ધર્મ અને સંસ્કૃતિ:ગૌતમ બુદ્ધ દિવાળીના દિવસે તપસ્યા કરીને પાછા ફર્યા હતાં, બંગાળી સમાજમાં શરદ પૂર્ણિમાએ લક્ષ્મી પૂજા થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેલુગુ સમાજમાં નરક ચૌદશના દિવસે દિવાળી ઊજવાય છે, આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા અને નરકાસુરના પુતળાનું દહન થાય છે

દરેક ધર્મ અને સમાજમાં દિવાળી ખાસ છે. આ પર્વ સાથે જોડાયેલી વિવિધ માન્યતાઓ અને પરંપરાઓ પણ છે. દિવાળીએ ઘર-ઘરમાં લક્ષ્મી પૂજા અને દીપ પ્રગટાવવાનું વિધાન છે, પરંતુ તેલુગુ, મલયાલી, શીખ, જૈન, બૌદ્ધ, બંગાળી અને સિંધી સમાજ પરંપરાગત ધાર્મિક રીતિ-રિવાજો સાથે દીપોત્સવ ઊજવાય છે. જેમાં તેમના આરાધ્ય દેવ અને ગુરુઓની કથા જોડાયેલી છે.

તેલુગુ સમાજમાં નરક ચૌદશના દિવસે દિવાળી ઊજવાય છે, આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા અને નરકાસુરના પુતળાનું દહન થાય છે
તેલુગુ સમાજમાં નરક ચૌદશના દિવસે દિવાળી ઊજવાય છે, આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા અને નરકાસુરના પુતળાનું દહન થાય છે

શીખ સમાજઃ દાતા બંદી છોડ દિવસ તરીતે દિવાળીનો તહેવાર ઊજવાય છે
શીખ સમાજ દિવાળીએ બંદી છોડ દિવસ ઊજવે છે. ઉલ્લેખવામાં આવે છે કે, મુઘલ બાદશાહ જહાંગીરે શીખના છઠ્ઠા ગુરુ હરગોવિંગ સાહેબને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરી લીધા હતાં. જ્યારે તેઓ બહાર આવ્યાં હતાં, ત્યારે આસો મહિનાની અમાસની રાત હતી, ત્યારથી જ દિવાળીને દાતા બંદી છોડ દિવસ તરીકે ઊજવાય છે.

મલયાલી સમાજઃ ઘર અને મંદિરમાં દીપમાલા અને રંગોળી સજાવવામાં આવે છે
મલયાલી સમાજમાં દિવાળીએ ભગવાન અયપ્પાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દક્ષિણ ભારતીય પકવાન બને છે અને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે સવારે રંગોળી બનાવવામાં આવે છે. ઘર અને મંદિરમાં દીવા પ્રગટાવવામાં આવે છે. કેળાના પાનમાં પ્રસાદ વહેંચવામાં આવે છે.

દિવાળીના દિવસે ગૌતમ બુદ્ધ તપસ્યા કરીને પાછા ફર્યા હતાં, એટલે બુદ્ધ વંદના કરી દીપ પ્રગટાવે છે. અનેક ઘરમાં લક્ષ્મી પૂજા પણ કરવામાં આવે છે
દિવાળીના દિવસે ગૌતમ બુદ્ધ તપસ્યા કરીને પાછા ફર્યા હતાં, એટલે બુદ્ધ વંદના કરી દીપ પ્રગટાવે છે. અનેક ઘરમાં લક્ષ્મી પૂજા પણ કરવામાં આવે છે

બૌદ્ધ સમાજઃ બુદ્ધ આ દિવસે તપ કરીને પાછા ફર્યા હતાં
બુદ્ધ ધર્મના જાણકાર પ્રમાણે દિવાળીના દિવસે ગૌતમ બુદ્ધ તપસ્યા કરીને પાછા ફર્યા હતાં, એટલે બુદ્ધ વંદના કરી દીપ પ્રગટાવે છે. અનેક ઘરમાં લક્ષ્મી પૂજા પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ દિવસે તેમના પ્રિય સાથી અરહંત મુગલયાનનું નિર્વાણ પણ થયું હતું. તેમની યાદમાં પણ આ પર્વ ઊજવવામાં આવે છે.

તેલુગુ સમાજઃ નરકાસુરનું પૂતળું બનાવીને તેનું દહન કરી દીપ પ્રગટાવવામાં આવે છે
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં લોકો દિવાળી એક દિવસ પહેલાં નરક ચૌદશના દિવસે ઊજવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. એટલે આ દિવસે ઘરમાં પ્રતીકાત્મક રૂપથી કાગળ કે વાંસથી નરકાસુરનું પૂતળું બનાવીને તેનું દહન કર્યા બાદ દીપ પ્રગટાવે છે. ઘરમાં પૂજા અને સજાવટ પણ કરવામાં આવે છે.

બંગાળી સમાજમાં દિવાળીએ લોકો માતા કાળીની પૂજા કરે છે.
બંગાળી સમાજમાં દિવાળીએ લોકો માતા કાળીની પૂજા કરે છે.

બંગાળી સમાજઃ માતા કાળીની પૂજા અને આખી રાત ભજન
બંગાળી સમાજમાં દિવાળીએ લોકો માતા કાળીની પૂજા કરે છે. આ રાતે જાગરણ કરીને ભજન કરવામાં આવે છે. લક્ષ્મી પૂજા તો શરદ પૂર્ણિમાના દિવસે જ કરી દેવામાં આવે છે. દિવાળીની રાતે ઘર અને મંદિરમાં દીપ પ્રગટાવવામાં આવે છે.

સિંધી સમાજઃ ગણેશ અને લક્ષ્મી પૂજન પછી દીપ પ્રગટાવવામાં આવે છે
સિંધી સમાજમાં દિવાળી સાથે ઠીક તેવો જ સંબંધ છે, જેવો સનાતન ધર્મનો છે. આ પર્વમાં સિંધ નદીના કિનારે દીપ પ્રગટાવવાની પરંપરા અને ઘરમાં ગણેશ અને લક્ષ્મી પૂજન કરીને દીપ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે સમાજના લોકો નદી અને તળાવ કિનારે દીપ પ્રગટાવે છે.

દિવાળીએ ભગવાન મહાવીરની પૂજા કરીને દીપ પ્રગટાવવામાં આવે છે. તેમનો જળાભિષેક પણ કરવામાં આવે છે
દિવાળીએ ભગવાન મહાવીરની પૂજા કરીને દીપ પ્રગટાવવામાં આવે છે. તેમનો જળાભિષેક પણ કરવામાં આવે છે

જૈન સમાજઃ ભગવાન મહાવીરનો મોક્ષ નિર્વાણ દિવસ
જૈન ઘર્મના સંત જણાવે છે કે, 24મા તીર્થકર ભગવાન મહાવીરનો મોક્ષ નિર્વાણ આસો અમાસના દિવસે થયો હતો. દિવાળીએ ભગવાન મહાવીરની પૂજા કરીને દીપ પ્રગટાવવામાં આવે છે. તેમનો જળાભિષેક પણ કરવામાં આવે છે અને ફટાકડા પણ ફોડવામાં આવે છે.