પાંચ દિવસનું દીપોત્સવ પર્વ આજથી શરૂ થઇ રહ્યું છે. અમુક જગ્યાએ આ પર્વ રમા એકાદશીથી શરૂ થઇ જાય છે. પંચાંગ ભેદને કારણે આ વખતે ધનતેરસને લઇને અસમંજસ બની રહી છે. થોડા લોકો 12 તો થોડા લોકો 13 નવેમ્બરના રોજ આ પર્વ ઊજવશે. વારણસી, તિરુપતિ અને ઉજ્જૈનના જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે તેરસ તિથિ 12 નવેમ્બરની સાંજથી શરૂ થશે, જે 13 નવેમ્બર બપોરે લગભગ 3 વાગ્યા સુધી રહેશે.
એને કારણે 12 નવેમ્બરના રોજ પ્રદોષકાળમાં તેરસ તિથિ હોવાથી આ દિવસે સાંજે ભગવાન ધનવંતરીની પૂજા અને યમ દીપક પ્રકટાવીને ધનતેરસ પર્વ ઊજવવો જોઇએ. જો તેરસ તિથિમાં ખરીદદારી કરવા માગો છો, તો 13 નવેમ્બરના રોજ કરી શકો છો.
આ પ્રકારે ધનતેરસની ખરીદદારી 2 દિવસ કરી શકાશે. ત્યાર બાદ 13મીએ ચૌદશ તિથિ શરૂ થશે અને 14મીએ બપોરે લગભગ 1.25 સુધી રહેશે. પછી અમાસ શરૂ થઇ જશે એટલે 14મીએ કાળીચૌદશ અને દિવાળી પર્વ ઊજવાશે. 15મીએ ગોવર્ધન પૂજા અને 16મીએ ભાઈબીજ પર્વ રહેશે.
ધનતેરસ વણજોયું મુહૂર્ત ધરાવતો વિશેષ દિવસઃ-
વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે, ધનતેરસે સાંજે લક્ષ્મી અને કુબેરની પૂજા અને યમ દીપદાન સાથે ખરીદી માટે શ્રેષ્ઠ સમય રહેશે. ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે.
પરિવારમાં સમૃદ્ધિને અક્ષત રાખવાની કામનાથી જ આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મી પ્રતિમાઓની ખરીદદારી કરવી શુભ રહે છે, સાથે જ સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાની પણ પરંપરા છે. આ સિવાય પિત્તળ, કાંસું, સ્ટીલ અને તાંબાનાં વાસણો પણ ખરીદવાની પ્રથા છે.
ધનવંતરી પણ આ દિવસે પ્રકટ થયા હતા, જેના કારણે આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. સમુદ્ર મંથનમાં ભગવાન ધનવંતરી કળશમાં અમૃત લઇને આવ્યા હતા, એટલે આ દિવસે ધાતુનાં વાસણ ખરીદવામાં આવે છે.
પૂજાવિધિ અને દીપદાનઃ-
પ્રદોષકાળઃ સૂર્યાસ્ત પછી 2 કલાક 24 મિનિટનો સમય
ભાસ્કર એક્સપર્ટ પેનલઃ-
1. જ્યોતિષાચાર્ય ડો. રાહુલ મિશ્ર, સંસ્કૃત વિદ્યા ધર્મવિજ્ઞાન સંકાય કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, વારણસી
2. પંચાંગકર્તા પં. આનંદશંકર વ્યાસ, ઉજ્જૈન
3. જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્ર, વારણસી
4. ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ, પ્રોફેસર જ્યોતિષ વિભાગ, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, તિરુપતિ
5. પ્રો. રામનારાયણ દ્વિવેદી, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય તથા મંત્રી કાશી વિદ્વત પરિષદ
6. ડો. કામેશ્વર ઉપાધ્યાય, રાષ્ટ્રીય મહાસચિવ અખિલ ભારતીય વિદ્વત પરિષદ, વારણસી
આ પણ વાંચોઃ-
પર્વ:ગુરુવારે વાઘબારસ અને ધનતેરસ, આ દિવસે લક્ષ્મી-ધનવંતરી સાથે ગાયની પૂજા પણ કરવી જોઇએ
12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે
દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.