દક્ષિણનું તીર્થ:કેરળનું ધન્વંતરિ મૂર્તિ મંદિર 1 હજાર વર્ષથી વધારે જૂનું છે, અહીં ધ્યાન કરવાથી બીમારીઓ દૂર થાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીં ધ્યાન અને ભજન કરવાથી વાત, પિત્ત અને કફ દોષ દૂર થાય છે, યોગ અને સ્વાધ્યાય માટે આયુર્વેદના ડોક્ટર પણ આવે છે
  • મંદિર પ્રશાસન પ્રમાણે પરશુરામજીએ અહીં ભગવાન ધન્વંતરિની મૂર્તિ સ્થાપિત કરી હતી

આજે 11.31 કલાકથી બુધવાર, 3 નવેમ્બરના રોજ સવારે 9.02 સુધી ધનતેરસની તિથિ રહેશે. તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે. ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિનો પ્રાકટ્ય ઉત્સવ ઊજવવામાં આવે છે. આયુર્વેદના જનક ધનવંતરિને ભગવાન વિષ્ણુનો જ અવતાર માનવામાં આવે છે. આ દિવસે તેમની સાથે ઔષધીઓની પણ પૂજા કરવામાં આવે છે.

ભગવાન ધન્વંતરિનું કેરળના અર્નાકુલમ જિલ્લાથી લગભગ 40 કિમી દૂર થોટ્ટૂવા ગામમાં 1000 વર્ષથી વધારે જૂનું મંદિર છે. મંદિર પ્રશાસનના જણાવ્યા પ્રમાણે અહીં ભગવાન ધન્વંતરિની મૂર્તિ ભગવાન પરશુરામજીએ સ્થાપિત કરી હતી. એટલે તેને આદિ ધન્વંતરિ દેવ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ મૂર્તિની પૂજા સૌથી પહેલાં અહીં નાંબૂદરી બ્રાહ્મણ કરતાં હતાં અને લગભગ 9મી સદીમાં અહીં મંદિર બન્યું. ત્યાર બાદ આ મંદિરમાં ઉપ દેવતા અયપ્પન, ગણપતિ, ભદ્રકાળી અને રક્ષની સ્થાપના કરવામાં આવી. અહીં ખાસ કરીને ભગવાન ધન્વંતરિને કાચુ દૂધ અને માખણ ચઢાવવામાં આવે છે. સાથે જ, તેમને કૃષ્ણ તુલસી વિશેષ ચઢાવવામાં આવે છે.

છ ફૂટ ઊંચી મૂર્તિ-
મંદિર પ્રશાસનના લોકો પ્રમાણે ભગવાન પરશુરામે ધન્વંતરિ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી છે અને તેઓ તેનો અભિષેક કરતાં હતાં. ભગવાન ધન્વંતરિની મૂર્તિ લગભગ 6 ફૂટ ઊંચી છે. જેમના ચાર હાથ છે. તેમાં જમણાં હાથમાં અમૃત કળશ છે. ડાબા હાથમાં અટ્ટ, શંકુ અને ચક્ર ધારણ કરેલાં છે. મંદિરમાં અન્ય 4 ઉપ દેવતા જેમાં અયપ્પન, ગણપતિ, ભદ્રકાળી અને બ્રહ્મરાક્ષસ છે. મંદિરમાં જમણી બાજુ એક નાની ધારા છે જે પૂર્વ દિશામાં વહે છે. આ ધારામાં સ્નાન કર્યા પછી મંદિરમાં દર્શન કરવાની પરંપરા છે.

