• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Devshayani Ekadashi On 10 July, Make Donations On Ekadashi, Shri Krishna Puja Vidhi, Significance Of Devshayani Ekadashi In Gujarati

દેવપોઢી એકાદશી:રવિવારે શ્રીકૃષ્ણ અને ગૌમાતાની મૂર્તિનો દક્ષિણાવર્તી શંખ દ્વારા અભિષેક કરવો, ગૌશાળામાં ગાયની દેખરેખ માટે દાન પણ કરવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 10 જુલાઈ પૂજા-પાઠની દૃષ્ટિએ ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે દેવશયની એકાદશી છે. જેને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિથી કારતક મહિનાના સુદ પક્ષની એકાદશી સુધી ભગવાન વિષ્ણુ આરામ કરે છે. દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવાની પરંપરા છે. આ દિવસે શ્રીકૃષ્ણની પણ ખાસ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દેવશયની એકાદશીએ વિષ્ણુજી, શિવજી અને શ્રીકૃષ્ણનો અભિષેક કરવો જોઈએ. જે લોકોના ઘરમાં બાલ ગોપાલની પ્રતિમા છે, તેમણે કેસર મિશ્રિત દૂધથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. બાલ ગોપાલ સાથે જ ગૌમાતાની મૂર્તિ પણ ચોક્કસ રાખો.

જે લોકોના ઘરમાં બાલ ગોપાલની પ્રતિમા છે, તેમણે કેસર મિશ્રિત દૂધથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ
જે લોકોના ઘરમાં બાલ ગોપાલની પ્રતિમા છે, તેમણે કેસર મિશ્રિત દૂધથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ

શ્રીકૃષ્ણની પૂજા આ રીતે કરી શકો છો
શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપનો અભિષેક દક્ષિણાવર્તી શંખ દ્વારા કરવો જોઈએ. શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનને અર્પણ કરો. દૂધ પછી જળથી અભિષેક કરવો જોઈએ. તે પછી શ્રીકૃષ્ણને પીળા ચમકીલા રેશમી વસ્ત્ર પહેરાવવા જોઈએ. હાર-ફૂલથી શ્રૃંગાર કરો. ચંદનથી તિલક લગાવો. તુલસી સાથે માખણ-મિશ્રી અને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજામાં કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન પાસે જાણ્યે-અજાણ્યે પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ ગ્રહણ કરો. આ દિવસે કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે દાન કરવું જોઈએ. સાથે જ, જરૂરિયાતમંદ લોકોને ધન, અનાજ, કપડાં વગેરે વસ્તુઓ ભેટમાં આપો.

દેવશયની એકાદશી સાથે જોડાયેલી માન્યતા
આ એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે માનવામાં આવે છે, કેમ કે આ દિવસથી ભગવાન વિષ્ણુના આરામનો સમય શરૂ થઈ જાય છે અને ભગવાન લગભગ ચાર મહિના સુધી આરામ કરે છે. આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ સમયમાં શિવજી સૃષ્ટિનું સંચાલન કરે છે. દેવશયની એકાદશી પછી લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો માટે મુહૂર્ત રહેતા નથી. ચાતુર્માસમાં ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. ધ્યાન કરો, ખાનપાનનું ખાસ ધ્યાન રાખો.