દેવી પુરાણનો બોધપાઠ:માતા-પિતા, જીવનસાથી, સંતાન, મિત્ર આ બધા લોકો હંમેશાં મદદ કરી શકે નહીં, માત્ર ધર્મ જ દરેક ક્ષણ આપણી સાથે રહે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 14 ઓક્ટોબરના રોજ મહાનોમ છે. નવરાત્રિમાં દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. દેવી ભાગવત પુરાણમાં દેવી દુર્ગા અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. તેના મૂળ અંકમાં 18 હજાર શ્લોક છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પૂજાપાઠ સાથે જ દેવી ભાગવત પુરાણમાં જણાવવામાં આવેલી વાતોને જીવનમાં ઉતારવાથી સફળતા સાથે જ સુખ-શાંતિ પણ મળી શકે છે. આ પુરાણના 11માં સ્કંધમાં નીતિઓ જણાવવામાં આવી છે. આ અધ્યાયમાં ભગવાન નારાયણ અને નારદ મુનિના સંવાદ છે.

નારદ મુનિએ ભગવાનને પૂછ્યું કે કયા કાર્યોથી દેવી ભગવતીની ખાસ કૃપા પ્રાપ્ત કરી શકાય છે? ત્યારે ભગવાન નારાયણે તેમને એવા કાર્યો અંગે જણાવ્યું હતું જે દરેક ભક્તે ધ્યાનમાં રાખવા જોઈએ. જાણો આ અધ્યાયમાં જણાવવામાં આવેલી થોડી ખાસ નીતિઓ...