તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છઠ્ઠ પર્વનો છેલ્લો દિવસ:સ્ટીલ, પ્લાસ્ટિક અથવા કાચના વાસણથી સૂર્યદેવને અર્ઘ્ય આપવું નહીં, તાંબાના લોટાથી દૂધ ચઢાવશો નહીં

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યદેવ સાતમ તિથિના સ્વામી છે, આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન અને તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય આપવાથી બીમારીઓ દૂર થાય છે

આજે છઠ્ઠ પર્વનો છેલ્લો દિવસ છે. શ્રવણ નક્ષત્ર, સાતમ તિથિ સાથે ધ્રુવ અને સ્થિર નામના શુભ યોગમાં ઉગતાં સૂર્યને અર્ઘ્ય આપવામાં આવ્યું છે. ભગવાન સૂર્યની ધાતુ સોનું અને તાંબું છે. એટલે ભવિષ્ય અને સ્કંદ પુરાણ પ્રમાણે તાંબાના વાસણથી જ અર્ઘ્ય આપવું જોઇએ. જેથી રોગ દૂર થઇ શકે. સૂર્યને અર્ઘ્ય આપતી વખતે થોડી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેમ કે, અર્ઘ્ય આપતી વખતે કયો મંત્ર બોલવો, કેવી રીતે અર્ઘ્ય આપવું, સૂરજને ચઢાવેલાં જળનું શું કરવું. આ બધી જ બાબતોનું ધ્યાન રાખવાથી જ પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકે છે.

સાતમ ભગવાન સૂર્યને જન્મ તિથિઃ-

છઠ્ઠ પર્વના છેલ્લાં દિવસે એટલે સાતમ તિથિએ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, સૂર્યની જન્મ તિથિ સાતમ છે. તેનું નામ મિત્રપદા પણ છે. એટલે આ તિથિના સ્વામી પણ સૂર્ય જ છે. ત્યાં જ, કારતક મહિનામાં સૂર્યના ધાતા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ભાસ્કરના આ સ્વરૂપના પ્રભાવથી સૃષ્ટિની રચના થઇ છે.

5 સરળ સ્ટેપ્સમાં સૂર્યને અર્ઘ્ય આપવું-

  • તાંબાના વાસણમાં જળ સાથે લાલ ચંદન, લાલ ફૂલ અને થોડાં ઘઉંના દાણા રાખવાં.
  • ઉગતા સૂર્યને જોઇને અર્ઘ્ય આપવું અને તાંબાના વાસણમાં એકઠું કરવું.
  • પીત્તળના લોટાથી દૂધ ચઢાવો અનો કોઇ સાફ વાસણમાં એકઠું કરો.
  • લાલ ફૂલ, લાલ ચંદન અને અન્ય પૂજા સામગ્રી સૂર્યને ચઢાવો.
  • અર્ઘ્ય આપતી વખતે દૂધ અને જળને આંકડાના છોડમાં ચઢાવી દો.

સૂર્યને અર્ઘ્ય આપતી સમયે ધ્યાનમાં રાખવામાં આવતી વાતોઃ-

  • સૂર્યને અર્ઘ્ય આપતી વખતે હાથ માથાથી થોડાં ઉપર હોવા જોઇએ.
  • અર્ઘ્ય દ્વારા જળની ધારામાં જ સૂર્યના દર્શન કરવા જોઇએ.
  • પાણીમાં ઊભા નથી તો અર્ઘ્યનું જળ પગમાં આવે નહીં તેનું ધ્યાન રાખવું અને કોઇ તાંબાના પહોળા વાસણમાં ભેગું કરવું.

અર્ઘ્ય સમયે મંત્રનો જાપઃ-

ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રોચ્ચાર કરીને સૂર્યને જળ ચઢાવીને પ્રણામ કરવું જોઇએ. છઠ્ઠ પૂજા દરમિયાન સવારના સમયે ગાયના દૂધ અને ગંગાજળ સાથે અર્ઘ્ય આપવું જોઇએ. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે લોક આસ્થાનો આ મહાપર્વ સૂર્ય અને શક્તિના મિશ્રણથી વિશેષ મહત્ત્વપૂર્ણ હોય છે. સંધ્યાકાળનું અર્ઘ્ય માતા ષષ્ઠીને આપવામાં આવે છે અને વહેલી સવારનું અર્ઘ્ય પ્રત્યેક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણને આપવામાં આવે છે.

પં. મિશ્ર જણાવે છે કે, આસ્થાના પાવન પર્વ છઠ્ઠના છેલ્લાં દિવસે અર્ઘ્ય આપ્યા પછી આદિત્ય હ્રદય સ્ત્રોત, સૂર્ય સહસ્ત્ર નામનો પાઠ કરવો, ગાયત્રી મંત્રનો જાપ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધરતીના એકમાત્ર પ્રત્યેક્ષ દેવતા સૂર્યની આરાધનાથી આપણાં જીવનમાં સ્વાસ્થ્ય, તેજસ્વિતા, વૈભવ, નીરોગિતા, સ્મરણ શક્તિ, શક્તિમાં વૃદ્ધિ, પોઝિટિવ ઊર્જાનો સંચાર, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો