ખરમાસમાં શું કરવું અને શું નહીં:14 જાન્યુઆરી સુધી ખરમાસ રહેશે, ગ્રંથો પ્રમાણે આ દરમિયાન નશો કરવાથી દૂર રહેવું જોઇએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરમાસ દરમિયાન ભગવાન સૂર્ય સાથે જ વિષ્ણુ પૂજા કરવાની પરંપરા છે

16 ડિસેમ્બરના રોજ સૂર્યના મીન રાશિમાં આવી જવાથી ખરમાસ શરૂ થઇ ગયો છે. જે 14 જાન્યુઆરી સુધી રહેશે. એટલે આવતાં મહિને મકર સંક્રાંતિએ ખરમાસ દોષ પૂર્ણ થઇ જશે. આ દરમિયાન કોઇપણ પ્રકારના માંગલિક કાર્ય કરી શકાય નહીં. સૂર્યના રાશિ બદલવાથી વર્ષમાં 2 વાર સંક્રાંતિ આવે છે. લગભગ એક મહિનાના આ સમયમાં ભગવાનની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે. ધર્મગ્રંથોમાં ખરમાસ સાથે જોડાયેલાં થોડા નિયમો જણાવવામાં આવ્યાં છે. જેનું ધ્યાન રાખવું જોઇએ.

ખરમાસ કેમ હોય છેઃ-
સૂર્ય જ્યારે ગુરુની રાશિ એટલે ધન અને મીનમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ શરૂ થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં તેને ગુરુવાદિત્ય કાળ પણ કહેવામાં આવે છે. આ સ્થિતિ વર્ષમાં 2 વાર એટલે ડિસેમ્બર-જાન્યુઆરી અને માર્ચ-એપ્રિલમાં બને છે. આ દરમિયાન દરેક પ્રકારના માંગલિક કામ કરવામાં આવતાં નથી. ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન સૂર્યના ધન રાશિમાં આવી જવાથી તેને ધનુર્માસ પણ કહેવામાં આવે છે. ત્યાં જ, માર્ચ-એપ્રિલાં મીન રાશિમાં સૂર્યના આવી જવાથી તેને મીનમાસ પણ કહેવામાં આવે છે.

શું કરવું જોઇએઃ-

  • ધર્મગ્રંથો પ્રમાણે આ મહિનામાં સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઇએ. પછી ભગવાનની પૂજા કરવી જોઇએ. તેનાથી ભગવાનની કૃપા બની રહે છે. આ દરમિયાન સૂર્યપૂજા કરવી જોઇએ. સાથે જ, ભગવાન વિષ્ણુની આરાધના પણ કરવી જોઇએ. ખરમાસ દરમિયાન દાન અને મંત્ર જાપ કરવાનું મહત્ત્વ છે. આ મહિનામાં દેવતા, વેદ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સાધુ-સંન્યાસીની પૂજા અને સેવા કરવી જોઇએ.
  • ખરમાસમાં શું કરવું જોઇએ નહીંઃ-ખરમાસ દરમિયાન ગૃહ પ્રવેશ અને 16 સંસ્કાર સહિત અન્ય માંગલિક કામ કરવા જોઇએ નહીં. આ દરમિયાન 16માંથી થોડા જરૂરી સંસ્કાર કરી શકાય છે.
  • માંસ, મધ, ચોખા, અડદ, ડુંગળી, લસણ, રાઈ, નશાની વસ્તુઓ, દાળ, તલનું તેલ અને કોઇનું એંઠું ભોજન કરવું જોઇએ નહીં.
  • ખરમાસ દરમિયાન પતરાળમાં ભોજન કરવું, સાંજે એક સમયે ભોજન ખાવું, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. સાથે જ અજાણતાં પણ ખોટા કામ કરવાથી બચવું જોઇએ.
  • કોઇનો વિરોધ કરવાથી બચવું જોઇએ. નિંદા અને ખોટું બોલવાથી બચવું જોઇએ.