કાળી ચૌદશ:ગોવામાં ચૌદશના દિવસે નરકાસુરનો વધ થાય છે, બંગાળમાં કાળી પૂજા અને પંજાબમાં બંદીછોડ દિવસ ઊજવવામાં આવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળી ચૌદશના દિવસે બંગાળમાં ચૌદ પ્રકારના શાક બનાવવામાં આવે છે. બીમારીઓથી બચવા માટે આવું કરવામાં આવે છે

કાળી ચૌદશ એટલે નરક ચૌદશ 3 નવેમ્બરે સવારે લગભગ 9 વાગ્યાથી શરૂ થશે. આ પર્વને લઇને દેશના થોડાં ભાગમાં અલગ-અલગ પરંપરાઓ છે. આ દિવસે ગોવામાં કાળી ચૌદશના દિવસે નરકાસુર રાક્ષસનું પુતળું બાળવામાં આવે છે અને ભગવાન કૃષ્ણની પૂજા થાય છે. પં. બંગાળમાં તેને કાળી ચૌદશ કે ભૂત ચૌદશ કહેવામાં આવે છે. આ દિવસે કાળી માતાની પૂજા કરવામાં આવે છે અને ચૌદ પ્રકારના શાક બનાવવામાં આવે છે. ત્યાં જ, પંજાબમાં ચૌદશ અને દિવાળીને બંદીછોડ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. તેઓ પોતાના છઠ્ઠા ગુરુ શ્રી હર ગોબિંદ સિંહની યાદમાં ઊજવે છે.

ગોવામાં ચૌદશના દિવસે નરકાસુરનો વધ કરવામાં આવે છે-ગોવામાં ચૌદશે સાંજે લગભગ 2 હજારથી વધારે જગ્યાએ નરકાસુરના પુતળાને સજાવીને રસ્તા અને ગલીઓમાં યાત્રાઓ કાઢવામાં આવે છે. સૌથી વધારે ભીડ પણજીના 196 વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરમાં હોય છે. ત્યાં મોટું આયોજન કરવામાં આવે છે. જેમાં નરકાસુરના પુતળા સાથે કૃષ્ણનું સ્વરૂપ બનીને ચાલી રહેલાં બાળકો તીર અને ચક્રથી તે પુતળા ઉપર હુમલો કરે છે.

આ પ્રકારે અનેક નરકાસુરની યાત્રા કાઢવામાં આવે છે. ત્યાર બાદ નરકાસુરના પુતળાને દરિયામાં હોડી રાખીને બાળવામાં આવે છે. ગોવાની આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. માન્યતા છે કે, ગોવા પહેલાં ગોમાંતક કહેવાતું હતું. અહીંના રાજા નરકાસુર અત્યાચારી હતો. તેણે યુવતીઓનો બંદી બનાવી લીધી હતી.

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો અને યુવતીઓને છોડાવી લીધી. યુવતીઓ પોતાના ઘરે આવી ત્યારે તેમણે દીવા પ્રકટાવ્યાં. કહેવાય છે કે, વધ કરતી સમયે નરકાસુરનું લોહી કૃષ્ણ ઉપર પણ ઉડ્યું હતું. ત્યાર બાદ ગોવાની મહિલાઓએ નારિયેળના સુગંધિત તેલથી તેમને નવડાવ્યાં હતાં.

પં. બંગાળમાં ભૂત ચૌદશઃ કાળી પૂજા અને ચૌદ પ્રકારના શાક બનાવવામાં આવે છે-
પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પછી કાળી માતાની પૂજાનું મહત્ત્વ સૌથી વધારે છે. આ પૂજા દિવાળી પહેલાં ચૌદશની રાતે કરવામાં આવે છે. તેમને મોટી માતા પણ કહેવામાં આવે છે. મોટી માતા પૂજા સમિતિના પ્રેસિડેન્ટ ભજો ભટ્ટાચાર્યના જણાવ્યાં પ્રમાણે વર્ષ 1927 થી પૂજા થઇ રહી છે. પરગના જિલ્લાના નૈહાટીની કાળી પૂજા આખા પ્રદેશમાં પ્રખ્યાત છે. અહીં સંપૂર્ણ પ્રદેશથી લોકો મન્નત માંગવા આવે છે. માન્યતા પ્રમાણે અહીં બધી જ મન્નતો પૂર્ણ થાય છે.

