બાબા બૈદ્યનાથ ધામ:મંદિરની અંદર શ્રદ્ધાળુઓને ગુસ્સો આવે છે; ભગવાન ભક્તોની પરીક્ષા લે છે, ભોળાનાથનો સ્પર્શ કરતાં જ લોકો ભૂલી જાય છે માનતા

2 મહિનો પહેલા

આજથી શિવને અતિપ્રિય પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ એક મહિના દરમિયાન દરેક શિવ મંદિરમાં અને ખાસ કરીને બારેય જ્યોતિર્લિંગમાં ભક્તોની ભીડ જોવા મળે છે. આ બાર જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર બૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં સ્થિત છે. પવિત્ર તીર્થસ્થાન હોવાને લીધે લોકો એને બૈદ્યનાથ ધામ પણ કહે છે. જ્યાં મંદિર સ્થિત છે એ સ્થાને દેવઘર અર્થાત્ દેવતાઓનું ઘર કહે છે. બાબા બૈદ્યનાથ ધામનાં અનેક મોટાં રહસ્ય છે. આ રહસ્ય એટલાં ઊંડાં છે કે આજ સુધી એની જાણ થઈ શકી નથી. ભક્તો પોતાના ઘરેથી મંદિર માટે રવાના થતા સમયે મનમાં કોઈ ઇચ્છા કે માનતા લઈને આવે છે. શિવલિંગનો સ્પર્શ કરતાં જ તેઓ પોતાની માનતા ભૂલી જાય છે. મંદિરની અંદર ગુસ્સો અને કોઈપણ વાત વિના ધૂંધવાટ રહે છે. બાબા બૈદ્યનાથ સ્વયં ભક્તોની પરીક્ષા લે છે. જે એમાં પાસ થઈ જાય છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો... જાણીએ બાબાના દરબારમાં આ મોટા રહસ્યનું કારણ શું છે.

બાર જ્યોતિર્લિંગમાં બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગ એવું છે, જ્યાં માતા સતીના હૃદયમાં બાબા બિરાજમાન છે.
બાર જ્યોતિર્લિંગમાં બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગ એવું છે, જ્યાં માતા સતીના હૃદયમાં બાબા બિરાજમાન છે.

બાબાનો સ્પર્શ કરીને માનતા માગવાની પ્રથા
દ્વાદશ જ્યોતિર્લિંગમાં બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગ એવું છે, જ્યાં માતા સતીના હૃદયમાં બાબા બિરાજમાન છે. માતાના હૃદય પર બાબા બિરાજમાન હોવાથી આ જ્યોતિર્લિંગને હૃદયપીઠ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ મનોકામના લિંગ તરીકે પ્રખ્યાત છે.

પુરાણોમાં ઉલ્લેખ છે કે માતા સતીનું હૃદય દેવઘરમાં જ પડ્યું હતું, રાવણ જ્યારે શિવલિંગ લઇને લંકા જઈ રહ્યો હતો ત્યારે દેવતાઓની ચાલથી તેને શિવલિંગ એ સ્થાને જ રાખવું પડ્યું, જ્યાં માતાનું હૃદય પડ્યું હતું. પછી રાવણે શિવલિંગને ઉપાડવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ એને ઉપાડી શક્યો નહીં.

રાવણ દેવતાઓની આ યુક્તિથી ખૂબ જ ગુસ્સે થયો અને શિવલિંગને પાતાળમાં પહોંચાડવાના ઉદ્દેશ સાથે હાથના અંગૂઠાથી દબાવી દીધું. આ કારણે શિવલિંગ ધરતીથી સપાટીથી થોડું અંદર જતું રહ્યું છે.

રાવણ પછી દેવતાઓએ પણ શિવલિંગની ઉપાસના કરી, ત્યાર બાદ ભગવાન શિવજીએ વરદાન આપ્યું હતું કે તેમની પૂજા કરનારા લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે.

એ પછી બાબા ધામ મનોકામના જ્યોતિર્લિંગથી પ્રખ્યાત થઈ ગયું. માન્યતા છે કે ગર્ભગૃહમાં બાબાને સ્પર્શ કરી માનતા માગનારા લોકોની મનોકામનાઓ દરેક પરિસ્થિતિમાં પૂર્ણ થાય છે.

