દેવશયની એકાદશી અને રવિવારનો યોગ:10 જુલાઈએ વિષ્ણુજી અને શિવજી સાથે જ સવારે સૂર્યદેવ અને સાંજે તુલસી માતાની પૂજા કરવી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 10 જુલાઈના રોજ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી છે, તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ તિથિનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કેમ કે આ દિવસથી કારતક મહિનામાં આવતી દેવઊઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ આરામ કરે છે. રવિવાર અને દેવશયની એકાદશીના યોગમાં વિષ્ણુજી, શિવજી સાથે જ સૂર્યદેવ અને તુલસીની પણ ખાસ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે વિષ્ણુજીના આરામ સમયે શિવજી સૃષ્ટિનું પાલન કરે છે. આ કારણે દેવશયની એકાદશીએ વિષ્ણુજી સાથે જ શિવજીનું પૂજન ખાસ કરીને કરવું જોઈએ. રવિવારે એકાદશી હોવાથી આ દિવસે સૂર્ય પૂજા કરવાનું મહત્ત્વ વધી ગયું છે. જ્યોતિષમાં સૂર્યદેવને રવિવારના સ્વામી ગ્રહ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં સૂર્યને લગતા દોષ હોય છે, તેમને રવિવારે સૂર્ય પૂજા કરવાની સલાહ આપવામાં આવી છે.

દેવશયની એકાદશીએ આ શુભ કામ કરી શકો છો
એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરવું, તેમાં ચોખા, લાલ ફૂલ રાખવા, તે પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. આ દરમિયાન સૂર્ય મંત્ર ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ
દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ

આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ. તેના માટે કેસર મિશ્રિત દૂધને શંખમાં ભરીને અભિષેક કરો. તે પછી ફૂલ મિશ્રિત સુગંધિત જળથી અભિષેક કરો. ભગવાનને વસ્ત્ર અર્પણ કરો. ફૂલથી અને અન્ય પૂજન સામગ્રીથી શ્રૃંગાર કરો. ધૂપ-દીપ પ્રગટાવો. તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવો. આરતી કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. પૂજાના અંતમાં ભગવાન પાસે માફી માગો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ ગ્રહણ કરો.

શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીલીપાન, આંકડાના ફૂલ, ધતૂરો વગેરે ચઢાવો. ચંદનથી તિલક કરો. પૂજા કરો. એકાદશીએ તુલસી પૂજા કરવાની પણ પરંપરા છે. આ તિથિએ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ.

જરૂરિયાતમંદ લોકોને ધન, અનાજ, કપડા, છત્રી અને બૂટ-ચપ્પલનું દાન કરો. ગાયની દેખરેખ માટે કોઇ ગૌશાળામાં દાન કરો.