અહીં ધ્યાન અને ભજન કરવાથી વાત, પિત્ત અને કફ દોષ દૂર થાય છે, યોગ અને સ્વાધ્યાય માટે આયુર્વેદના ડોક્ટર પણ આવે છે
અહીં ધ્યાન અને ભજન કરવાથી વાત, પિત્ત અને કફ દોષ દૂર થાય છે, યોગ અને સ્વાધ્યાય માટે આયુર્વેદના ડોક્ટર પણ આવે છે

વાત, પિત્ત અને કફ દોષ દૂર થાય છે-
અહીં લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની કામના સાથે ભક્ત ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા કરે છે. ભગવાનને આયુર્વેદિક ઔષધીઓ અને કૃષ્ણા તુલસી ચઢાવવામાં આવે છે. તેમની સાથે જ દરેક પ્રકારના દોષ નાશ માટે ભગવાન ગણપતિ, અયપ્પન, દેવી ભદ્રકાળી અને બ્રહ્મ રાક્ષસની પૂજા પણ કરવામાં આવે છે. આ પાંચ શક્તિઓની પૂજા દરેક પ્રકારના દોષ અને અશુભ નાશની કામના સાથે કરવામાં આવે છે. મંદિરમાં આયુર્વેદના ડો. ધ્યાન-યોગ અને સ્વાધ્યાય માટે આવે છે. એવું માનવામાં આવે છે કે, અહીં ધ્યાન કરવાથી વાત, પિત્ત અને કફ દોષ દૂર થઇ જાય છે.

આ મંદિર આદિ શંકરાચાર્ય અને નંબૂદરી બ્રાહ્મણ સાથે જોડાયેલું છે-
પ્રશાસન પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ આદિ શંકરાચાર્ય અને મલયાતુરના પહાડો ઉપર રહેતાં ત્રણ નંબૂદરી બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલ છે. ઉલ્લેખવામાં આવે છે કે, આદિ શંકરાચાર્ય પહાડી ઉપર રહેલાં બ્રાહ્મણોને ત્યાં ગયાં. પરંતુ ત્રણેય બ્રાહ્મણ ગરીબ હતાં. એટલે તેઓ શંકરાચાર્યનો સત્કાર અને ભિક્ષા આપી શક્યાં નહીં. ત્યાર બાદ શંકરાચાર્ય જતાં રહ્યાં.

મંદિર પ્રશાસન પ્રમાણે પરશુરામજીએ અહીં ભગવાન ધન્વંતરિની મૂર્તિ સ્થાપિત કરી હતી
મંદિર પ્રશાસન પ્રમાણે પરશુરામજીએ અહીં ભગવાન ધન્વંતરિની મૂર્તિ સ્થાપિત કરી હતી

ત્યાર બાદ દુઃખી થઇને પ્રાયશ્ચિત માટે ત્રણેય બ્રાહ્મણ પણ ત્યાંથી જતાં રહ્યાં. જ્યારે તેમને ભૂખ લાગી ત્યારે ત્રણેયે ભોજન બનાવવા માટે વાંસ એકઠું કર્યું. તેમાં બે બ્રાહ્મણોનું ભોજન બની ગયું પરંતુ એક બ્રાહ્મણનું વાંસ આખું સળગી ગયું અને ભોજન બની શક્યું નહીં. તે દુઃખી થયો અને જ્યાં ભગવાન ધન્વંતરિની મૂર્તિ હતી ત્યાં પોતાની છત્રી લઇને સૂઇ ગયો.

ત્યાર બાદ ભગવાન ધન્વંતરિ તેના સપનામાં આવ્યાં અને તેણે પોતાના શિષ્યો સહિત ભોજન અને સમૃદ્ધિનું વરદાન આપ્યું. બીજા દિવસે બ્રાહ્મણને અનેક પ્રકારનું ભોજન બનેલું મળ્યું. જ્યાં બ્રાહ્મણે છત્રી રાખી હતી આજે ત્યાં જ ભગવાન ધન્વંતરિનું મંદિર છે.

એકાદશી અને પુષ્ય નક્ષત્રના દિવસે વિશેષ પૂજા થાય છે-
અહીં મહાભિષેક અને પ્રતિષ્ઠા પર્વ તરીકે મલયાલમના વૃશ્ચિક મહિનામાં એટલે 16 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે આવતી એકાદશીએ ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેના સિવાય 16 એપ્રિલથી 15 મેની વચ્ચે આવતાં પુષ્ય નક્ષત્રમાં અહીં મહાપૂજાનું આયોજન થાય છે.