તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Diwali Traditions And Significance, Significance Of Goddess Laxmi Pujan Tips, What Kind Of Picture Of Lakshmiji Worshiped On Deepawali? Why Do We Offer Sugarcane To The Goddess In Worship?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા અને લાઇફ મેનેજમેન્ટ:દિવાળીએ લક્ષ્મીજીની કેવી તસવીરની પૂજા કરવી? દેવીને પૂજામાં શેરડી અને શિંગોડા કેમ ચઢાવવામાં આવે છે?

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લક્ષ્મી પૂજન સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે, આ માન્યતાઓમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર પણ જણાવવામાં આવ્યાં છે

શનિવાર, 14 નવેમ્બરની રાતે એટલે આજે લક્ષ્મી પૂજન કરવામાં આવશે. લક્ષ્મજીની પૂજા સાથે જોડાયેલી એવી અનેક પરંપરાઓ છે, જેનું પાલન બધા લોકો કરે છે. જેમ કે, પૂજામાં દેવીની નવી તસવીર રાખે છે, પતાશા, શેરડી અને શિંગોડા ચઢાવવામાં આવે છે. દેવીને કમળના ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ બધી પરંપરાઓમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર પણ છે. જો આ સૂત્રને પોતાના વ્યક્તિત્વમાં ઉતારી લેવામાં આવે તો જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળી શકે છે.

ઘરમાં લક્ષ્મીજીની કઇ તસવીર રાખવી, બેઠેલા લક્ષ્મીજી કે ઊભા લક્ષ્મીજી?

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે બેસેલા લક્ષ્મીજીની તસવીરની પૂજા કરવી વધારે શુભ મનાય છે. જે તસવીરરમાં લક્ષ્મીજી ઊભા હોય છે, તે તસવીર અંગે માન્યતા છે કે તેઓ વધારે સમય સુધી ઘરમાં રહી શકતાં નથી. કેમ કે, દેવીનો સ્વભાવ ચંચળ માનવામાં આવે છે. લક્ષ્મીજીના એવા ચિત્રની પૂજા કરો, જેમાં માતાના પગ દેખાય નહીં. પૂજા માટે લક્ષ્મીજીની એવી તસવીર ખરીદો, જેમાં તેઓ કમળના આસન ઉપર વિરાજમાન હોય. તમે ઇચ્છો તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની તસવીરની પણ પૂજા કરી શકો છો.

દિવાળીએ પતાસા અને મમરા કેમ ખાવામાં આવે છે?

દિવાળીએ દેવીને ખાસ કરીને પતાસા ચઢાવવામાં આવે છે. મમરા ચોખાનું જ એક સ્વરૂપ છે. તે ચોખામાંથી બને છે અને ઉત્તર ભારતનું મુખ્ય અનાજ પણ છે. દિવાળીના પહેલાં જ તેનો પાક તૈયાર થાય છે, જેના કારણે લક્ષ્મીને પાકના પહેલાં ભાગ સ્વરૂપે મમરા અને મીષ્ઠાન તરીકે પતાસા ચઢાવવામાં આવે છે.

શેરડી અને શિંગોડા સાથે કઇ-કઇ વસ્તુઓ દેવીને ચઢાવવામાં આવે છે?

દિવાળીની આસપાસ જ શેરડી અને શિંગોડા આવવાનું શરૂ થઇ જાય છે. જેના કારણે દિવાળીએ શેરડી અને શિંગોડા લક્ષ્મીજીને ખાસ કરીને ચઢાવવામાં આવે છે. શેરડી અને શિંગોડા સાથે જ સિઝનલ ફળ પણ દેવીને અર્પણ કરવા જોઇએ. પંચામૃત ચઢાવો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી અને ખાંડને મિક્સ કરીને બનાવવામાં આવે છે. મીઠાઈનો ભોગ અર્પણ કરવો જોઇએ. આ સિવાય કમળનું ફૂલ પણ અર્પણ કરો.

લક્ષ્મીજી સાથે ગણપતિ અને સરસ્વતીનું પૂજન કેમ કરવામાં આવે છે?

