દીપોત્સવનો પહેલો દિવસ:13 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

એક વર્ષ પહેલા
  • સ્કંદ પુરાણ પ્રમાણે ધનતેરસના દિવસે યમરાજ માટે દીપદાન કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે

ધનતેરસ પર્વ આ વર્ષે 13 નવેમ્બરના રોજ છે. આ દિવસે ખરીદી કરવાની પરંપરા છે. માનવામાં આવે છે કે, આ દિવસે ખરીદવામાં આવેલો સામાન ક્યારેય ક્ષય એટલે ખરાબ થતો નથી. ખરીદી સિવાય આ દિવસે યમ-દીપદાન કરવું જોઇએ. સ્કંદ પુરાણ પ્રમાણે આ દિવસે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. આખા વર્ષમાં ધનતેરસ અને કાળી ચૌદશને મૃત્યુના દેવતા યમરાજની પૂજા દીપદાન કરીને જ કરવામાં આવે છે. આ દિવસે સાંજે યમરાજ માટે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તે ઘરમાં રહેતાં લોકો ઉપર યમરાજ પ્રસન્ન થાય છે અને પરિવારના લોકોમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.

ગ્રંથોમાં ધનતેરસનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છેઃ-

1. कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां निशामुखे।

यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनिश्यति ।।

એટલે - આસો મહિનાના વદ પક્ષની તેરસના દિવસે સંધ્યાકાળમાં ઘરની બહાપ યમદેવના ઉદેશ્યથી દીપ પ્રગટાવવાથી અપમૃત્યુનું નિવારણ થાય છે.

2. कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां तु पावके।

यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनश्यति।।

એટલે - આસો મહિનાના વદ પક્ષની તેરસના દિવસે ઘરની બહાર યમરાજ માટે દીપ પ્રગટાવવો જોઇએ, જેથી અકાળ મૃત્યુનો નાશ થાય છે

આ પણ વાંચોઃ-

રાજા ભર્તૃહરિની નીતિઓ:માફી માંગવાનો ભાવ હોય તો કોઇ કવચની જરૂર નથી, ગુસ્સો હોય તો દુશ્મન અને વિદ્યા હોય તો ધન એકઠું કરવાની જરૂર નથી

ગ્રહ ગોચર/ બુધ-શુક્રના કારણે 16 નવેમ્બર સુધી અનેક લોકોની આર્થિક અને માનસિક સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે

નવેમ્બરનું બીજું સપ્તાહ/ હિંદુ કેલેન્ડર પ્રમાણે 9 થી 15 નવેમ્બર વચ્ચે ધનતેરસ અને દિવાળી જેવા મોટા પર્વ રહેશે

રમા એકાદશી/ દિવાળી પહેલાં આ દિવસે વ્રત અને પૂજાથી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે

અન્ય સમાચારો પણ છે...