• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Dhanteras 2021: Importance Of Dhanteras Festival And Lord Dhanvantari: He Gave The World The Knowledge Of Ayurveda To Avoid Nectar And Diseases

ધનતેરસ સ્વાસ્થ્યનું પર્વ:ભગવાન ધન્વંતરિએ સંસારને અમૃત અને બીમારીઓથી બચવા માટે આયુર્વેદનું જ્ઞાન આપ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્પત્તિ સમયે ભગવાન ધન્વંતરિના હાથમાં કળશ હોવાથી ધનતેરસના દિવસથી વાસણ ખરીદવાની પરંપરા શરૂ થઇ હતી

આજે 2 નવેમ્બરથી પાંચ દિવસનો દીપોત્સવ પર્વ શરૂ થઇ ગયો છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધન્વંતરિએ સંસારને અમૃક આપ્યું હતું.

આયુર્વેદથી પરિચય કરાવ્યો હતો-
ભગવાન ધન્વંતરિ દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારોનો જ અવતાર છે. પ્રાકટ્ય સમયે ધન્વંતરિના ચાર હાથમાં અમૃત કળશ, ઔષધી, શંખ અને ચક્ર હતાં. પ્રકટ થતાં જ તેમણે આયુર્વેદનો પરિચય કરાવ્યો. આયુર્વેદ અંગે કહેવાય છે કે, સૌથી પહેલાં બ્રહ્માએ એક લાખ શ્લોકવાળા આયુર્વેદની રચના કરી જેને અશ્વિની કુમારોએ શીખ્યું અને ઇન્દ્રને શીખવાડ્યું. ઇન્દ્રએ તેનાથી ધન્વંતરિને કુશળ બનાવ્યાં.

પ્રાકટ્ય સમયે ધન્વંતરિના ચાર હાથમાં અમૃત કળશ, ઔષધી, શંખ અને ચક્ર હતાં. પ્રકટ થતાં જ તેમણે આયુર્વેદનો પરિચય કરાવ્યો
પ્રાકટ્ય સમયે ધન્વંતરિના ચાર હાથમાં અમૃત કળશ, ઔષધી, શંખ અને ચક્ર હતાં. પ્રકટ થતાં જ તેમણે આયુર્વેદનો પરિચય કરાવ્યો

સ્વાસ્થ્ય લાભ મળે છે-
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધન્વંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

ઉત્પત્તિ સમયે ભગવાન ધન્વંતરિના હાથમાં કળશ હોવાથી ધનતેરસના દિવસથી વાસણ ખરીદવાની પરંપરા શરૂ થઇ હતી
ઉત્પત્તિ સમયે ભગવાન ધન્વંતરિના હાથમાં કળશ હોવાથી ધનતેરસના દિવસથી વાસણ ખરીદવાની પરંપરા શરૂ થઇ હતી

વાસણ ખરીદવાની પરંપરા-
ધનતેરસમાં ધન શબ્દ ધન-સંપત્તિ અને ધન્વંતરિ બંનેને સાથે જોડીને જોવામાં આવે છે. ઉત્પત્તિ સમયે ભગવાન ધન્વંતરિના હાથમાં કળશ હોવાના કારણે જ તેમના પ્રાકટ્ય દિવસના અવસરે વાસણ ખરીદવાની પરંપરાની શરૂઆત થઇ. આ દિવસે કુબેરની પૂજા હોવાથી સોના-ચાંદીના આભૂષણ પણ ખરીદવામાં આવે છે. દિવાળીએ રાતે લક્ષ્મી-ગણેશની પૂજા માટે લોકો તેમની મૂર્તિઓ પણ ધનતેરસના દિવસે ઘરે લાવે છે.