• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Dhanteras 2022 Today, On This Festival, By Donating A Lamp To Yama Devta In The Evening, Diseases End And The Fear Of Premature Death Goes Away.

ધનતેરસ:આજે સાંજે યમ દેવતા માટે દીપદાન કરવાથી બીમારીઓ અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે ધનતેરસના દિવસે યમરાજ માટે દીપદાન કરવાથી પરેશાનીઓ દૂર થાય છે

આજે ધનતેરસ છે. આ દિવસ ખરીદદારીનું વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. એટલે આ દિવસે દરેક પ્રકારની ખરીદી કરવાની પરંપરા છે. ખરીદી સિવાય આ દિવસે યમ-દીપદાન કરવું જોઈએ. પુરાણો પ્રમાણે આ દિવસે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. આખા વર્ષમાં ધનતેરસ અને કાળી ચૌદશના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા દીપદાન સાથે કરવામાં આવે છે. આજે સાંજે યમરાજ માટે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી તે ઘરમાં રહેતા લોકો ઉપર યમરાજ પ્રસન્ન થાય છે અને પરિવારના લોકોમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.

1. સ્કંદ પુરાણ પ્રમાણે-
कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां निशामुखे।
यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनिश्यति ।।

અર્થ- આસો મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ સંધ્યાકાળમાં ઘરની બહાર યમદેવ માટે દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. એટલે આવું કરવાથી અસમય મૃત્યુથી બચી શકાય છે.

2. પદ્મ પુરાણ પ્રમાણે-
कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां तु पावके।
यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनश्यति।।
અર્થ- આસો મહિનાના વદ પક્ષની તેરસના દિવસે ઘરની બહાર યમરાજ માટે દીપદાન કરવું જોઈએ, તેનાથી દૂર-મૃત્યુનો નાશ થાય છે.

યમદેવતા માટે દીપદાન કઈ રીતે કરવું

  • યમદેવતાને નિમિત્ત દીપદાન પ્રદોષ કાળમાં કરવું જોઈએ. તેના માટે ઘઉંના લોટનો દીવો બનાવવો.
  • રૂ લઈને બે લાંબી દિવેટ બનાવો. તેને દીવામાં એકબીજાની ક્રોસમાં રાખી જો. જેથી દીવાની બહાર દિવેટના ચાર મુખ જોવા મળે.
  • દીવાને તલના તેલથી ભરવો અને તેમાં થોડા કાળા તલ પણ રાખવાં. પ્રદોષ કાળમાં દીવાનું નાડાછડી, ચોખા અને ફૂલથી પૂજન કરવું.
  • ઘરના મુખ્ય દ્વારની બહાર થોડા ઘઉંની ઢગલી બનાવીને તેના ઉપર દીવો રાખવો જોઈએ. તેને દક્ષિણ દિશા તરફ રાખવો. કેમ કે તે યમની દિશા માનવામાં આવે છે.

દીવો રાખતી સમયે યમરાજને પ્રણામ કરો અને મંત્રજાપ કરો-
मृत्युना पाशदण्डाभ्यां कालेन श्यामया सह।
त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रीयतां मम।।

અર્થ- હું ધનતેરસના દિવસે આ દીવો સૂર્યપુત્ર યમદેવતાને અર્પણ કરું છું. તેઓ મને મૃત્યુના કષ્ટથી મુક્ત કરે અને મારું કલ્યાણ કરે.
હાથમાં ફૂલ લઈને બોલો ઓમ યમદેવાય નમઃ। નમસ્કારં કરોમિ।। તે પછી દક્ષિણ દિશામાં ફૂલ રાખીને યમદેવને નમસ્કાર કરો.

અન્ય સમાચારો પણ છે...