બાબા બૈદ્યનાથમાં ભક્તોનું ઘોડાપૂર.
બાબા બૈદ્યનાથમાં ભક્તોનું ઘોડાપૂર.

મંદિરમાં ધ્યાન ભટકે તો ભક્તો માનતા ભૂલી જાય છે
પંડા ધર્મરક્ષિણી સભાના ઉપાધ્યક્ષ મનોજ કુમાર મિશ્રા જણાવે છે, બાબાના દરબારમાં આવીને માગવામાં આવતી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મોડું થઈ શકે છે, પરંતુ માનતા ચોક્કસ પૂર્ણ થાય છે. બાબાના રહસ્યને લઇને મનોજ કુમાર મિશ્રા આગળ જણાવે છે કે બાબા લોકોની પરીક્ષા પણ લે છે.

પૂજા-અર્ચના દરમિયાન મન એકાગ્ર-ચિત્ત રાખનારા લોકો સાથે મોટા ભાગે આ મુશ્કેલી આવે છે. તેઓ મંદિરની બહાર બાબા પાસે માનતા માગતા રહે છે, પરંતુ જ્યારે મંદિરની અંદર ગર્ભગૃહમાં પહોંચે છે અને બાબાને સ્પર્શ કરી માનતા માગવાનો સમય આવે છે ત્યારે તેઓ મનોકામનાઓ જ ભૂલી જાય છે.

પંડા સમાજ પણ આ રહસ્યને આજ સુધી જાણી શક્યા નથી કે આખરે જે વ્યક્તિ બાબાનાં દર્શન દરમિયાન સતત મન્નત વિચારતા રહે છે, તે ગર્ભ ગૃહમાં આવીને બાબાને સ્પર્શ કરતાં જ માનતા કેમ ભૂલી જાય છે. પંડા અને દેવઘરના પૂજારીઓના જણાવ્યા પ્રમાણે, આ બધી જ બાબાની માયા છે.

પંડા સમાજના જણાવ્યા પ્રમાણે, શ્રદ્ધાળુઓને આ સ્થિતિનો અનુભવ કરે છે, જોકે, દર્શન કરનારા મોટા ભાગના લોકો આ બાબત પર ધ્યાન આપી શકતા નથી. પંડા સમાજના જણાવ્યા પ્રમાણે, બાબાની પરીક્ષાનો આ એક પાર્ટ પણ છે, એવામાં શ્રદ્ધાળુઓને જણાવવામાં આવે છે કે તેઓ ધ્યાન એકાગ્ર-ચિત્ત કરીને બાબાની ઉપાસના કરવા જાય.

બાબાના ગર્ભગૃહમાં આવતાં જ ભક્તો પોતાની માનતા ભૂલી જાય છે.
બાબાના ગર્ભગૃહમાં આવતાં જ ભક્તો પોતાની માનતા ભૂલી જાય છે.

રાવણના કારણે ધૂંધવાટ થાય છે
પંડા સમાજના લોકો બાબાના મંદિર સાથે જોડાયેલા એક અન્ય રહસ્ય અંગે જણાવે છે. પંડા સમાજના જણાવ્યા પ્રમાણે, મંદિરમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓને ધૂંધવાટ કે ગુસ્સો આવી જાય છે. પંડા ધર્મરક્ષિણી સમાજના ઉપાધ્યક્ષ મનોજ કુમાર મિશ્રા જણાવે છે કે બૈદ્યનાથ જ્યોતિર્લિંગ રાવણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, આ કારણથી તેને રાવણેશ્વર જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે.

પંડા સમાજના જણાવ્યા પ્રમાણે રાવણ શિવલિંગને સ્થાપિત કર્યા દરમિયાન ગુસ્સે થયો હતો અને ભગવાન શંકર પર ખૂબ જ ગુસ્સો કર્યો હતો. આ કારણે ગર્ભગૃહમાં આજે પણ એની અસર ભક્તો અને શ્રદ્ધાળુઓમાં દેખાય છે. મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ દરમિયાન ભક્તોને ધૂંધવાટ અને ગુસ્સો અનુભવ થાય છે. પંડા સમાજના લોકો એની પાછળ રાવણના આક્રોશને જ મોટું કારણ જણાવે છે.

બાબા બૈદ્યનાથ ધામ.
બાબા બૈદ્યનાથ ધામ.

