• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Devshayani Ekadashi On July 10 Chaturmas Will Start From This Day, During Which There Is A Tradition Of Worshiping Lord Shiva And Vishnu.

દેવશયની એકાદશી:આ દિવસથી ચાતુર્માસ શરૂ થશે, આ દરમિયાન ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા કરવાની પરંપરા છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી 10 જુલાઈના રોજ છે. જેને હરિશયની અથવા દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ તિથિથી ચાતુર્માસ પણ શરૂ થઈ જશે. એટલે ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેશે. સામાન્ય બોલચાલ અને પરંપરાઓમાં તેને જ ભગવાનનું સૂઈ જવું કહેવામાં આવે છે. તેના પછી ભગવાન વિષ્ણુ કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ જાગે છે. આ ચાર મહિનામાં લગ્ન, સગાઈ અને ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો થતાં નથી. માત્ર પૂજાપાઠ, ઉપાસના અને સાધના જ કરવામાં આવે છે.

ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ અને શિવપૂજા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ચાતુર્માસમાં પૂજા અને ધ્યાન કરવાનું ખાસ મહત્ત્વ છે. દેવશયની એકાદશીથી દેવઊઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ આરામ કરશે. આ દરમિયાન શિવજી સૃષ્ટિનું સંચાલન કરશે. આ દિવસોમાં શિવજી અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવજીનો અભિષેક કરવો જોઈએ.

વિષ્ણુજીને તુલસી તો શિવજીને બીલીપાન ચઢાવવા જોઈએ. સાથે જ ૐ વિષ્ણવે નમઃ અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું ખાસ મહત્ત્વ છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ.

ચાતુર્માસના આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું ખાસ મહત્ત્વ છે
ચાતુર્માસના આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું ખાસ મહત્ત્વ છે

117 દિવસનો ચાતુર્માસ
આ વર્ષે 10 જુલાઈથી 5 નવેમ્બર સુધી ચાતુર્માસ રહેશે. એટલે 118 દિવસ સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેશે. જેમાં અષાઢની એકાદશીથી પૂનમ સુધી ચાર દિવસ, પછી 29 દિવસનો શ્રાપણ અને 30 દિવસનો ભાદરવો મહિનો રહેશે. ત્યાં જ, આસો મહિનામાં 29 અને કારતક મહિનાના 25 દિવસ રહેશે. આ પ્રકારે 117 દિવસનો ચાતુર્માસ રહેશે. ગયા વર્ષે આસો મહિનાનો અધિકમાસ હતો. આ કારણે ચાતુર્માસ ચાર નહીં પાંચ મહિનાનો રહ્યો હતો.

ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું
ચાતુર્માસની શરૂઆતમાં વરસાદનું વાતાવરણ રહે છે. જેથી વાદળો કારણે તડકો આપણાં સુધી પહોંચી શકતો નથ. સૂર્યના પ્રકાશ વિના આપણી પાચનશક્તિ નબળી થઈ જાય છે. એવી સ્થિતિમાં ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભોજનમાં એવી વસ્તુઓ સામેલ કરો જે સરળતાથી પચી શકે. નહીંતર પેટને લગતી બીમારીઓ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...