ધનતેરસ મંગળવારે ઊજવવામાં આવશે. જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ સોનાના કળશમાં અમૃત લઇને આવ્યાં હતાં. જેના કારણે માન્યતા છે કે, ધનતેરસના દિવસે સોનું ખરીદવામાં આવે છે. જોકે, આર્થિક રૂપથી નબળા લોકો માટે તે શક્ય નથી તો તેમણે પીત્તળ કે અન્ય ધાતુના વાસણ ખરીદવા. માન્યતા પ્રમાણે આ વસ્તુઓ ખરીદવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ દિવસે ખરીદેલાં નવા વાસણમાં માતા લક્ષ્મી, ગણેશજી, કુબેર અને ભગવાન ધન્વંતરિને ભોગ ધરાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને બીમારીઓ દૂર થાય છે.
ધનતેરસના દિવસે પ્રસાદ અને દીવોઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે ધનતેરસના દિવસે મીઠાઈઓ અને ઔષધીઓની ખરીદારી કરવી પણ શુભ રહે છે. આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરિને ચઢાવવામાં આવતી ઔષધીઓને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવી જોઇએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે. ભગવાન ધન્વંતરિને કૃષ્ણા તુલસી, ગાયનું દૂધ અને તેનાથી બનેલાં માખણનો ભોગ ધરાવવો જોઇએ. પૂજામાં પ્રગટાવેલ દીવામાં ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઇએ. આ સિવાય પ્રદોષકાળમાં યમરાજ માટે દીપદાન કરવું જોઇએ. તેના માટે લોટથી બનેલો ચૌમુખા દીવો બનાવવો જોઇએ. તેમાં સરસિયું કે તલનું તેલ રાખીને ઘરની બહાર દક્ષિણ દિશામાં પ્રગટાવવો. આવું કરતાં યમરાજ પાસે પરિવારની લાંબી ઉંમરની કામના કરવી જોઇએ. માન્યતા છે કે, આવું કરવાથી અકાળ મૃત્યુ થવાની સંભાવના રહેતી નથી.
દીપદાનથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે-
સ્કંદ પુરાણ પ્રમાણે આ દિવસે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. આખા વર્ષમાં ધનતેરસ અને કાળી ચૌદશને મૃત્યુના દેવતા યમરાજની પૂજા દીપદાન કરીને જ કરવામાં આવે છે. આ દિવસે સાંજે યમરાજ માટે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તે ઘરમાં રહેતાં લોકો ઉપર યમરાજ પ્રસન્ન થાય છે અને પરિવારના લોકોમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.
ગ્રંથોમાં ધનતેરસનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે-
ધનતેરસના દિવસે શું ખરીદવું અને શું નહીં-
ચાંદીના વાસણ કે ચાંદી ખરીદવાથી ઘરમાં શાંતિ આવે છે અને ક્લેશ દૂર થાય છે. સોનું ખરીદવાથી સૌંદર્ય અને સમૃદ્ધિ વધે છે. ઘરમાં જો ધનતેરસના દિવસે તાંબાના વાસણ લાવવામાં આવે તો ધર્મ અને પુણ્યની વૃદ્ધિ થાય છે. તેની સાથે જ વધારે લાભ અને પરિવારના રોગ દૂર થાય છે. આ સિવાય સ્ટીલના વાસણ પણ ખરીદી શકાય છે. આ દિવસે માટીથી બનેલાં વાસણ અને દીવો પણ ખરીદવો શુભ માનવામાં આવે છે. મહત્ત્વપૂર્ણ પર્વ હોવાના કારણે ધનતેરસના દિવસે પૂજા-પાઠની વસ્તુઓ, કપડાં અને વાહન પણ ખરીદી શકાય છે. આ દિવસે પ્રોપર્ટીને લગતું રોકાણ અથવા લેવડ-દેવડ કરવું પણ શુભ માનવામાં આવે છે.
ધનતેરસના દિવસે રાશિ પ્રમાણે ખરીદદારી કરવી-
પંડિત મિશ્રના જણાવ્યાં પ્રમાણે ધનતેરસના દિવસે લોખંડથી બનેલાં વાસણ ખરીદવા જોઇએ નહીં. માન્યતા છે કે, આ શુભ દિવસે અણીદાર સામાન જેમ કે, છરી, કાતર જેવી વસ્તુઓ પણ ખરીદવી જોઇએ નહીં. આ દિવસે કાચ અને પ્લાસ્ટિકથી બનેલો સામાન ખરીદવાથી બચવું જોઇએ. એલ્યુમિનિયમના વાસણ સ્વાસ્થ્ય માટે ઠીક હોતા નથી. એટલે આવા વાસણ પણ ખરીદવાથી બચવું જોઇએ.
ધનતેરસ વણજોયું મુહૂર્ત ધરાવતો વિશેષ દિવસઃ-
પૂજા વિધિ અને દીપદાનઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.