તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:પોતાનો સારો સ્વભાવ બીજાને કારણે ના બદલો, જેવા છો તેવા જ રહો

14 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: પ્રાચીન સમયે એક રાજાને હીરા ખરીદવાનો ઘણો શોખ હતો. એક દિવસ તેના દરબારમાં હીરાનો મોટો વેપારી આવ્યો. વેપારીએ દરબારમાં એક સરખા હીરા મૂક્યા અને કહ્યું, આ બંને હીરામાં એક અસલી છે અને એક નકલી છે. તમારા દરબારમાં મોટા-મોટા પારખી છે, રાજા તમે સ્વયં આ હીરા પારખી શકો છો. શું તમારા દરબારમાંથી કોઈ વ્યક્તિ આમાંથી સાચા હીરાને ઓળખી શકે છે?

બંને હીરા એક જેવા જ દેખાતા હતા. આકાર પણ સરખો જ હતો. દરબારીઓએ દૂરથી જ હીરા જોયા, પરંતુ કોઈ આગળ ના આવ્યું. રાજાને પણ ખબર ના પડી કયો હીરો અસલી છે અને કયો નકલી છે? તે સમયે દરબારમાં એક વૃદ્ધ હાજર હતા, તેઓ અંધ હતા. વૃદ્ધ આગળ આવ્યા અને બંને હીરા હાથમાં લઈને ધ્યાનથી પરખ્યા.

અંધ વ્યક્તિએ એક હીરો નીચે મૂકી દીધો અને બીજો હીરો વેપારીના હાથમાં આપ્યો. વેપારી અંધ વ્યક્તિથી ઘણો ખુશ થયો અને કહ્યું, જોરદાર કહેવાય, જેમને દેખાતું નથી, તેમ છતાં અસલી હીરો આરામથી ઓળખી લીધો.

રાજાએ અંધ વ્યક્તિને પૂછ્યું, તમે સાચો હીરો કેવી રીતે ઓળખ્યો?

અંધ વ્યક્તિ બોલી, રાજા, એકદમ સરળ વાત છે. અસલી હીરાની આજુબાજુ વાતાવરણની ઠંડી કે ગરમીની અસર થતી નથી, તે પોતાના સ્વભાવમાં જ રહે છે. હીરો પ્રકૃતિથી પોતાનું અલગ સંતુલન બનાવી રાખે છે. તેના પર વાતાવરણની અસર થતી નથી.

બોધપાઠ: અંધ વ્યક્તિએ આપણને શીખ આપી કે, આપણે હીરાની જેમ રહેવું જોઈએ. બીજાને કારણે ગુસ્સો કરીએ છીએ, આપણો કંટ્રોલ ગુમાવીએ છીએ. બીજા લોકો કહે છે, તેવું કરીએ છીએ. આવું ના કરવું જોઈએ. આપણે આપણી સારી વાતોને બીજાને લીધે બદલવી ના જોઈએ. આપણે જેવા છીએ, તેવા જ રહીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો