તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Devotees In Norata Will Not Be Able To Visit The Sanctum Sanctorum At Jwalamukhi Dham For The First Time

ગ્રાઉન્ડ રિપોર્ટ:નોરતામાં ભક્તો પહેલીવાર મા જ્વાલામુખી ધામમાં ગર્ભગૃહના દર્શન કરી શકશે નહીં

જ્વાલામુખી8 દિવસ પહેલાલેખક: કપિલ શર્મા
  • કૉપી લિંક
હિમાચલ પ્રદેશના કાંગરામાં આવેલા મા જ્વાલામુખી મંદિરનો ગર્ભગૃહ.
  • હિમાચલપ્રદેશમાં આવેલી શક્તિપીઠ જ્વાલામુખીથી વિશેષ અહેવાલ

હિમાચલપ્રદેશના સુપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી જ્વાલામુખી ધામમાં કોરોના મહામારીની અસરના કારણે આસો નવરાત્રિમાં મા જ્વાલાની ચમત્કારી જ્યોતિના દર્શન માટે શ્રદ્ધાળુઓને મંજૂરી આપવામાં આવશે નહીં. ઈતિહાસમાં પહેલીવાર શ્રદ્ધાળુઓ નવરાત્રિ દરમ્યાના માતાના દર્શન માટે ગર્ભગૃહમાં જઈ શકશે નહીં. લોકો બહારથી જ જ્યોતિઓના દર્શન કરી શકે એ માટે મંદિરની બહાર એલસીડી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સ્ક્રીનના માધ્યમથી ભક્તો ગર્ભગૃહના દર્શન કરી શકશે.

મા જ્વાલા દેવીની પવિત્ર સાક્ષાત જ્યોતિઓની પરંપરા અનુસાર દરરોજ પાંચ આરતીઓ કરવામાં આવે છે. નવરાત્રિ દરમ્યાન પણ પૂજારીઓ ગર્ભગૃહમાં માતાની આરતી ઉતારશે. શ્રદ્ધાળુઓ એલઇડી દ્વારા દર્શન કરી શકશે. નવરાત્રિમાં મુંડન, લંગર, હવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓએ દર્શન માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તથા માસ્ક પહેરીને તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મંદિર પ્રાંગણમાં પ્રવેશી શકાશે.

હિંદુ પરંપરામાં દેવી સતીનું માહાત્મ્ય છે. એવું કહેવાય છે કે આજે પણ મંદિરમાં દેવી બિરાજમાન છે. પરાક્રમી સમ્રાટ અશોકને પણ મા જ્વાલામુખીમાં વિશ્વાસ હતો. કોરોના મહામારીના પગલે આ વરસે મર્યાદિત સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા છે. સંક્રમણ ફેલાય નહીં એ માટે લોકોને ગર્ભગૃહની બહાર અટકાવવામાં આવશે. ચૈત્ર તથા શારદીય નવરાત્રિ દરમ્યાન ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજયોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે ઉમટે છે.

મા જ્વાલામુખી મંદિર મંડપ શૈલીથી નિર્મિત છે, શિવ પુરાણમાં ઉલ્લેખ
શિવ મહાપુરાણમાં પણ માનું વર્ણન આવે છે. કહેવામાં આવે છે કે આ સ્થળે સતી દેવીની જીભ પડી હતી. તેથી અહીં સાક્ષાત જ્યોતિઓ સ્વરૂપે જ્વાળા પ્રજ્વળિત છે. મા જ્વાલાદેવીનું મંદિર મંડપ શૈલીથી નિર્મિત છે. મોગલ શાસક અકબર પણ મા જ્વાલામુખીનો ભક્ત હતો. તેણે મંદિરમાં સવા મણ સોનાનું છત્ર ચઢાવ્યું હતું.

માતાજીનાં સાત સ્વરૂપો મંદિરમાં 7 જ્વાળાઓ સ્વરૂપે બિરાજમાન છે
મંદિરના ગર્ભગૃહમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ચંડી, હિંગળાજ, વિધ્યવાસિની અને અન્નપૂર્ણા માતા 7 જ્યોતિઓ સ્વરૂપે બિરાજમાન છે. શક્તિપીઠમાં મૂર્તિ પૂજા નથી થતી પણ જ્યોતિઓના સાક્ષાત દર્શન મા જ્વાલા જ્યોતિના સ્વરૂપે આપે છે. અગ્નિની જ્વાળાઓ એક પર્વતમાંથી પ્રગટે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો