આજથી ચાતુર્માસ:ચાર મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં, પરંતુ ખરીદદારી માટે અનેક શુભ મુહૂર્ત રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી વ્રતનું ફળ મળી શકતું નથી, સારા સ્વાસ્થ્ય માટે આજના દિવસે ગોળનું સેવન પણ ટાળવું

અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. આ પર્વ આજે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં રહે છે. આ દિવસથી ચાતુર્માસની શરૂઆત માનવામાં આવે છે. થોડી જગ્યાએ આ તિથિને પદ્મનાભા પણ કહેવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ દિવસોમાં ભગવાન વિષ્ણુ, રાજા બલિના દ્વાર પર રહે છે અને આ દિવસથી ચાર મહિના પછી કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ પાછા જાગે છે.

પુરાણોમાં દેવપોઢી એકાદશીનું મહત્ત્વઃ-
શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે અને ચાર મહિના માટે માંગલિક કાર્યો અને થોડાં સંસ્કાર અટકી જાય છે. જોકે, પૂજન, અનુષ્ઠાન, સમારકામ કરાવેલ ઘરમાં પ્રવેશ, વાહન અને ઘરેણાની ખરીદદારી જેવા કામ કરી શકાય છે. ચાતુર્માસ દરમિયાન સ્નાન-દાન, વ્રત-ઉપવાસ અને તપ કરવામાં આવે છે. ભાગવત મહાપુરાણ પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિએ શંખાસુર રાક્ષસને મારવામાં આવ્યો હતો. તે દિવસથી ભગવાન ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં સૂવે છે.

એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી વ્રતનું ફળ મળી શકતું નથી, સારા સ્વાસ્થ્ય માટે આજના દિવસે ગોળનું સેવન પણ ટાળવું
એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી વ્રતનું ફળ મળી શકતું નથી, સારા સ્વાસ્થ્ય માટે આજના દિવસે ગોળનું સેવન પણ ટાળવું

દેવપોઢી એકાદશીના વ્રતનું ફળઃ-
બ્રહ્મવૈવર્ત પુરાણમાં દેવપોઢી એકાદશી વ્રતને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ એકાદશીને સૌભાગ્યદાયિની એકાદશી કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે વ્રત કે ઉપવાસ રાખવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે. આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે આ વ્રતને કરવાથી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. વ્રત કરનાર લોકોના જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રદ્ધા પ્રમાણે કરેલાં દાનથી અનેક ગણુ પુણ્ય ફળ મળે છે. આ દિવસે વ્રત કરવાથી ઉંમર વધે છે અને શારીરિક પરેશાનીઓ પણ ઓછી થવા લાગે છે.

ચોખાનું સેવન કરવાથી વ્રતનું ફળ મળી શકતું નથીઃ-
આ દિવસે ચોખાનું સેવન કરવું જોઈએ નહીં. એકાદશીએ ચોખાનું સેવન કરવાથી વ્રતનું ફળ મળતું નથી. સારા સ્વાસ્થ્યની ઇચ્છા રાખનાર લોકોએ આ દિવસે ગોળનું સેવન કરવું જોઈએ નહીં. લાંબી ઉંમર અને સંતાન ઇચ્છતા લોકોએ આ દિવસે તેલ માલિશ કરવી જોઈએ નહીં. તળેલાં ભોજનને છોડવાથી સમૃદ્ધિ વધે છે. ત્યાં જ, આ દિવસે સૂર્યોદય સુધી દિવસમાં સૂવું જોઈએ નહીં. ખોટું બોલવું નહીં. માંસ, મધ અને અન્ય તામસિક વસ્તુઓ દહીં અને ચોખા વગેરેનું સેવન કરવું જોઈએ નહીં.

દેવપોઢી એકાદશીથી આવતા 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળમાં રાજા બલિના મહેલમાં નિવાસ કરે છે
દેવપોઢી એકાદશીથી આવતા 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળમાં રાજા બલિના મહેલમાં નિવાસ કરે છે

માન્યતાઃ દેવપોઢી એકાદશીથી 4 મહિના સુધી શ્રીહરિ પાતાળલોકમાં રહે છેઃ-
વામન પુરાણ પ્રમાણે પાતાળ લોકના અધિપતિ રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસે પાતાળ સ્થિત પોતાના મહેલમાં રહેવાનું વરદાન માગ્યું હતું. એટલે માન્યતા છે કે દેવપોઢી એકાદશીથી આવતા 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળમાં રાજા બલિના મહેલમાં નિવાસ કરે છે. આ સિવાય અન્ય માન્યતાઓ પ્રમાણે શિવજી મહાશિવરાત્રિ સુધી અને બ્રહ્માજી શિવરાત્રિથી દેવપોઢી સુધી પાતાળમાં નિવાસ કરે છે.