તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇફ મેનેજમેન્ટ:નિરાશ વ્યક્તિ નકારાત્મક વિચારોથી પોતાના જીવનને વધારે મુશ્કેલ બનાવી લે છે, એટલે નિરાશાથી બચવું જોઇએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

યોગગુરુ વાઈ. કે. શર્મા, નિરાશાવાદી વ્યક્તિના જીવનમાં અસંતોષ જ રહે છે. તેઓ એવું સમજી લે છે કે તેમનાથી કોઇ કામ થઇ શકતું નથી. તેઓ નકારાત્મક કલ્પનાઓ અને અનહોનીની સંભાવનાઓથી જીવનને વધારે દુઃખી બનાવી લે છે.

આવો વ્યક્તિ જીવનત હોવા છતાં પણ મૃતક સમાન બની જાય છે. નિરાશા જીવનની સુખ-શાંતિ નષ્ટ કરી દે છે. નિરાશ વ્યક્તિના જીવનમાં ઉત્સાહ રહેતો નથી. તે નિષ્ક્રિય થઇ જાય છે. બેકારીથી પરેશાન થઇને આર્થિક તંગ, પરીક્ષા કે વેપારમાં અસફળતા, પ્રેમ-પ્રસંગમાં અસફળતાના કારણે નિરાશા વધવા લાગે છે. દુઃખી વ્યક્તિને પોતાન ચારેય બાજુ અંધારું જ અંધારું જોવા મળે છે.

નિરાશાથી બચવા માટે વ્યક્તિએ પોતાના મનમાં આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઇએ. પોઝિટિવ વિચારોથી નિરાશા દૂર થઇ શકે છે. મન મજબૂત હશે તો નિરાશા તમારી ઉપર હાવી થઇ શકશે નહીં.

નિરાશાના કારણે મન અસ્થિર થઇ શકે છે. વ્યક્તિને દરેક વાતમાં નકારાત્મકતા જોવા મળે છે. આશા અને આત્મવિશ્વાસથી નિરાશાને દૂર કરી શકાય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ તેના માટે કર્મ કરતાં રહેવું જોઇએ. ધૈર્ય સાથે જો આપણે આગળ વધતાં રહીશું તો સફળતા જરૂર મળે છે. ચોક્કસ સફળ થશો.

અસફળતા જ સફળતાની સીડી છે. પરાજયમાં અસફળતા નહીં, હાર માની લેવાથી આપણે અસફળ થઇએ છીએ. પડીને ઊભા થવું જરૂરી છે. ધૈર્ય સાથે બધા પ્રકારની બાધાઓને દૂર કરી શકાય છે.

(લેખક- યોગાશ્રય સેવાયતન પ્રાકૃતિક ચિકિત્સા અને ધ્યાન યોગ કેન્દ્ર જયપુર, રાજસ્થાનના સંસ્થાપક છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો