તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Devshayani Ekadashi Chaturmas Date 20 July 2021 | Shubh Karya Muhurat, Hindu Marriage, Griha Pravesh Dates With Muhurat Or Shubh Timings

ચાતુર્માસ 20 જુલાઈથી 15 નવેમ્બર સુધી:તિથિઓની વધ-ઘટ થવાથી આ વખતે 3 મહિના 26 દિવસ સુધી દેવશયન રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેશે, આ દિવસોમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો થઈ શકશે નહીં

20 જુલાઈએ દેવશયની એકાદશીથી જ ચાતુર્માસ શરૂ થઈ જશે. તેની સાથે જ ચાર મહિના સુધી લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો થઈ શકશે નહીં. જોકે, આ દિવસોમાં ખરીદદારી, લેવડ-દેવડ, રોકાણ, નોકરી અને બિઝનેસ જેવા નવા કામની શરૂઆત માટે શુભ મુહૂર્ત રહેશે. આ વર્ષે ભગવાન વિષ્ણુ 118 દિવસ યોગ નિદ્રામાં રહેશે. આ દરમિયાન સંત અને સામાન્ય લોકો ધર્મ-કર્મ, પૂજા-પાઠ અને આરાધનામાં સમય વિતાવશે.

ગયા વર્ષે અધિકમાસ હોવાના કારણે ભગવાન વિષ્ણુએ 148 દિવસ ક્ષીરસાગરમાં આરામ કર્યો હતો. આ વખતે તેઓ 20 જુલાઈથી 14 નવેમ્બર સુધી યોગ નિદ્રાની અવસ્થામાં રહેશે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ સમયગાળામાં સૃષ્ટિની સંભાળ અને કામકાજના સંચાલનની જવાબદારી ભગવાન ભોળાનાથ પાસે રહેશે. આ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવી શકે છે પરંતુ લગ્ન જેવા માંગલિક કાર્યો થઈ શકશે નહીં.

આ વખતે તેઓ 20 જુલાઈથી 14 નવેમ્બર સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાની અવસ્થામાં રહેશે
આ વખતે તેઓ 20 જુલાઈથી 14 નવેમ્બર સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાની અવસ્થામાં રહેશે

અષાઢ મહિનો ખાસ હોય છેઃ-
અષાઢ મહિનો સનાતન ધર્મમાં ધાર્મિક મહિનો પણ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને માતા દુર્ગાની ગુપ્ત નોરતા દરમિયાન પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ મહિનામાં બધા દેવી દેવતા આરામ માટે જાય છે. ત્યાં જ ભારતમાં આ સમયગાળા દરમિયાન વરસાદ થવાના કારણે આ મહિનાને વર્ષા ઋતુનો મહિનો પણ કહેવામાં આવે છે.

ચાતુર્માસ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે આ વખતે મંગળવાર, 20 જુલાઈ 2021થી શરૂ થઈને કારતક સુદ એકાદશી સુધી ચાલશે
ચાતુર્માસ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે આ વખતે મંગળવાર, 20 જુલાઈ 2021થી શરૂ થઈને કારતક સુદ એકાદશી સુધી ચાલશે

ચાતુર્માસમાં કયા-કયા મહિના આવે છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે ચાતુર્માસની શરૂઆત હિંદુ કેલેન્ડરના અષાઢ મહિનાથી થાય છે. ચાતુર્માસ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે આ વખતે મંગળવાર, 20 જુલાઈ 2021થી શરૂ થઈને કારતક સુદ એકાદશી સુધી ચાલશે. જે 15 નવેમ્બરના રોજ છે. એટલે તેનો સમયગાળો 4 મહિનાનો રહેશે.

ચાતુર્માસના ચાર મહિનાઃ-

  • શ્રાવણઃ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીથી શ્રાવણ સુદ એકાદશી સુધી (20 જુલાઈથી 18 ઓગસ્ટ)
  • ભાદરવોઃ શ્રાવણ સુદ પક્ષની એકાદશીથી ભાદરવા સુદ પક્ષની એકાદશી સુધી (18 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર)
  • આસોઃ ભાદરવા સુદ પક્ષની એકાદશીથી આસો સુદ એકાદશી સુધી (17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર)
  • કારતકઃ આસો સુદ પક્ષની એકાદશીથી કારતક સુદ પક્ષની એકાદશી સુધી (16 ઓક્ટોબરથી 15 નવેમ્બર)