શનિવાર, 11 જૂનના રોજ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. આ દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાનું વિધાન ગ્રંથોમાં છે. એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીની પૂજા કરવાની માન્યતા છે. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન સામે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગવામાં આવે છે, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે.
તીર્થ સ્નાન અને સૂર્ય સામે વ્રતનો સંકલ્પ
મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે નિર્જળા એકાદશીએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ જળથી સ્નાન કરવાનું વિધાન છે. તે પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીને સૂર્ય સામે આખો દિવસ ઉપવાસ રાખવાનો સંકલ્પ લેવામાં આવે છે. પછી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે. તે પછી તુલસી અને પીપળાની પૂજા કરીને તેમાં જળ ચઢાવવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા સાથે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો અભિષેક કરવામાં આવે છે. ભગવાનને પીળા વસ્ત્ર ચઢાવવામાં આવે છે. આ દિવસે તામસિક ભોજન કરવાથી બચવું જોઈએ. નશો કરવો નહીં. ઘર-પરિવારમાં શાંતિ રાખો. ગુસ્સાથી બચવું.
ઉપવાસ ન કરી શકાય તો શું કરવું
ધર્મગ્રંથોના જાણકાર પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે થોડા લોકો શારીરિક તકલીફના કારણે આખો દિવસ પાણી પીધા વિના રહી શકે નહીં. તેમના માટે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવો મુશ્કેલ ઉપવાસ રાખી શકો નહીં તો પાણી પીને વ્રત કરી શકાય છે. પરંતુ તમાં પણ અનાજની જગ્યાએ ફળનું સેવન કરવું જોઈએ. એટલું પણ થઈ શકે નહીં તો ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે જ પીપળા અને તુલસીની પૂજા કરવાથી પણ વ્રત-ઉપવાસ રાખવા જેટલું પુણ્ય મળે છે.
એકાદશીના દિવસે શું-શું કરવું
એકાદશીએ સવારે પીપળા અને તુલસીને જળ ચઢાવો. પીપળાન પરિક્રમા કરો. સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીની પરિક્રમા કરો. ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ મિક્સ કરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરો. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચઢાવો.
વ્રત સાથે જ સ્નાન-દાનની પરંપરા
નિર્જળા એકાદશીએ આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે. પરંતુ ઉપવાસ ન કરી શકો તો વ્રત કરી શકાય છે. આ દિવસે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને જળદાન કરવાની પણ પરંપરા છે. ત્યાં જ, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થાય છે. આ એકાદશીએ પાણીથી ભરેલાં માટલાનું દાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.