નૈહાટીમા મોટી માતાની મૂર્તિ બનાવવાનું કામ શરૂ થયા બાદ જ બીજી મૂર્તિઓનું કામ શરૂ થાય છે. વિસર્જન પણ સૌથી પહેલાં તેમનું જ હોય છે. મોટી માતાની મૂર્તિ લગભગ 21 ફૂટ ઊંચી હોય છે. પૂજા પહેલાં મૂર્તિને 60-70 તોલા સોનું અને લગભગ 150 કિલો ચાંદીના ઘરેણાંથી સજાવવામાં આવે છે. ભક્ત દર વર્ષે ઘરેણા પણ ચઢાવે છે. તેમને બેંક લોકરમાં રાખવામાં આવે છે અને પૂજા કરવાના દિવસે સવારે બહાર કાઢવામાં આવે છે. પૂજા મોડી રાત સુધી ચાલે છે.

કાળી ચૌદશને પશ્ચિમ બંગાળમાં ભૂત ચૌદશના નામથી ઓળખવામાં આવે છે. તેને અમાસથી એક દિવસ પહેલાં ઊજવવામાં આવે છે. આ દિવસે કાળી પૂજાની પણ પરંપરા છે. આ દિવસે 14 પ્રકારના શાકને પાણીમાં પલાળીને રાખવામાં આવે છે. આ પાણીને આખા ઘરમાં છાંટવામાં આવે છે. ત્યાર બાદ શાક બનાવવામાં આવે છે. માન્યતા છે કે, આ શાકનુ સેવન કરવાથી ઠંડીના દિવસોમાં શરીરમાં વાત અને પિત્ત જેવા વિકાર નિયંત્રિત રહે છે.

શીખ ધર્મમાં ચૌદશ અને દિવાળીને બંદીછોડ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ તહેવાર 1618થી દર વર્ષે ઊજવવામાં આવે છે
શીખ ધર્મમાં ચૌદશ અને દિવાળીને બંદીછોડ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ તહેવાર 1618થી દર વર્ષે ઊજવવામાં આવે છે

પંજાબમાં બંદીછોડ દિવસઃ સ્વર્ણ મદિરને સજાવવામાં આવે છે અને ફટાકડા ફોડવામાં આવે છે-
શીખ ધર્મમાં ચૌદશ અને દિવાળીને બંદીછોડ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ તહેવાર 1618થી દર વર્ષે ઊજવવામાં આવે છે. આ દિવસે શીખોના છઠ્ઠા ગુરુ શ્રી હરગોબિંદ સિંહજી 52 હિંદુ રાજાઓને મુઘલ બાદશાહ જહાંગીરની કેદથી મુક્ત કરાવીને સીધા સ્વર્ણ મંદિર પહોંચ્યાં હતાં. અહીં સંગતે બધા રાજાઓનું સ્વાગત દીપમાલાથી કર્યું. ત્યારથી જ શીખ સમુદાય દિવાળીને બંદીછોડ દિવસ તરીકે ઊજવે છે. આ દિવસે સ્વર્ણ મંદિરને સજાવવામાં આવે છે અને દીવાથી રોશન કરવામાં આવે છે.

શ્રી હરગોબિંદ સાહેબજીને મુઘલ બાદશાહ જહાંગીરે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવીને રાખ્યાં હતાં. ગુરુજીને છોડાવવા માટે શિખોનીએક ટોળી શ્રી આકાલ તખ્ત સાહેબને અરદાસ કરીને બાબા બુડ્ઢા જીના નેતૃત્વમાં ગ્વાલિયરના કિલ્લા માટે રવાના થઇ ગયાં.

શિખમાં વધતાં રોષને જોતાં સાઈ મિયાં મીરજીએ જહાંગીરને પણ ગુરુ જીને છોડવાની વાત કરી. જહાંગીર રાજી થઇ ગયો, પરંતુ ગુરુજી જીદ્દ પર અડગ રહ્યાં. તેમની શરત હતી કે, તેઓ એકલાં મુક્ત થશે નહીં. 52 રાજપૂત રાજાઓને સાથે લઇને જશે. જહાંગીરે આ શરત માનવી પડી. ગુરુ જીના મુક્ત થવાની ખુશીમાં લોકોએ પોતાના ઘરે દીવા પ્રગટાવ્યાં અને સ્વર્ણ મંદિરમાં ઉત્સવ ઊજવ્યો. ત્યાર બાદથી જ અહીં દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે.