હિંદુ કેલેન્ડરનો ભાદરવા મહિનાનો સુદ પક્ષ 20 સપ્ટેમ્બર સુધી રહેશે. આ મહિનો આજથી શરૂ થઈ ગયો છે. આ મહિનાના દેવતા ચંદ્ર છે અને આ મહિને ભગવાન વિષ્ણુની હ્રષિકેશ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. આ ચાતુર્માસના ચાર પવિત્ર મહિનામાં બીજો મહિનો પણ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવવાથી ગ્રંથો પ્રમાણે આ મહિને થોડા ખાસ નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
આ મહિને શું કરવું અને શું નહીં-
1. શારીરિક શુદ્ધિ માટે પંચગવ્ય પીવું જોઈએ. પંચગવ્ય ગાયના દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગાયનું છાણ મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પાપ પણ દૂર થાય છે.
2. એક સમયે ભોજન કરવું જોઈએ. તેનાથી પાપ દૂર થાય છે અને પુણ્ય વધે છે.
3. માગીને ભોજન કરવું નહીં. આ સિવાય ઉપવાસ પણ કરવામાં આવે છે.
4. આ મહિને લાકડાના પલંગ ઉપર ગાદલા વિના સૂવું જોઈએ.
5. તામસિક ભોજન એટલે લસણ, ડુંગળી અને માંસાહારથી બચવું જોઈએ.
6. દરેક પ્રકારનો નશો કરવાથી બચવું જોઈએ.
શું ન કરવું-
1. ભાદરવા મહિનામાં ગોળ અને મધનું સેવન કરવું જોઈએ નહીં.
2. તેલ માલિશ કરવી જોઈએ નહીં.
3. તળેલું ભોજન કરવું જોઈએ નહીં.
4. પાંદડાંવાળાં શાકભાજી, મૂળો અને રીંગણ ખાવા જોઈએ નહીં.
5. દહીં અને ચોખા ખાવા જોઈએ નહીં.
મહત્ત્વઃ ઉલ્લાસ અને ઉમંગ સાથે જીવનને સુખી બનાવનાર મહિનો
ભાદરવા મહિનામાં હિંદુ ધર્મના મોટા વ્રત, પર્વ અને ઉત્સવ ઊજવવામાં આવે છે. આ મહિને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, કેવડા ત્રીજ, ગણેશોત્સવ, ઋષિ પાંચમ, ડોલ અગિયારસ અને અનંત ચૌદશ જેવા તહેવાર આવે છે. આપણાં ઋષિ-મુનીઓએ ભાદરવા મહિનામાં આ તહેવારોથી કર્મ અને બુદ્ધિના સંતુલનને જણાવ્યું છે. આ સાધનાથી જીવનમાં સફળતા મેળવવાનો સંદેશ આપ્યો છે.
ભાદરવા ચાતુર્માસના ચાર પવિત્ર મહિનામાં બીજો છે. ચાતુર્માસ ધાર્મિક અને વ્યાવહારિક દૃષ્ટિએ જીવનશૈલીમાં સંયમ અને અનુશાસન અપનાવવાનો સમય છે. આ પ્રકારે ભાદરવા મહિનો ઉલ્લાસ અને ઉમંગ સાથે જીવનને સુખ બનાવતો મહિનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.