આજથી દીપોત્સવ શરૂ:આજે પાંચ શુભયોગમાં ધનતેરસ ઊજવાશે, ધન્વંતરિ અને લક્ષ્મીપૂજા સાથે યમરાજના નામે એક દીવો પ્રગટાવવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી દીપોત્સવ શરૂ થઈ રહ્યો છે. ધનતેરસના દિવસે એકસાથે પાંચ શુભ યોગ બની રહ્યા છે. આસો મહિનાના વદ પક્ષની તેરસ તિથિ, એટલે ધનતેરસના દિવસે ઘરમાં ખરીદી કરવાની પણ પરંપરા છે. ઇન્દોરના જ્યોતિષાચાર્ય પં. સોમેશ્વર જોશીના જણાવ્યા પ્રમાણે, આ વખતે દિવાળી દેવી લક્ષ્મી અને નારાયણની આરાધના સાથે ખરીદદારી માટે પણ શુભ છે.

આ વખતે ધનતેરસના દિવસે ત્રિપુષ્કર, બપોરે સર્વાર્થસિદ્ધિ, સિદ્ધિ યોગ, 12.52 કલાક પછી પ્રજાપત (ધાતા)યોગ અને વૈદ્યત નામના પાંચ શુભ યોગ બની રહ્યા છે. ધન તેરસના દિવસે શિવજી, લક્ષ્મીજી, કુબેર દેવ, ભગવાન ધન્વંતરિની ખાસ પૂજા કરો. આ દિવસે સૂર્યાસ્ત પછી યમરાજાના નામે પણ દીવો પ્રગટાવવો જોઈએ.

આ વખતે ભોમ તેરસ પ્રદોષ કાળમાં ધનતેરસ ઊજવાશે, આ કારણે ધનતેરસનું મહત્ત્વ વધી ગયું છે.
આ વખતે ભોમ તેરસ પ્રદોષ કાળમાં ધનતેરસ ઊજવાશે, આ કારણે ધનતેરસનું મહત્ત્વ વધી ગયું છે.

ધન્વંતરિની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી થઈ હતી-
સમુદ્ર મંથનના અંતમાં આ તિથિએ ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હતાં. ધન્વંતરિ આયુર્વેદના દેવતા છે. આ દિવસે કુબેર દેવની પૂજા ધન અને સમૃદ્ધિની કામના સાથે અને ભગવાન ધન્વંતરિની પૂજા સારા સ્વાસ્થ્યની કામના સાથે કરવી જોઈએ.

ધનતેરસના દિવસે કેવા શુભ કામ કરવા-
શિવજીનો અભિષેક કરો. કુબેર, ધન્વંતરિ, લક્ષ્મીજીનું પૂજન કરો. સૂર્યાસ્ત પછી માટીના દીવામાં તલનું તેલ ભરવું અને ઘરના દરવાજા પાસે કે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો. આ દિવસે કોઈ મંદિરમાં દીપદાન કરવું. સોના-ચાંદીની ખરીદદારી કરવી.