• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Diwali 2021, Deepawali 2021, Lakshmi, Saraswati And Mahakali's Shringar Of 45 Crores On Diwali At Mahalaxmi Temple In Mumbai

દિવાળીના દિવસે દેવી માતા:આજે મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં લક્ષ્મીજી, સરસ્વતી અને મહાકાળીનો 45 કરોડનો શ્રૃંગાર

એક મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક

મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં 550 કિલો ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના દર્શનો માટે નવરાત્રિથી લઈને દિવાળી સુધી દરરોજ દોઢ લાખ શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરની સૌથી મુખ્ય ખાસિયત એ છે કે આ સ્વયંભૂ મંદિર છે. એટલે આ મંદિરને કોઈએ સ્થાપિત કર્યું નથી. અહીં દિવાળીના દિવસે ત્રણ દેવીઓનો ખાસ શ્રૃંગાર થાય છે. એક દેવી લગભગ 15 કરોડ રૂપિયાના ઘરેણાંથી સજાવવામાં આવે છે. ત્રણ દેવીઓનો લગભગ 45 કરોડ રૂપિયાનો શ્રૃંગાર થાય છે.

મંદિરના પૂજારી અરૂણ લક્ષ્મી વીરકરના જણાવ્યા પ્રમાણે સપ્તશતીમાં જેવું વર્ણન કરવામાં આવ્યું છે, આ મંદિર તેવું જ છે. દરેક મંદિર પૂર્વ દિશામાં હોવું જોઈએ, એટલે આ મંદિર પણ સમુદ્ર કિનારે પૂર્વ દિશામાં છે. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સમુદ્ર વસને દેવી..। એટલે જે સમુદ્ર કિનારે રહેતી હોય. આ મંદિરની ઠીક પાછળ સમુદ્ર છે, જમણી બાજુ પ્રશાંત મહાસાગર, અરબ મહાસાગર અને ડાબી બાજુ મુંબઈ નગરી. મંદિરમાં મહાલક્ષ્મી, તેમની જમણી બાજુ મહાકાળી અને ડાબી બાજુ મહાસરસ્વતી છે. દેવીનો મુકુટ શુદ્ધ સોનાનો છે, જેનું વજન લગભગ 5 કિલો છે. ત્રણ દેવીઓના મુખ ઉપર ચાંદી અને તાંબાનું આવરણ છે. દિવાળીએ સોનાનું આવરણ ચઢાવવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટના સીનિયર મેનેજર એસવી પાધ જણાવે છે કે વર્ષ 1952મા મંદિરની દેખરેખ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. મંદિરમાં વર્ષભરનો ચઢાવો લગભગ 19 કરોડ રૂપિયા છે.

1761ની વાત છે, ત્યારે મુંબઈમાં 7 ટાપૂ હતાં. મંદિર સાથે જોડાયેલી માન્યતા છે કે તેમાંથી એક મહાલક્ષ્મીનો નિવાસ વર્લી ટાપૂમાં હતો. વેપારના કારણે સાત ટાપૂમાં વહેંચાયેલ મુંબઈને જોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ કામ લોર્ડ હાનનીની દેખરેખમાં શરૂ કરવામાં આવ્યું. કામની જવાબદારી શિવજી પ્રભૂને સોંપવામાં આવી હતી. રસ્તો બનાવવા માટે જેટલો સામાન ઉમેરવામાં આવે, તે દરિયાના મોજા સાથે વહી જતો હતો. ઠેકેદાર અને અંગ્રેજ ખૂબ જ પરેશાન હતાં. પછી ઠેકેદારના સપનામાં દેવી આવ્યાં અને કહેવા લાગી કે અમે સમુદ્રમાં છીએ, અમને બહાર કાઢો અને સ્થાપિત કરો, ત્યારે જ આ રસ્તો બની શકશે. બીજા દિવસે એવું જ કરવામાં આવ્યું. 1784માં રસ્તો બની ગયો. ઉલ્લેખનીય છે કે તે દિવસોમાં ચોર અને ડાકૂઓથી દેવીની મૂર્તિને બચાવવા માટે સમુદ્રમાં રાખવામાં આવતી હતી.