જીવન બરબાદ થઈ શકે છે. આ અનિષ્ટ(બુરાઈ)ને જેમ-બને તેમ જલ્દીથી છોડી દેવું જોઈએ. જાણો દુર્વાસા ઋષિ અને દેવરાજ ઈન્દ્ર સાથે જોડાયેલી કથા....

દુર્વાસા ઋષિ પોતાના ગુસ્સાને લીધે ખૂબ જ પ્રસિદ્ધ હતાં. નાની-નાની બાબતો પર તેઓ ગુસ્સે થઈ જતા અને તેઓ સામેવાળાને શ્રાપ આપી દેતાં હતાં. એકવાર દુર્વાસા ઋષિ ક્યાંક જઈ રહ્યાં હતાં, તેમની પાસે એક દિવ્ય માળા હતી. એ સમયે દેવરાજ ઈન્દ્ર દુર્વાસાની સામે આવી રહ્યાં હતાં, બંનેએ એક-બીજાને જોયાં. ઈન્દ્ર પોતાના ઐરાવત હાથી ઉપર સવાર હતાં.

દુર્વાસા ઋષિએ વિચાર્યું કે આ માળા મારા કોઈ કામની નથી, આ ઈન્દ્રને આપી દઉ છું. એમ વિચારીને દુર્વાસાએ તે માળા ઈન્દ્રેને ભેટ આપી દીધી.

દેવરાજ ઈન્દ્રએ દુર્વાસ મુનિ પાસે માળા લઈ લીધી, પરંતુ પછી વિચાર્યું કે હું તો રાજા છું. આ મળાનું હું શું કરું, મારી પાસે તો આમેય અનેક દિવ્ય આભૂષણો છું. ઈન્દ્રને પોતે રાજા હોવાનો અહંકાર પણ હતો. ઈન્દ્રએ તે માળા પોતાના હાથી ઐરાવત ઉપર નાખી દીધી.

હાથીએ એ માળાને સૂંઢમાં લઈ લીધી અને જમીન ઉપર ફેંકીને પગથી કચડી નાખી. આ જોઈને દુર્વાસ ઋષિએ ગુસ્સો આવી ગયો. દુર્વાસએ ઈન્દ્રને શ્રાપ આપતા કહ્યું કે ઈન્દ્ર તુ અહંકારી છે, હું તને શ્રાપ આપું છું કે તારો સ્વર્ગ પર અધિકાર ચાલ્યો જાય, તારી માન-પ્રતિષ્ઠા સમાપ્ત થઈ જાય, તું શ્રીહીન બની જાય.

દુર્વાસાના શ્રાપને લીધે દેવરાજ ઈન્દ્ર અસુરો સામે થયેલાં યુદ્ધમાં હારી ગયા અને અસુરોએ સ્વર્ગ પર અધિકાર કરી લીધો. અસુરોથી હારીને બ્રહ્માજીની પાસે પહોંચ્યા. બ્રાહ્માજીએ ઈન્દ્રને કહ્યું કે આ બધુ તારા ઘમંડને લીધે થયું છે. ઘમંડમાં તે દુર્વાસા ઋષિનું અપમાન કરી નાખ્યું અને તને આજે આ દિવસ જોવા પડી રહ્યાં છે.

પ્રસંગની શીખ

આ કથાની શીખ એ છે કે વ્યક્તિએ ક્યારેય પર ઘમંડ ન કરવો જોઈએ. ઘમંડને લીધે ઈન્દ્રનો વૈભવ સમાપ્ત થઈ ગયો હતો. રાવણ, દુર્યોધનનું આખું કુળ નષ્ટ થઈ ગયું હતું. આ બુરાઈને જેમ-બને તેમ ઝડપથી છોડી દેવી જોઈએ.