15 નવેમ્બર, સોમવારે કારતક સુદ અગિયારસ છે. આ અગિયારસને દેવઉઠી અગિયારસ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે તુલસી અને શાલિગ્રામજીની વિશેષ પૂજા થાય છે. આ એકાદશીએ તુલસી અને શાલિગ્રામજીના લગ્ન કરાવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, આ પરંપરા સંબંધિત તુલસી, શંખચૂડ, શિવજી અને ભગવાન વિષ્ણુ સંબંધિત એક કથા પ્રચલિત છે.
શિવપુરાણની કથા પ્રમાણે, અસુરરાજ શંખચૂડના લગ્ન તુલસી સાથે થયા હતા. શંખચૂડના આતંકથી દેવતાઓ હેરાન થતા હતા. તુલસીના પતિવ્રતને કારણે તમામ દેવતા ભેગા થઈને પણ શંખચૂડનો વધ કરી શકતા નહોતા. તમામ દેવતા અને ઋષિઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા. શિવજીની મદદથી ભગવાન વિષ્ણુએ છળથી તુલસીનું પતિવ્રત ભંગ કરાવ્યુ અને શિવજીએ શંખચૂડનો વધ કર્યો.
જ્યારે તુલસીને જાણ થઈ કે ભગવાન વિષ્ણુએ તેની સાથે છળ કર્યો છે તો તેમણે ભગવાન વિષ્ણુને પત્થર બની જવાનો શ્રાપ આપ્યો. વિષ્ણુજીએ આ શ્રાપ સ્વીકાર્યો અને કહ્યો, 'હવેથી ગંડકી નદી અને તુલસીના છોડના રૂપે તારી પૂજા થશે. મારી પૂજામાં પણ તુલસી રાખવી અનિવાર્ય થશે.'
નેપાળમાં વહેતી ગંડકી નદી પણ તુલસીનું રૂપ મનાય છે. આ નદીમાં એક ખાસ પ્રકારના પત્થર મળે છે. તેના પર ચક્ર અને ગદાના નિશાન બનેલા હોય છે આ પત્થરને ભગવાન વિષ્ણુના સ્વરૂપ મનાય છે. આ પત્થરને જ શાલિગ્રામના રૂપે પૂજાય છે.
શિવપુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાનો વાસ ગંડકી નદીમાં જણાવ્યો છે. વિષ્ણુજી કહે છે કે ગંડકી નદીમાં રહેનારા કરોડો જીવો પોતાના દાંતથી પત્થર ખોતરી મારા ચક્રના નિશાન બનાવશે. આ જ કારણે આ પત્થર મારા સ્વરૂપે પૂજાશે.
વિષ્ણુજી અને તુલસી સાથે સંકળાયેલી એક માન્યતા પ્રચલિત છે. માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં તુલસીએ ભગવાન વિષ્ણુને પોતાના પતિના રૂપમાં પામવા માટે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી, તેના ફળમાં ભગવાન વિષ્ણુએ તેમના સાથે લગ્ન કરવાનું વરદાન આપ્યુ. કારતક સુદ અગિયારસે આ લગ્ન થયા.
દેવઉઠી અગિયારસે આ રીતે તુલસી પૂજા કરવી
તુલસી નામાષ્ટક મંત્ર
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.