રહસ્યની વચ્ચે બાબની પરીક્ષા
પંડા ધર્મરક્ષિણી સભાના ઉપાધ્યક્ષ સંજય કુમાર મિશ્રા જણાવે છે કે બાબાની માયા રાવણ પણ જાણી શક્યો નહીં, તો ભક્તોનું શું કહેવું. બાબા દરેક ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે છે, પરંતુ બાબા પ્રત્યે સાચી ભક્તિ દેખાડવાની હોય છે. બાબાને એક કળશ જળ જ આપવામાં આવે છે, પરંતુ એમાં સંપૂર્ણ રીતે શુદ્ધતા પવિત્રતા અને આસ્થા અને વિશ્વાસ હોવાં જોઈએ. બાબા પરીક્ષા લે છે, પરીક્ષામાં પાસ થનારા લોકોની કિસ્મત રાતોરાત બદલાય છે.

બાબાના દ્વાર પર માગવામાં આવતી મનોકામનાઓ પૂર્ણ થાય છે, કેમ કે બાબાની ઉપાસના સાથે મા એટલે શક્તિની ઉપાસના પણ થાય છે. મનોકામના જ્યોતિર્લિંગથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

પંડા સંજય મિશ્રાના જણાવ્યા પ્રમાણે, બાબાને સ્પર્શ કર્યા દરમિયાન મનોકામના ભૂલી જાય છે અને મંદિરમાં ધૂંધવાટ થવો એક રહસ્ય છે. આ એક પરીક્ષા પણ છે. પંડા સમાજના જણાવ્યા પ્રમાણે, બાબાના દરબારમાં દરેકની મનોકામના પૂર્ણ થાય છે, સ્પર્શ કરીને માગવામાં આવતી મનોકામનાઓ તો કિસ્મત બદલે એવી હોય છે.

અહીં દર વર્ષે મહાશિવરાત્રિથી 2 દિવસ પહેલાં બાબા મંદિર, માતા પાર્વતી અને લક્ષ્મી-નારાયણના મંદિરોથી પંચશૂલ ઉતારવામાં આવે છે.
અહીં દર વર્ષે મહાશિવરાત્રિથી 2 દિવસ પહેલાં બાબા મંદિર, માતા પાર્વતી અને લક્ષ્મી-નારાયણના મંદિરોથી પંચશૂલ ઉતારવામાં આવે છે.

બૈદ્યનાથ ધામમાં જ પંચશૂલની પૂજા થાય છે
વિશ્વના બધા શિવમંદિરોના શીર્ષ પર ત્રિશૂળ લગાવેલું જોવા મળતું હોય છે, પરંતુ બૈદ્યનાથ ધામ પરિસરમાં શિવ, પાર્વતી, લક્ષ્મી-નારાયણ અને અન્ય બધા મંદિરોના શીર્ષ પર પંચશૂળ લાગેલા છે. એવું કહેવાય છે કે રાવણ પંચશૂળથી જ લંકાનું રક્ષણ કરતો હતો. અહીં દર વર્ષે મહાશિવરાત્રિથી 2 દિવસ પહેલાં બાબા મંદિર, માતા પાર્વતી અને લક્ષ્મી-નારાયણના મંદિરોથી પંચશૂલ ઉતારવામાં આવે છે. આ દરમિયાન પંચશૂળનો સ્પર્શ કરવા માટેભક્તોની ભીડ લાગે છે. બધા પંચશૂળોની નીચે લાવીને મહાશિવરાત્રિએ એક દિવસ પહેલાં વિશષ કરીને તેની પૂજા કરવામાં આવે છે અને ત્યાર બાદ ફરીથી બદા પંચશૂળને પોતાના સ્થાને સ્થાપિત કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું
દેવઘરથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન જસીડિહ છે, જે અહીંથી 10 કિમી. દૂર છે. આ સ્ટેશન હાવડા-પટણા દિલ્હી રેલ લાઈન પર જ આવેલું છે. બૈદ્યનાથ ધામથી સૌથી નજીકનું એરપોર્ટ રાંચી, પટના અને કોલકાતા છે. દેવઘર કોલકાતાથી 373 કિ.મી.,ગિરિડીહથી 112 કિ.મી. અને પટનાથી 281 કિ.મી. છે. ભાંગલપુર, હજારીબાગ, રાંચી, જમશેદપુર અને ગયાથી દેવઘર જવા માટે સીધા અને નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે.