તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્મી ઇન્દ્રનો સંવાદ:સ્વચ્છ, શાંત અને નીતિમત્તાનું પાલન કરતા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે, જાણો લક્ષ્મીજી કેવા ઘરમાં નિવાસ કરે છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહાભારતમાં મહાલક્ષ્મી અને દેવરાજ ઇન્દ્રના સંવાદ છે. લક્ષ્મીજીએ જણાવ્યું હતું કે તેઓ કેવા ઘરમાં નિવાસ કરતાં નથી

શનિવાર, 14 નવેમ્બરના રોજ દિવાળી છે. પ્રાચીન સમયમાં આસો મહિનાની અમાસના દિવસે સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મી પ્રકટ થયાં હતાં. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત મહાભારતના શાંતિ પર્વમાં દેવરાજ ઇન્દ્ર અને મહાલક્ષ્મીના સંવાદ જણાવવામાં આવ્યાં છે. આ પ્રસંગમાં દેવી લક્ષ્મીએ જણાવ્યું કે તેઓ કેવા લોકોના ઘરમાં નિવાસ કરે છે અને કેવા લોકોના ઘરમાં વાસ કરતાં નથી. જાણો, મહાલક્ષ્મી સાથે જોડાયેલી ખાસ વાતો....

દેવતાઓના સ્વર્ગ પહેલાં દેવી લક્ષ્મી દાનવોને ત્યાં વાસ કરતાં હતાં. પરંતુ એક દિવસ લક્ષ્મીજી દેવરાજ ઇન્દ્રના સ્વર્ગ પહોંચ્યાં અને તેમણે ઇન્દ્રને કહ્યું- હે ઇન્દ્ર, હું તમારે ત્યાં નિવાસ કરવા માગું છું. ઇન્દ્રએ આશ્ચર્યથી કહ્યું- હે દેવી, તમે તો દાનવોને ત્યાં ખૂબ જ આદરપૂર્વક રહો છો. મેં પહેલાં અનેકવાર તમને સ્વર્ગમાં આમંત્રિત કર્યાં છે, પરંતુ તમે આવ્યાં નહીં. આજે તમે મારા દ્વારે પધાર્યાં છો, કૃપા કરીને મને તેનું કારણ જણાવો.

દેવી લક્ષ્મીએ કહ્યું- હે ઇન્દ્ર, થોડા સમય પહેલાં અસુર પણ ધર્માત્મા હતા, તેઓ પોતાનાં બધાં કર્તવ્ય પૂર્ણ રીતે નિભાવતા હતા. હવે અસુર અધાર્મિક થતા જઇ રહ્યા છે. હવે હું તેમને ત્યાં રહી શકું નહીં. મેં વિચાર્યું કે, દૂષિત વાતાવરણમાં હું રહી શકું નહીં. એટલે દુરાચારી અસુરોને છોડીને હું તમારે ત્યાં સદગુણોવાળા સ્થાને રહેવા આવી છું.

ઇન્દ્રએ પૂછ્યું હે દેવી, તે કેવા-કેવા દોષ છે જ્યાં તમે નિવાસ કરતાં નથી. લક્ષ્મીજીએ કહ્યું- હે ઇન્દ્ર, અસુર દુરાચારી છે, જ્યારે કોઇ વૃદ્ધ સત્પુરૂષ જ્ઞાન, વિવેક અને ધર્મની વાત કરે છે ત્યારે તેઓ તેમની મજાક ઉડાવે છે. તેમની નિંદા કરે છે. આ કામ અધાર્મિક છે.

મહાલક્ષ્મીએ કહ્યું કે, જે વ્યક્તિ અન્યની મદદ કરે છે, ગરીબોને દાન આપે છે, પોતાનું કાર્ય પૂર્ણ પ્રામાણિકતાથી કરે છે તેઓ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે.

શાસ્ત્રોમાં સુખી જીવન માટે અનેક પ્રકારના નિયમ અને સૂત્ર ઉલ્લેખવામાં આવ્યાં છે. આ જ સૂત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, લક્ષ્મી કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. પુરાણો પ્રમાણે જે ઘરમાં મૂર્ખોની પૂજા થતી નથી, જ્યાં વિદ્વાન લોકોનું અપમાન થતું નથી પરંતુ વિદ્વાન અને સંત લોકોનું યોગ્ય માન-સન્માન કરવામાં આવે છે, ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે.

જ્યારે વ્યક્તિ મૂર્ખ લોકોથી દૂર રહેશે તો તેમના ધનનો બગાડ અટકી જશે અને વિદ્વાનોની સંગતથી તેમની આર્થિક સ્થિતિમાં સુધાર થવા લાગશે.

જે ઘરમાં ક્લેશ હોય છે, ઝઘડાઓ થાય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા થતી નથી. મહાલક્ષ્મીને શાંત અને સ્વચ્છ ઘર પ્રિય છે. જ્યાં કોઇપણ પ્રકારનું પ્રદૂષણ હોય છે ત્યાં દેવી લક્ષ્મી નિવાસ કરતાં નથી. એટલે આપણે પણ ઘરને એકદમ સાફ તથા શાંત જાળવી રાખવું જોઇએ. પરિવારમાં કોઇપણ પ્રકારના વાદ-વિવાદ થવા જોઇએ નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો