શિવ મહાપુરાણ:શ્રાવણ મહિનામાં દાન કરવાથી જાણ્યે-અજાણ્યે કરલા પાપમાંથી મુક્તિ મળી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણમાં રૂદ્રાક્ષનું દાન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે, સુખ અને વૈભવ પણ વધે છે

શ્રાવણ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. આ મહિનામાં શિવજીની પૂજા સાથે દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. શિવ પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં દાન કરવાથી દરેક પ્રકારના સુખ, વૈભવ અને પુણ્ય મળે છે. ધર્મગ્રંથોના જાણકાર કાશીના પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે, શ્રાવણ મહિનામાં કોઇપણ વસ્તુનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં રૂદ્રાક્ષ, દૂધ, ચાંદીના નાગ, ફળનો રસ અને આંબળાનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે કરેલાં પાપ નષ્ટ થાય છે. સાથે જ, આ મહિનામાં વૃક્ષ વાવવાથી પિતૃ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. પં. મિશ્રાના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિને દાન કરવાથી આનંદ મળે છે, તેમને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે.

રૂદ્રાક્ષ દાન કરવાથી સુખ અને ઐશ્વર્ય વધે છે
શ્રાવણ મહિનામાં શિવજીનો અભિષેક, શિવપુરાણ કથા વાંચવી-સાંભળવી અને મંત્રજાપ સિવાય દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં ચાંદીના સિક્કા દાન આપવાથી અથવા ચાંદીના બનેલાં નાગ-નાગણની મૂર્તિઓ શિવલિંગ ઉપર ચઢાવવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી. શિવલાયોમાં વૈદિક બ્રાહ્મણને રૂદ્રાક્ષ માળાનું દાન કરવાથી સુખ વધે છે.

વિદ્યાદાન દીપદાન સમાન છે
શ્રાવણ મહિનામાં દરરોજ દીપદાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. દીપ એેટલે જ્ઞાન-પ્રકાશ. પ્રકાશ ફેલાવવાની પ્રેરણા દીપ પૂજનમાં છે. જેનો અર્થ થાય છે કે, વ્યક્તિએ વિદ્યા દાનના ક્ષેત્રમાં પણ ઊતરવું જોઇએ, જેથી શિવજીની કૃપા મળી શકે. શ્રાવણ મહિનામાં બીલીપાન, શમીપાન અને આંબળાના છોડ વાવવા પણ દાન બરાબર છે.