તુલસી પૂજાનું પર્વ:આજે દેવઊઠી એકાદશીએ તુલસી વિવાહ થશે; સાંજે લક્ષ્મી-વિષ્ણુનો અભિષેક કરવો અને તુલસી માતાને ચૂંદડી ઓઢાળવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશી છે, જેને દેવઊઠી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે તુલસી અને શાલિગ્રામજીના લગ્ન પણ કરાવવામાં આવે છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ અને પૂજન કરવાની પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે તુલસીજીના લગ્ન શાલિગ્રામજી (વિષ્ણુજીનું સ્વરૂપ) સાથે કરાવવાની પરંપરા છે. આ તિથિએ શ્રીહરિ શયનથી જાગે છે. આ દેવના જાગવા એટલે ઉઠવાની તિથિ છે, એટલે તેને દેવઊઠી એકાદશી કહેવામાં આવે છે. આ તિથિએ સૂર્યાસ્ત પછી વિષ્ણુજી અને મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ. તુલસીને નવી ચૂંદડી ઓઢાળવી જોઈએ. આ વિષ્ણુજીના જાગવાની તિથિ છે, એટલે ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ.

તુલસી અને શાલિગ્રામજીના લગ્ન કરાવી શકો નહીં તો સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને તુલસીને ચૂંદડી ઓઢાળવી
તુલસી અને શાલિગ્રામજીના લગ્ન કરાવી શકો નહીં તો સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને તુલસીને ચૂંદડી ઓઢાળવી

એકાદશીએ આ શુભ કામ કરો

  • એકાદશીએ સવારે સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાનાલોટાથી જળ ચઢાવો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. તે પછી તુલસીને જળ ચઢાવવું. તુલસી આસપાસ સાફ-સફાઈ કરો.
  • જો તુલસી અને શાલિગ્રામજીના લગ્ન કરાવી શકો નહીં તો સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને તુલસીને ચૂંદડી ઓઢાળવી. સુહાગનો સામાન અર્પણ કરો. ભોગ ધરાવવો. પૂજા કરો. બીજા દિવસે એટલે બારસ તિથિએ આ વસ્તુઓ કોઈ પરિણીતા સ્ત્રીને દાન કરો.
  • જે લોકો એકાદશીએ વ્રત-ઉપવાસ કરે છે, તેમણે આખો દિવસ નિરાહાર રહેવું જોઈએ. દૂધ અને ફળનું સેવન કરવું. આ દિવસે વિષ્ણુજી અને લક્ષ્મીજીના મંત્રનો જાપ કરવો જોઈએ. મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો. દક્ષિણાવર્તી શંખ, કમળ ગટ્ટા, ગોમતી ચક્ર, પીળી કોડી પૂજામાં રાખો. શંખમાં દૂધ ભરીને ભગવાનનો અભિષેક કરો. ફૂલ અને નવા કપડાંથી શ્રૃંગાર કરો. મીઠાઈનો ભોગ તુલસી સાથે ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ ગ્રહણ કરો. બીજા દિવસે બારસ તિથિએ સવારે સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી તમે ભોજન કરો. આ પ્રકારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે.
  • આ દિવસે એકાદશીએ સૂર્યાસ્ત પછી શિવલિંગ અને હનુમાનજી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો. શ્રીરામ નામનો જાપ પણ કરી શકાય છે.
  • આ એકાદશીએ બાળ ગોપાલનો અભિષેક કરો. લડ્ડૂ ગોપાલને દૂધથી સ્નાન કરાવો. તે પછી સ્વચ્છ જળથી સ્નાન કરાવો. ભગવાનને નવા વસ્ત્ર પહેરાવો. ફૂલ ચઢાવો. માખણ-મિસરીનો ભોગ તુલસી સાથે ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. શ્રીકૃષ્ણના મંત્ર કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.