તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દર્શન:નવરાત્રિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તો વૈષ્ણોદેવી, કામાખ્યા, નૈનાદેવી જેવા મોટા મંદિરોમાં દર્શન કરી શકશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈષ્ણોદેવી માટે દર્શનાર્થીઓએ બોર્ડની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે

આજથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ દિવસોમાં વ્રત-ઉપવાસ રાખવાની સાથે જ માતાના મંદિરોમાં દર્શન કરવાની પરંપરા છે. દેવી માતાના અનેક એવા મંદિર છે, જ્યાં નવરાત્રિમાં દેશભરથી ભક્તો પહોંચે છે. આ વર્ષે કોરોનાના કારણે મંદિરોમાં દર્શન વ્યવસ્થાને લઇને અનેક નિયમ બનાવવામાં આવ્યાં છે.

કોરોનાથી બચવા માટે ભક્તોએ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. બધાએ માસ્ક પહેરવો પડશે. મોટભાગના મંદિરોમાં ભક્તોને માત્ર દર્શન કરવાની મંજૂરી છે. મંદિરોમાં પ્રસાદ ચઢાવવો, પૂજા કરવી વર્જિત છે. અહીં જાણો દેવી માતાના થોડાં ખાસ મંદિરોમાં નવરાત્રિ દરમિયાન દર્શન વ્યવસ્થા કેવી રહેશે.

વૈષ્ણોદેવી મંદિરઃ-જમ્મૂ-કાશ્મીર સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં હવે 7 હજાર ભક્ત રોજ દર્શન કરી શકશે. અહીં આવતાં શ્રદ્ધાળુઓને મંદિરની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નવરાત્રિ માટે મંદિર શ્રાઇન બોર્ડે મંદિરની સજાવટ ખૂબ જ સરસ કરી છે. યાત્રીઓની સુવિધા માટે પિઠ્ઠૂ અને પાલકીની સેવા શરૂ કરી છે.

કામાખ્યા મંદિરઃ-આસામનું કામાખ્યા મંદિર ભક્તો માટે ખુલી ગયું છે. પરંતુ, ભક્ત માટે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ વર્જિત રહેશે. સવારે 8 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી મંદિરના દ્વાર ખુલશે. ભક્ત મંદિરમાં માત્ર પરિક્રમા કરી શકશે અને મંદિરની બહાર પૂજા કરી શકે છે.

છિન્નમસ્તિકા મંદિરઃ-ઝારખંડમાં રામગઢના છિન્નમસ્તિકા મંદિરમાં ભક્ત દર્શન કરી શકશે, પરંતુ એકવારમાં માત્ર 5 શ્રદ્ધાળુઓ જ મંદિરમાં પ્રવેશ કરી શકશે. અહીં આવતાં શ્રદ્ધાળુઓને રજરપ્પાની વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એક કલાકમાં લગભગ 80 શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

હરસિદ્ધિ મંદિરઃ-મધ્યપ્રદેશના ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં ભક્તો સરળતાથી માતાના દર્શન કરી રહ્યા છે. ભક્તોને મંદિરની બહારથી જ દેવીના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. ગર્ભગૃહમાં પ્રવેશ વર્જિત છે. મંદિરની આસપાસની બધી દુકાનો અને ધર્મશાળાઓ ખુલી છે. મંદિર પાસે મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ પણ ભક્તો માટે ખુલી ગયું છે.

નૈનાદેવી મંદિરઃ-હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ નૈના દેવી મંદિરમાં ભક્તોને 22 કલાક દર્શન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં પૂજા-પાઠ, હવન વગેરે કર્મ કરવામાં આવશે નહીં. માતાને પ્રસાદ ચઢાવવાનું પણ વર્જિત છે. આ વર્ષે કોરોનાના કારણે અહીં લંગરનું આયોજન થશે નહીં.

કાલીઘાટ મંદિરઃ-બંગાળના કોલકાતામાં કાલીઘાટ મંદિર પણ ભક્તો માટે ખુલી ગયું છે. અહીંપણ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઇ રહ્યા છે. મંદિરમાં પૂજા-પાઠની મંજૂરી નથી. ભક્ત માત્ર દર્શન કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો