ધર્મ-કર્મ અને નિયમ:14 જાન્યુઆરી સુધી ખરમાસ, આ મહિનામાં બ્રહ્મચર્યનું પાલન કરવું અને એક સમય ભોજન કરવું જોઈએ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ખરમાસ રહેવાના કારણે શાસ્ત્રોમાં માંગલિક કાર્યો કરવાની મનાઈ છે

16 ડિસેમ્બરના રોજ સૂર્યના ધન રાશિમાં આવી જવાથી ખરમાસ શરૂ થઈ ગયો છે. જે 14 જાન્યુઆરી સુધી રહેશે. એટલે આવતા મહિનાની 14 તારીખ સુધી ધન સંક્રાંતિ જનિત ખરમાસ દોષ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. વર્ષમાં 2 વખત ખરમાસ આવે છે. લગભગ એક મહિનામાં ભગવાનની આરાધના કરવાનું ખાસ મહત્ત્વ છે. ધર્મગ્રંથોમાં ખરમાસ સાથે જોડાયેલાં નિયમ ઉલ્લેખવામાં આવ્યાં છે. જેનું ધ્યાન રાખવું જોઈએ.

શું કરવું જોઈએ
ધર્મગ્રંથો પ્રમાણે આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન, સંધ્યા વગેરે કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ખરમાસના નિયમ પૂર્ણ કરવા જોઈએ. જેથી ભગવાનની કૃપા બની રહે છે. આ દરમિયાન સૂર્યની પૂજા કરવી જોઈએ. સાથે જ ભગવાન વિષ્ણુની આરાધના પણ કરવી જોઈએ. ખરમાસ દરમિયાન દાન અને મંત્રજાપ કરવાનું મહત્ત્વ છે. આ મહિનામાં દેવતા, વેદ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સાધુ-સંન્યાસીની પૂજા અને સેવા કરવી જોઈએ.

16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ખરમાસ રહેવાના કારણે શાસ્ત્રોમાં માંગલિક કાર્યો કરવાની મનાઈ છે
16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ખરમાસ રહેવાના કારણે શાસ્ત્રોમાં માંગલિક કાર્યો કરવાની મનાઈ છે

ખરમાસમાં શું કરવું અને શું નહીં
1. ખરમાસ દરમિયાન ગૃહ પ્રવેશ અને 15 સંસ્કાર સહિત અન્ય માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં. આ દરમિયાન 16માંથી થોડા જરૂરી સંસ્કાર કરવામાં આવી શકે છે.
2. માંસ, મધ, ચોખાની થૂલી, અડદ, ડુંગળી, લસણ, નાગરમોથ, છત્રી, રાઈ, નશાની સામગ્રી, મસૂરની દાળ અને દૂષિત અનાજનો ત્યાગ કરવો જોઈએ.
3. ખરમાસમાં જમીન ઉપર સૂવાનું વિધાન છે. ઠંડીના વાતાવરણમાં જમીન ઉપર ગાદલું પાથરીને આ નિયમનું પાલન કરી શકાય છે.
4. પતરાળુમાં ભોજન કરવું, દિવસમાં એક સમય ભોજન, માસિકધર્મ પાળતી સ્ત્રીઓથી દૂર રહેવું અને ધર્મભ્રષ્ટ સંસ્કારહીન લોકોના સંપર્કમાં રહેવું જોઈએ નહીં.
5. કોઈનો વિરોધ કરવાથી બચવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ખોટું બોલવું અને લોકોની અવગણના કરવાથી પણ બચવું જોઈએ.