દિવાળીએ લક્ષ્મીજી સાથે જ ગણેશજી અને સરસ્વતીની પણ પૂજા કરવી જોઇએ. ધન માટે લક્ષ્મી, જ્ઞાન માટે સરસ્વતી અને બુદ્ધિ માટે ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. આપણે કર્મ કરીએ છીએ તો આપણી પાસે ધન આવે છે તો તે ધનને ખર્ચ કરવા અને રોકાણ કરવા માટે આપણે જ્ઞાન સાથે જ બુદ્ધિની પણ જરૂરિયાત રહે છે. જેના કારણે લક્ષ્મીજી સાથે શ્રીગણેશ અને સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે

આ તસવીરમાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પગ પાસે વિરાજમાન છે, તેનું શું મહત્ત્વ છે?

મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એક તસવીર ખૂબ જ પ્રચલિત છે, જેમાં દેવી ભગવાનના પગ પાસે બેઠેલાં હોય છે. આ તસવીરમાં લાઇફ મેનેજમેન્ટના અનેક સૂત્ર છુપાયેલાં છે. જોકે, વિષ્ણુજી કર્મ અને પુરૂષાર્થના પ્રતીક છે. જ્યારે-જ્યારે અધર્મ વધે છે ત્યારે જઓ ધર્મની સ્થાપના કરવા માટે અવતાર લે છે. ભગવાન નિર્મોહી છે, તેમને કોઇપણ વસ્તુનો મોહ નથી. વિષ્ણુજીના અવતારનો સંદેશ છે કે, પરિસ્થિતિઓ કેવી પણ હોય, આપણે ધર્મનો રસ્તો છોડવો જોઇએ નહીં અને ધનનો પણ મોહ રાખવો જોઇએ નહીં.

ધર્મ પ્રમાણે કર્મ કરતા રહેતાં લોકોના ઘરમાં જ લક્ષ્મી વાસ કરે છે. કર્મ કર્યા વિના માત્ર ભાગ્યના બળે બેઠેલા લોકોને ત્યાં લક્ષ્મી એટલે ધન ટકતું નથી. આ તસવીરનો એક સંદેશ એવો પણ છે કે ધનને પોતાના માથા ઉપર હાવી થવા દેવું જોઇએ નહીં. જો તે આપણાં દિમાગ ઉપર હાવી થઇ જાય છે તો વ્યક્તિ અહંકારી થઇ જાય છે. ધ્યાન રાખો ધનથી મોહ રાખશો નહીં. ધન આવતું-જતું રહે છે.

લક્ષ્મીજીના હાથમાં કમળના ફૂલ કેમ રહે છે અને કમળ ઉપર જ કેમ વિરાજિત રહે છે?

દેવી લક્ષ્મી કમળના આસન ઉપર વિરાજિત છે અને દેવીના હાથમાં કમળનું ફૂલ રહે છે. તેમાં પણ ધન સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ લાઇફ મેનેજમેન્ટ છુપાયેલું છે. આપણી આસપાસ સારા-ખરાબ દરેક પ્રકારના લોકો રહે છે. બધા આપણી સાથે જોડાય છે, પરંતુ આપણે ખરાબ લોકો સાથે રહીને પણ સારા ગુણોને છોડવા જોઇએ નહીં અને તેમના ખરાબ ગુણને અપનાવવા જોઇએ નહીં. આ વાત કમળનું ફૂલ સમજાવે છે.

કમળનું ફૂલ કાદવમાં ખીલે છે, પરંતુ ફૂલ ઉપર ગંદકીની અસર થતી નથી. લક્ષ્મી પાસે કમળનું ફૂલ આપણને તે સંદેશ આપે છે કે, જે લોકો ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાના ગુણનો સાથ છોડતાં નથી, તેમને લક્ષ્મીજીની કૃપા મળે છે. જ્યારે આપણી પાસે ધન આવે છે, ત્યારે પણ આપણે કમળના ફૂલની જેમ જ રહેવું જોઇએ. ધન આવવાથી લોકો અવગુણો તરફ આગળ વધે છે. જેનાથી તેમના અને તેમના પરિવારનો નાશ થઇ જાય છે. એટલે ધન આવે છતાંય અવગુણોથી બચતાં લોકો પાસે જ લક્ષ્મીજી ટકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો