આજનો જીવનમંત્ર:યુવા મહિલા-પુરૂષ એકાંતમાં હોય ત્યારે પણ પોતાની મર્યાદા છોડવી જોઈએ નહીં

6 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રાજા દુષ્યંત સાથે જોડાયેલો કિસ્સોછે. તેઓ પુરૂ વંશનો વિસ્તાર કરનાર અને મોટા પરાક્રમી રાજા હતાં અને તેમના રાજ્યમાં બધું જ ઠીક ચાલી રહ્યું હતું. એક વખત તેઓ પોતાની સેના સાથે શિકાર કરવા જંગલમાં જતા રહ્યાં.

દુષ્યંત ખૂબ જ ગાઢ જંગલમાં જતા રહ્યા હતાં. તેઓ શિકારથી પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની નજર એક ક્ષેત્ર ઉપર પડી જે નંદનવન જેવું ખૂબ જ સુંદર હતું. તેઓ તે વનથી ખૂબ જ આકર્ષિત થઈ ગયાં અને તે ક્ષેત્રમાં જતાં રહ્યાં.

જંગલમાં એક પછી એક હિંસક પશુ આવી રહ્યા હતાં, તેઓ બધાને મારી રહ્યા હતાં અને આગળ વધી રહ્યા હતાં. જ્યારે એક વિચિત્ર હિંસક જાનવર રાજા સામેથી પસાર થયું ત્યારે રાજાએ પોતાનો ઘોડો તેની પાછળ દોડાવ્યો. થોડીવાર પછી સૈનિકો પાછળ છૂટી ગયા અને રાજા જંગલમાં એકલાં પડી ગયાં હતાં.

દુષ્યંત એક એવા વિસ્તારમાં પહોંચી ગયાં, જ્યાં એક મોટું મેદાન હતું, ત્યાં ઝાડ હતા નહીં, પરંતુ એક સુંદર આશ્રમ હતું. તે આશ્રમ કર્ણ્વ ઋષિનું હતું. ત્યાં એક સુંદર કન્યા રાજાને જોવા મળી. કન્યાએ જણાવ્યું કે તેઓ ઋષિ કર્ણ્વની પુત્રી શકુંતલા છે.

રાજા પહેલી જ નજરમાં શકુંતલા ઉપર મોહિત થઈ ગયાં હતાં. દુષ્યંતે કહ્યું, આ એકાંતમાં હું તમને જોઈને મોહિત થઈ રહ્યો છું. હું ક્ષત્રિય છું, મારું મન મારા નિયંત્રણમાં રહે છે. પારકી સ્ત્રીઓ તરફ મારું મન ક્યારેય આકર્ષિત થતું નથી, પરંતુ આજે મારું મન તમારી તરફ આકર્ષિત છે, પરંતુ મારું મન નિયંત્રિત છે. હું તમને એક નિવેદન કરું છું કે હું એક રાજા છું અને તમે મારી રાણી બનો.

રાજાની મર્યાદાથી શકુંતલા પ્રભાવિત થઈ અને તે સમયે તેમના ગંધર્વ લગ્ન થયાં.

બોધપાઠ- આ ઘટના આપણને એક બોધપાઠ આપી રહી છે કે એકાંતમાં મહિલા-પુરૂષનું મન ભટકી શકે છે. દુષ્યંતની વાત દરેક યુવાઓએ સમજવી જોઈએ. તેમણે કહ્યું કે મારું મન મોહિત છે, પરંતુ નિયંત્રિત છે, સંયમિત છે. યુવા અવસ્થામાં મનને ભટકવા દેશો નહીં, નહીંતર શરીરનું આકર્ષણ પાપ કરાવી શકે છે. જ્યારે પણ મહિલા-પુરૂષ એકાંતમાં હોય તો પોતાની મર્યાદા છોડે નહીં અને સાવધાન રહે.