તહેવારો અને પરંપરા:ધનતેરસથી શરૂ થઈ જાય છે દીપોત્સવ, જાણો આ દિવસે સોનું અને વાસણોની ખરીદી કેમ કરવામાં આવે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઋગ્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, સૌથી જૂનું અને પવિત્ર ધાતુ સોનું છે, તેને સૂર્યનું પ્રતીક પણ માનવામાં આવે છે

સમગ્ર વિશ્વમાં સોનું સમૃદ્ધિનું સૌથી મોટું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં સોનું સૌથી પવિત્ર માનવામાં આવે છે. કેમ કે તે દેવતાઓની ધાતુ છે. તેને સૌથી જૂની ધાતુ પણ માનવામાં આવે છે. વેદોમાં સોનાને હિરણ્ય પણ કહેવામાં આવે છે. વેદોમાં જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી અને આ સૃષ્ટિની સોનાથી જ શરૂ થઈ હતી. હિન્દુ ધર્મમાં સોનાને સૂર્યની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.

જે લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય છે, તેઓ આ દિવસે ચાંદી, તાંબા, પીતળ ખરીદે છે. આ દિવસે ધાતુઓના વાસણ ખરીદવાની પણ પરંપરા છે. માનવામાં આવે છે કે આ પ્રથા ભગવાન ધન્વંતરીના હાથમાં પકડેલા ધાતુના કળશને જોઈને શરૂ થઈ હતી. જાણો આ દિવસે શા માટે સોનું અને વાસણ ખરીદવામાં આવે છે.

ધનતેરસ પર સોનું ખરીદવાનું ધાર્મિક મહત્ત્વ
હેમ નામના રાજાના ત્યાં પુત્રના જન્મની સાથે ભવિષ્યવાણી થઈ કે લગ્નના ચાર દિવસ બાદ તેનું મૃત્યુ થઈ જશે. રાજકુમારે જ્યારે વિવાહ કર્યા તો યમરાજ તેને લેવા આવી ગયો. તેની પત્નીએ ઘરેણાંનો ઢગલો કરીને યમનો રસ્તો રોકી દીધો અને યમ, રાજકુમારને નહીં લઈ જઈ શકે. આ રીતે મૃત્યુ ટળી ગયું. એટલા માટે મહિલાઓ આટલું સોનું ખરીદે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે સોનું ભારતીય સંસ્કૃતિમાં મુખ્ય સ્થાન રાખે છે. ઋગ્વેદના હિરણ્યગર્ભ સુક્તમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિ હિરણ્યગર્ભ એટલે કે સ્વર્ણના ગર્ભથી આરંભ થઈ હતી. હિન્દુઓ પણ સોનાને સૂર્યનું પ્રતીક માને છે, જે વિશ્વને ચલાવે છે તે સૌથી મોટી શક્તિ છે. તેથી આ તહેવાર પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

વાસણો ખરીદવાની પરંપરા પણ એટલા માટે શરૂ થઈ
ડૉ. મિશ્રના જણાવ્યા પ્રમાણે, ધન્વંતરીને આયુર્વેદના પિતા કહેવામાં આવ્યા છે. વિષ્ણુપુરાણમાં નિરોગી શરીરને સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. ધન્વંતરી ત્રયોદશીના દિવસે અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા. તેથી તેને ધનત્રયોદશી અથવા ધનતેરસ કહેવામાં આવે છે. તેઓ સોનાના કળશની સાથે આવ્યા હતા. તેથી આ દિવસે વાસણ અને સોના-ચાંદી ખરીદવાની પરંપરા છે. પાંચ દિવસનો દીપ ઉત્સવ પણ ધનતેરસથી શરૂ થઈ જાય છે. આ દિવસે ઘરને સ્વચ્છ કરી, રંગોળી કરીને દીવા પ્રગટાવીને લક્ષ્મીજીનું આહવાન કરવામાં આવે છે.​​​​​​​

ધન્વંતરી અમૃત સાથે પ્રગટ થયા, તેથી આ પર્વની શરૂઆત થઈ
સમુદ્ર મંથનની કથાના અનુસાર, મહર્ષિ દુર્વાસાના શ્રાપના કારણે સ્વર્ગ શ્રીહીન થઈ ગયું. તમામ દેવતા વિષ્ણુની પાસે પહોંચ્યો. તેમને દેવતાઓને અસુરોની સાથે મળીને સમુદ્ર મંથન કરવા કહ્યું. કહ્યું કે, તેનાથી અમૃત નીકળશે અને સમૃદ્ધિ આવશે.

દેવતાઓએ આ વાત અસુરોના રાજા બલીને જણાવી. તેઓ પણ મંથન માટે ખુશ થઈ ગયા. આ મંથનથી જ લક્ષ્મી, ચંદ્રમા અને અપ્સરાઓ બાદ ધન્વંતરી કળશમાં અમૃત લઈને નીકળ્યા હતા. ધન્વંતરી ત્રયોદશીના દિવસે અમૃત કળશની સાથે નીકળ્યા હતા. એટલે કે સમુદ્ધ મંથનનું ફળ આ દિવસે મળ્યું હતું. તેથી દિવાળીનો ઉત્સવ અહીંથી શરૂ થયો.